Bharuch: રેસ્ટોરન્ટ સંચાલકોનો અનોખો કિમીયો એટલે ગેસ રિફિલિંગ કૌભાંડ, વાંચો આ અહેવાલ
- રહેણાંક વિસ્તાર હોવા છતાં ગેસ રિફિલગ કરાય છે
- જોખમી રીતે ગેસ લાઈનમાંથી સિલિન્ડરમાં ગેસ રિફિલગ કરાય છે
- ગેસ સિલિન્ડર રીફિલિંગ દરમિયાન બ્લાસ્ટ સર્જાય તો જવાબદાર કોણ?
Bharuch: ભરૂચ શહેરમાં રેસ્ટોરન્ટ સંચાલકો પણ ગેસ લાઇનમાંથી ગેસ સિલિન્ડરમાં રિફિલિંગ કરી મોટું કૌભાંડ ચલાવી રહ્યા હોય તેવા ચોકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. સમગ્ર ગુજરાત ગેસ એજન્સી પણ અંધારામાં હોય અને લોકોના જીવના જોખમ ઊભા કરીને ગેસ સિલિન્ડર રીફિલિંગ કરવામાં આવી રહ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ફ્રુટ એન્ડ ડ્રગ વિભાગ સાથે મીડિયા પર ઘટના સ્થળે પહોંચ્યું
ભરૂચની શ્રવણ ચોકડી નજીક એક શ્રી ઋષિ ચિટ્ઠૂનાડુ રેસ્ટોરન્ટમાં પનીરની સબ્જીમાં ચિકનના ટુકડા નીકળતા ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ તપાસમાં ગયા હતા જેના ફોટા વાયરલ થતા ફ્રુટ એન્ડ ડ્રગ વિભાગ સાથે મીડિયા પર ઘટના સ્થળે પહોંચ્યું હતું. રેસ્ટોરન્ટના રસોડામાં તપાસ કરવામાં આવી રહી હતી તે દરમિયાન જ તેની પાછળની સાઈડ તપાસ કરવામાં આવતા ગેસ લાઇનમાંથી ગેસ સિલિન્ડર રીફિલિંગ કરવાનું કૌભાંડ ચલાવવામાં આવતું હોવાના ચોકાવનારા દ્રશ્યો જોવા મળ્યાં હતાં.
આ પણ વાંચો: પાટડી શહેરમાં એક શિક્ષકે મોડી રાત્રે ટ્રેન નીચે આવી જીવ ટુંકાવ્યો, સૂત્રોએ જણાવ્યું આપઘાતનું કારણ
રહીશોનું જીવનું જોખમ ઊભું થઈ શકે તેવા દ્રશ્યો...
ગેસ સિલિન્ડરમાં ગેસ રીફિલિંગ કરી તેને રેસ્ટોરન્ટમાં ઉપયોગ કરવામાં આવતા હોય તેવું પણ રેસ્ટોરન્ટ સંચાલકોએ કબૂલ્યું હતું, પરંતુ જોખમી રીતે અને સોસાયટીના રહેણાંક વિસ્તારમાં તથા સતત વાહનો અને ધમધમતા વિસ્તારમાં જે પ્રકારે ગેસ રીફીલિંગ કૌભાંડ ચલાવવામાં આવતું હતું. તેનાથી સોસાયટીના રહીશોનું જીવનું જોખમ ઊભું થઈ શકે તેવા પૂરેપૂરા દ્રશ્યો જોવા મળ્યાં હતાં અને ગેસ સિલિન્ડર માટે સ્પેશિયલ અલગ અલગ લાઈનમાં રેગ્યુલેટરો લગાવેલા અને ગેસ સિલિન્ડર ઉપર જોઈન્ટ કરેલા જોવા મળ્યા હતાં. જો કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ?
આ પણ વાંચો: Sabarkantha: પશુપાલકો થઈ જાય સાવધાન! બુલેટ ઘાસ ખાતા 5 દુઝણી ગાયો મોતને ભેટી
સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ થઈ રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યાં
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, રેસ્ટોરન્ટમાં ફ્રૂટ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ તપાસ કરતી વેળા પણ ગેસ લાઇનમાંથી ગેસ રિફિલિંગ કૌભાંડ ચલાવવામાં આવતું હોય અને ગેસની લાઈનમાંથી સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ થઈ રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યાં હતાં, પરંતુ આ પ્રકરણ ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગને લાગતું ન હોય જેના પગલે આ મામલે મામલતદાર વિભાગ તથા સ્થાનિક એડમિશન પોલીસે કાર્યવાહી કરવાની જરૂર દેખાય છે. કારણ કે, ગેસ સિલિન્ડરનો અભ્યાસ થાય તો સંખ્યાબંધ લોકોના જીવ પણ જોખમાય તેઓ ભય ઊભો થયો છે.
અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


