Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Congress : અર્જુન મોઢવાડિયાના કેસરિયા અંગે ભરતસિંહ શું બોલ્યા ?

Congress : રાહુલ ગાંધીના નેતૃત્ માં ભારત જોડો ન્યાય યાત્રા 8 માર્ચના રોજ પંચમહાલ જિલ્લામાંથી પસાર થનાર છે ત્યારે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજે કાલોલ કોંગ્રેસ (Congress) હાઉસ સરદાર ભવન ખાતે ગુજરાત કોંગ્રેસ (Congress) સમિતિના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી...
congress   અર્જુન મોઢવાડિયાના કેસરિયા અંગે ભરતસિંહ શું બોલ્યા
Advertisement

Congress : રાહુલ ગાંધીના નેતૃત્ માં ભારત જોડો ન્યાય યાત્રા 8 માર્ચના રોજ પંચમહાલ જિલ્લામાંથી પસાર થનાર છે ત્યારે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજે કાલોલ કોંગ્રેસ (Congress) હાઉસ સરદાર ભવન ખાતે ગુજરાત કોંગ્રેસ (Congress) સમિતિના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી અને કોંગ્રેસ નેતાઓની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવી હતી. આ તબક્કે કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જન મોઢવાડિયા આજે ભાજપમાં જોડાતા ભરતસિંહ સોલંકીએ નિવેદન આપ્યું હતું કે ભાજપમાં ગયા બાદ હવે તેઓ નાના માણસ બની ગયા છે.

Advertisement

શું કહ્યું ભરતસિંહે

મણિપુરથી મુંબઇ સુધીની ભારત જોડો ન્યાય યાત્રા 7 તારીખથી ઝાલોદ થી ગુજરાતમાં શરુ થશે. યાત્રા આગામી 8 તારીખે પંચમહાલ જિલ્લાના કાલોલ અને હાલોલ વિધાનસભા વિસ્તારમાંથી પસાર થવાની છે ત્યારે આ યાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવા માટે અને આ યાત્રામાં મોટી સંખ્યામાં જિલ્લાના લોકો જોડાય તેના માટે કોંગ્રેસ અગ્રણી ભરતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા કોંગ્રેસના પદાધિકારી અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપાયું હતું.કાલોલમાં ભરતસિંહ સોલંકીએ અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર સહિતના નેતાઓએ કોંગ્રેસ છોડી દેવા અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અર્જુનભાઇ પેદા નહોતા થયા ત્યારથી કોંગ્રેસ પાર્ટી ઉભી છે, અને ભાજપમાં ગયા બાદ હવે તેઓ ખૂબ નાના માણસ બની ગયા છે.

Advertisement

ભારત જોડો ન્યાય યાત્રાની તૈયારીઓ

આગામી 8 તારીખ થી દાહોદ ના લીમખેડા થી ગુજરાત માં શરૂ થનારી ભારત જોડો ન્યાય યાત્રા ના સુચારુ આયોજન અને વધુ માં વધુ લોકો આ યાત્રામાં જોડાય તે અંગે ગુજરાત કોંગ્રેસ છેલ્લા ઘણા દિવસોથી આળસ મરડી બેઠી થઈ રહી હોય તેમ ગુજરાત કોંગ્રેસ ના પ્રદેશ અને કેન્દ્રીય નેતાઓ પંચમહાલ અને દાહોદ ના ચક્કર લગાવી રહ્યાં છે.બેઠકમાં ભરતસિંહ સોલંકીએ આગામી 8 તારીખ ના રોજ પંચમહાલ જિલ્લામાંથી પસાર થનાર ભારત જોડો ન્યાય યાત્રા અંગે વિગતવાર માહિતી આપી તમામ ને મોટી સંખ્યામાં યાત્રામાં જોડાવવા માટે આહ્વાન પણ કર્યું હતું. બેઠકમાં ભરતસિંહ સોલંકીની સાથે પ્રદેશ કોંગ્રેસ નેતા અને પંચમહાલના ઇન્ચાર્જ ચિરાગ શેખ, ખુમાનસિંહ ચૌહાણ, પંચમહાલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ચેતનસિંહ પરમાર, સહિત મોટી સંખ્યા માં કોંગી કર્યકારો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ માટે આજે કાળો દિવસ રહ્યો હતો. આજે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અર્જુનભાઇ મોઢવાડીયા અને અંબરીશ ડેર સહિત કેટલાક સામાજિક આગેવાનો ભાજપમાં જોડાયા હતા.

લોકસભાના ચમત્કારીક પરિણામો જ બતાવશે કે કોંગ્રેસ કેટલી મજબૂત છે

ભરતસિંહે કહ્યું કે કોંગ્રેસ માટે ત્રણ ગાંધીએ પોતાનું બલિદાન આપી દીધું, વિપક્ષ મજબૂત નથી તેવા પ્રશ્ન ના જવાબમાં ભરતસિંહે કહ્યું આ લોકસભાના ચમત્કારીક પરિણામો જ બતાવશે કે કોંગ્રેસ કેટલી મજબૂત છે. અમિત ચાવડા અને શક્તિસિંહ અને સહિત તમે પોતે પણ ભાજપમાં જોડાવવા ની ચર્ચા ઓ અંગે તેમને કહ્યું કે કોઈને થૂંક ઉડાડવું હોય તો આપડે ક્યાં ના પાડવા ના છીએ. મારા પરિવારની ચોથી પેઢી કોંગ્રેસમાં ચાલે છે.

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ

આ પણ વાંચો----ARJUN MODHWADIA EXCLUSIVE INTERVIEW : ભાજપનો ખેસ પહેર્યા બાદ અર્જુન મોઢવાડિયાનું સૌથી પહેલું ઈન્ટરવ્યુ

Tags :
Advertisement

.

×