Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch: કેમ ભુલાઈ ભારતીય સંસ્કૃતિની પરંપરા? ગૌરી વ્રત માટે વધી તૈયાર જવારાની બોલબાલા

Bharuch: એક સમય હતો જ્યારે બાળાઓ ગૌરી વ્રત માટે પોતાના ઘરે જવાળા ઉગાડતી હતી. પરંતુ જેમ જેમ સમય વધતો ગયો તેમ તેમ સંસ્કૃતિ અને સભ્યતા ભૂલાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, પહેલા વાંસની ટોપલીમાં ઘરે વિવિધ ધાન્યથી જવારાનું વાવતેર કરી...
bharuch  કેમ ભુલાઈ ભારતીય સંસ્કૃતિની પરંપરા  ગૌરી વ્રત માટે વધી તૈયાર જવારાની બોલબાલા
Advertisement

Bharuch: એક સમય હતો જ્યારે બાળાઓ ગૌરી વ્રત માટે પોતાના ઘરે જવાળા ઉગાડતી હતી. પરંતુ જેમ જેમ સમય વધતો ગયો તેમ તેમ સંસ્કૃતિ અને સભ્યતા ભૂલાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, પહેલા વાંસની ટોપલીમાં ઘરે વિવિધ ધાન્યથી જવારાનું વાવતેર કરી સ્થાપન કરાતું હતું પરંતુ હવે તૈયાર જવાળાની બોલબાલા વધી ગઈ છે. વિગતે વાત કરવામાં આવે તો, ભરૂચ (Bharuch) જીલ્લામાં ગૌરીવ્રતનો શ્રધ્ધાભેર પ્રારંભ થઈ ગયો છે. પરંતુ દુઃખની વાત એ છે કે, બાળાઓએ તૈયાર જવારા લાવી પોતાના ઘરે સ્થાપના કરી ગૌરીવ્રતનો પ્રારંભ કર્યો છે.

હવે કોઈને પણ રાહ જોવી નથી ગમતી

ભરૂચ (Bharuch) સહિત ગુજરાત ભરમાં ગૌરી વ્રતના પ્રારંભે ભારતીય સંસ્કૃતિ મુજબ વાંસની ટોપલીમાં વ્રતના પ્રથમ દિવસે સાત અલગ અલગ ધાન્યથી વાવેતર કરી પાંચ દિવસ જવારા ઉગી નીકળતા હોય છે. પરંતુ હાલના યુગમાં ભારતીય સંસ્કૃતિ ભુલાઈ હોય તેમ બજારોમાં તૈયાર જવારાની બોલબાલા વધી ગઈ છે અને લોકો પણ તૈયાર જવારાનું સ્થાપન કરી પાંચ દિવસ વ્રત ઉપવાસ બાદ અંતિમ દિવસે જવારાનું વિસર્જન કરી ગૌરી વ્રતનું સમાપન કરે છે.

Advertisement

અત્યારે તૈયાર જવારાની બોલબાલા વધી ગઈ

હાલના યુગમાં ભારતીય સંસ્કૃતિ ભુલાઈ રહી હોય તેમ તૈયાર જવારાની બોલબાલા વધી ગઈ છે. જેના કારણે લોકો અને વ્રત કરતી બાળાઓ ઘરે જવારાનું વાવેતર ભૂલી બજારમાં મળતા તૈયાર વાંસની ટોપલીમાં વાવેતર કરાયેલા જવારાનું સ્થાપન કરી પાંચ દિવસ આ જવારાની પૂજા અર્ચના કરી ગૌરી વ્રત મનાવી રહ્યા છે. પરંતુ આ પરંપરામાં ભારતીય સંસ્કૃતિની પરંપરા લુપ્ત થઈ રહી હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

Advertisement

ભારતીય સંસ્કૃતિની પરંપરાનું થઈ રહ્યું છે હનન

ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ ગૌરી વ્રતની અનોખી પરંપરા મુજબ પર્વ મનાવવામાં આવે છે. અગાઉ ગૌરી વ્રત કરતી બાળાઓ અષાઢ સુદ પાંચમે વાંસની ટોપલીઓ માં છાણીયુ ખાતર નાંખી તેમાં ડાંગર, ધઉં, જવ, તુવેર અને જાર, ચોખા અને તલ એમ સાત ધાન વાવી ગૌરી વ્રતનો પ્રારંભ કરતા હતા.ત્યાર પાંચ દિવસ સુધી જવારાને જળ અર્પણ સાથે ફુલહાર કરી પૂજા અર્ચના કરી પાંચ દિવસ બાદ અંતિમ દિવસે વાવેતર કરેલા જવારાનું નર્મદા નદીમાં વિસર્જન કરી વ્રતની પુર્ણાહુતી કરવાની પરંપરા હતી. પાંચ દિવસ ગૌરી વ્રત મનાવવામાં બાળાઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે અને પાંચ દિવસ બેગ બગીચા,પીકનીક પોઈન્ટો બાળાઓથી ઉભાઈ ઉઠનાર છે.

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો: Anjar: નાની નાગલપરના પ્રગતિશીલ ખેડૂત, ગુલાબી જામફળની પ્રાકૃતિક ખેતી કરીને મેળવ્યું મબલખ ઉત્પાદન

આ પણ વાંચો: ‘ખોટો ટાઈમ વેસ્ટ થાય આમાં’ Rajkot જિલ્લા પંચાયતના પ્રમુખે કર્યું અગ્નિકાંડના હુતાત્માઓનું અપમાન

આ પણ વાંચો: Morbi: ‘યુવકને ટ્રેકટર ઉપરથી ફેકી દિધો અને...!’ ત્રણ સામે નોંધાયો હત્યાનો ગુનો, એકની ધરપકડ

Tags :
Advertisement

.

×