Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભરૂચનું સેવાશ્રમ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં, સગર્ભા મહિલાની સારવાર દરમિયાન મોત

Bharuch : ભરૂચ જિલ્લાની સેવાશ્રમ હોસ્પિટલ (Sevashram Hospital) દર્દીઓના મોતને લઈને અનેક વાર વિવાદમાં આવ્યું છે ગત મોડી રાત્રીએ પણ એક સગર્ભા મહિલા પ્રેગ્નન્સી ટર્મિનેશન અર્થે આવી હતી અને ઇન્જેક્શન સગર્ભા મહિલા (pregnant woman) ને આપ્યા બાદ તેને પેટમાં બળતરા...
ભરૂચનું સેવાશ્રમ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં  સગર્ભા મહિલાની સારવાર દરમિયાન મોત
Advertisement

Bharuch : ભરૂચ જિલ્લાની સેવાશ્રમ હોસ્પિટલ (Sevashram Hospital) દર્દીઓના મોતને લઈને અનેક વાર વિવાદમાં આવ્યું છે ગત મોડી રાત્રીએ પણ એક સગર્ભા મહિલા પ્રેગ્નન્સી ટર્મિનેશન અર્થે આવી હતી અને ઇન્જેક્શન સગર્ભા મહિલા (pregnant woman) ને આપ્યા બાદ તેને પેટમાં બળતરા થતાં જ તેનું હૃદય અચાનક બંધ થઈ ગયું હોય અને તેનું મોત થયું હોય તેવી ચોકાવનારી માહિતી સામે આવતા હોસ્પિટલના તબીબોની લાપરવાહીના કારણે મોત થયું હોવાનો મૃતકોના પરિવારજનોએ આક્ષેપ કરી ભારે હોબાળો મચાવતા મૃતદેહનું પેનલ પીએમ (post-mortem) કરાવવામાં આવ્યું હતું

Advertisement

ભરૂચ (Bharuch) માં રોજગારી અર્થે સ્થાયી થયેલા એક પરિવારમાં 3 સંતાનની માતા રીનાબેનને ચોથો ગર્ભ હતો પરંતુ તેણીને પેટમાં દુઃખાવો અને ઉલ્ટીઓ થતા તેણીની નણંદ તેણીને સારવાર માટે સેવાશ્રમ હોસ્પિટલ ખાતે લાવી હતી અને સગર્ભા મહિલાના પેટમાં ગર્ભ હોય જેના કારણે તેણીને પ્રેગ્નન્સી ટર્મિનેશન કરાવવાનું હોય તે અંગે તેણીને સેવાશ્રમ હોસ્પિટલમાં બપોરના સમયે દાખલ કરવામાં આવી હતી અને જરૂરી તમામ રિપોર્ટો કરવામાં આવ્યા હતા અને તે દરમિયાન સગર્ભા મહિલાને કોઈ ઇન્જેક્શન આપવામાં આવ્યું હોય અને ત્યારબાદ તેણે પેટમાં બળતરા થતી હોય અને ત્યારબાદ સગર્ભા મહિલાની હૃદય બંધ થઈ ગયું હોવાનું તબીબોએ જણાવતા તેનું મોત થતાં આખરે સગર્ભા મહિલાના પરિવારજનોમાં ગમગીની સાથે ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.

Advertisement

મૃતકના પરિવારજનોએ ભારે હોબાળો મચાવતા પોલીસને જાણ કરવામાં આવી હતી અને એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો તપાસ દરમિયાન પોલીસે પણ મૃત્યુનો કબજો લઈ પીએમ તથા પેનલ પીએમ કરાવી આખરે મોતનું કારણ શોધી કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું આશ્વાસન મૃતકના પરિવારજનોને આપતા મામલો થાળે પડ્યો હતો. અત્રે ઉલ્લેખની એ બાબત એ પણ છે કે સેવાશ્રમ હોસ્પિટલ અનેક વખત દર્દીઓના શંકાસ્પદ મોત બાબતે વિવાદમાં રહ્યું છે ત્યારે વધુ એક સગર્ભા અને તે પણ 3 સંતાનની માતાનું મોત થતા મૃતકના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો

અહેવાલ - દિનેશ મકવાણા

આ પણ વાંચો - બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસમાં Rajiv Modi એ આપ્યું ચોંકાવનારું નિવેદન

આ પણ વાંચો - Kutch : ખાવડા ખાતે રીન્યુએબલ એનર્જી પાર્કમાંથી વીજ ઉત્પાદનનો પ્રારંભ

આ પણ વાંચો – Ambaji : આજે અંબાજીની મુલાકાતે CM ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના તમામ સભ્યો પણ રહેશે હાજર!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×