Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : પિતા અને અટકનો સુધારો કરી 3 અટક સુધારાનું કૌભાંડ સામે આવતા ખળભળાટ!

નગરપાલિકાનાં જન્મ-મરણ વિભાગનાં અધિકારીઓને જૂના જન્મનાં દાખલામાં પિતા કે અટકનો સુધારો કરી આપવાની સત્તા છે કે કેમ ?
bharuch   પિતા અને અટકનો સુધારો કરી 3 અટક સુધારાનું કૌભાંડ સામે આવતા ખળભળાટ
Advertisement
  1. ભરૂચ નગરપાલિકાનાં જન્મ-મરણ નોંધણીમાં મોટું કૌભાંડ (Bharuch)
  2. પિતા અને અટકનો સુધારો કરી 3 અટક સુધારાનું કૌભાંડ
  3. ભરૂચ નગરપાલિકાનાં જ કર્મચારીનો વિવાદ આવ્યો સામે
  4. 1993 ના જન્મના દાખલામાં અટકમાં સુધારો કરતા વિવાદ
  5. જૂના જન્મનાં દાખલામાં પિતાનું નામ કે અટક ન.પા. ન સુધારી શકે

Bharuch : ભરૂચ નગરપાલિકાનાં જન્મ મરણ વિભાગમાં (Birth and Death Department) નગરપાલિકાનાં કર્મચારીનો જ વર્ષ 1993 નાં જન્મનાં દાખલામાં તેના બીજા પિતાનું નામ અને અટકનો સુધારો કરી જૂનો જન્મનો દાખલો લીધા વિના નવો જન્મનો દાખલો કરતા સમગ્ર મામલો જાતિનાં દાખલા માટે પહોંચતા જન્મનો દાખલો આખરે કયા નિયમ મુજબ સુધારી આપ્યો છે ? અને નગરપાલિકાનાં જન્મ-મરણ વિભાગનાં અધિકારીઓને જૂના જન્મનાં દાખલામાં પિતા કે અટકનો સુધારો કરી આપવાની સત્તા છે કે કેમ ? તેવા પ્રશ્નો વચ્ચે સમગ્ર મામલો પોલીસ મથકે પહોચ્યો છે.

પિતા અને અટકનો સુધારો કરી 3 અટક સુધારાનું કૌભાંડ

ભરૂચ નગરપાલિકાની (Bharuch Municipality) સોયબ પાર્ક પાણીની ટાંકી ખાતે ફરજ નિભાવતા અજય નામનાં કર્મચારીએ પોતાના વર્ષ 1993 નાં જન્મનાં દાખલામાં પોતાની અટક શેખ હોય અને તેના સુધારા માટે નગરપાલિકામાં અરજદાર જતા ઓનલાઇન તપાસ કરતા તેમાં ખારવા તરીકે અટક જન્મના દાખલામાં હોય તેવું સામે આવતા તેણે 17 ફેબ્રુઆરી, 2025 ના રોજ પોતાનાં જન્મનાં દાખલામાં ખારવા તરીકેની પ્રિન્ટ મેળવી તેના આધારે તેના જૂના ડોક્યુમેન્ટમાં વસાવા હોય તેવું સોગંદનામાં ઉપર દર્શાવી પોતાનાં પ્રથમ પિતાની અટક છુપાવી બીજા પિતાની અટક વસાવા હોવાની માહિતી સોગંદનામાં ઉપર રજૂ કરી જન્મ-મરણમાં રજૂ કરી જન્મનો દાખલો સુધારો કરાવી 19 ફેબ્રુઆરી, 2025 એ મેળવ્યો હતો.

Advertisement

1993 ના જન્મના દાખલામાં અટકમાં સુધારો કરતા વિવાદ

આ ઘટના સામે આવતા ભરૂચ નગરપાલિકાનાં (Bharuch Municipality) ચીફ ઓફિસરની મંજૂરી અન્વયે જન્મનો જૂનો દાખલો સુધારો કરી નવો ઇશ્યૂ કરાયો હોવાની ઘટનામાં અજય જાતિનો દાખલો મેળવવા માટે જે તે કચેરીમાં જતા તેના પ્રથમ જન્મનાં દાખલામાં અટક ખારવા તરીકે હતી તો તે અટકને ભરૂચ નગરપાલિકાનાં જન્મ-મરણ વિભાગ નવો જન્મનો દાખલો આદિવાસી તરીકે 'વસાવા' નો કઈ રીતે આપી શકે તેવો પ્રશ્ન ઊભા થતાં સમગ્ર મામલો ભરૂચ નગરપાલિકાનાં ચીફ ઓફિસર સુધી પહોંચતા મોટો કૌભાંડ બહાર આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો - Bhavnagar : પાલીતાણામાં ભાજપ નગરસેવક, કારોબારી સમિતિનાં ચેરમેનની ધરપકડ

જૂના જન્મનાં દાખલામાં પિતાનું નામ કે અટક ન.પા. ન સુધારી શકે

ભરૂચ નગરપાલિકામાં જૂના જન્મ-મરણનાં દાખલામાં આખરે અધિકારીઓ, કર્મચારીઓને જૂના દાખલામાં નવી રીતે પિતાનું નામ કે અટકનો સુધારો કરવાની સત્તા છે ખરી ? તેવા પ્રશ્નો વચ્ચે તપાસ કરવામાં આવતા ચીફ ઓફિસરે પણ નગરપાલિકાનાં કર્મચારીએ જૂના દાખલામાંથી નવા દાખલામાં સુધારો કરેલો હોય તેની તપાસ કરવામાં આવતા તેમાં સોગંદનામુ પણ સામે આવ્યું છે. આ સોગંદનામાં પિતાના નામનો સુધારો દર્શાવ્યો છે પરંતુ, સોગંદનામું કરનારે પોતાના પ્રથમ પિતાની માહિતી છુપાવી બીજા પિતાની અટકનો સુધારો કરાવતા તપાસ દરમિયાન અરજદારે ખોટું સોગંદનામુ રજૂં કર્યું હોય અને તેના આધારે જ તેને જૂનો જન્મનો દાખલો સુધારીને નવો દાખલો આપ્યો તો જૂનો દાખલો પરત કેમ ન મેળવ્યો ? તેવા સવાલો વચ્ચે જો જૂનો જન્મનો દાખલો ન હોય તો ભરૂચ નગરપાલિકા નવો જન્મનો દાખલો સુધારો કરીને આપી શકે ખરી ? તે પણ એક તપાસનો વિષય બની ગયો છે

ભરૂચ નગરપાલિકાનાં જન્મ મરણ વિભાગમાં મોટા કૌભાંડની આશંકાઓ

આ સમગ્ર મામલો સામે આવતા ભરૂચ નગરપાલિકાનાં જન્મ-મરણ વિભાગમાં છેલ્લા બે વર્ષમાં સંખ્યાબંધ જન્મ અને મરણના દાખલામાં જૂના દાખલાઓમાં સુધારા કરી નવા દાખલાઓ પણ ઇશ્યૂ કરાયા હોવાની માહિતી ચર્ચાનું કેન્દ્ર બનતા ભરૂચ નગરપાલિકાનાં જન્મ મરણ વિભાગમાં મોટા કૌભાંડની આશંકાઓ સામે આવી રહી છે.

ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ સમગ્ર મામલે તપાસ શરૂ કરી

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચ નગરપાલિકાનાં (Bharuch Municipality) જન્મ મરણ વિભાગમાં જૂના જન્મ-મરણના દાખલામાં સુધારો કરવામાં આવે છે તો તે કયા પરિપત્ર અને કયા જીઆર મુજબ કરવામાં આવે છે ? તે પ્રશ્ન પણ તપાસનો વિષય બની ગયો છે. કારણ કે એક વખત જન્મનો દાખલો ઇશ્યૂ થયા હોય તેમાં માત્ર ભાઈ-બહેન અને કુમારનો સુધારો કરી શકાય પરંતુ, પિતાનું નવું નામ કે નવી સરનેમનો સુધારો થઈ શકતો નથી. મરણનાં દાખલામાં પણ આ જ પ્રકારનું મોટું કૌભાંડ થયું હોવાની આશંકા વચ્ચે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હોવાની માહિતી સામે આવી રહી છે.

આ પણ વાંચો - Ahmedabad : વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ સફાળું જાગ્યું AMC તંત્ર! શહેરનાં તમામ બ્રિજોનું ચેકિંગ શરૂ

જન્મનો દાખલો સુધારેલો જણાતા તપાસ ચાલી રહી છે : નગરપાલિકા ચીફ ઓફિસર

ભરૂચ નગરપાલિકામાં જૂનો જન્મનો દાખલો સુધારીને અપાયો છે અને તેમાં તેના પિતાનું નામ અને સરનેમમાં સુધારો છે પરંતુ, જે અરજદાર છે તેણે સોગંદનામાં પર માહિતી ખોટી દર્શાવી છે અને એટલા માટે આ દાખલો ઇશ્યૂ થયો છે પરંતુ, આના સિવાય અન્ય જન્મમરણનાં દાખલાઓમાં સુધારો કેવી રીતે થયો છે અને કયા નિયમ મુજબ થયો છે ? તેની તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે તેમ ભરૂચ નગરપાલિકાનાં ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે કહ્યું હતું.

ન.પા.નું આ કૌભાંડ વિધાનસભા સુધી પહોંચશે : વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ

ભરૂચ નગરપાલિકામાં જુના જન્મ-મરણનાં દાખલામાં સુધારો કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. જન્મ મરણનાં પ્રમાણ પત્રો એકવાર ઇશ્યૂ થયા બાદ તેમાં સુધારો શક્ય નથી પરંતુ, SC,ST ના લોકોનાં હક પર તરાપ મારવા માટેનું આ કૌભાંડ હોવાનું માનવામાં આવે છે, જેથી આ મુદ્દો વિધાનસભામાં પણ ગુંજી શકે છે.

જન્મનાં દાખલામાં સુધારાની ફરિયાદ મળી છે પગલાં ભરાશે : કારોબારી ચેરમેન ન.પા.

જન્મ-મરણ વિભાગમાં એક કર્મચારીનો જન્મનો દાખલો સુધારેલો મળી આવ્યો છે, જેમાં જૂના જન્મનાં દાખલામાં શેખ છે અને નગરપાલિકાનાં ચોપડામાં તેના પ્રથમ પિતા ખારવા તરીકેની સરનેમ છે અને તેણે ઘણી માહિતી છુપાવી સોગંદનામાનાં આધારે વસાવા સરનેમ કરાવી છે, જે પ્રથમ તપાસમાં ખોટું માનવામાં આવે છે. આ સમગ્ર મામલે જેણે પણ આ પ્રકરણને અંજામ આપ્યો છે તેવા અધિકારીઓ-કર્મચારીઓ સામે પગલાં ભરવામાં આવશે અને ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે. તેમ નગરપાલિકાનાં કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું હતું.

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ 

આ પણ વાંચો - Ahmedabad : બાવળામાં સાંજે 7 વાગે BJP નેતા પર થયો જીવલેણ હુમલો, હોસ્પિટલમાં દાખલ

Tags :
Advertisement

.

×