Bhavnagar: હોસ્પિટલમાં લાગેલી આગને લઈને BMC સફાળુ જાગ્યું, હોસ્પિટલની બહારના નાસ્તા-ચાની લારીઓ હટાવી
- ભાવનગર (Bhavnagar) સિવિલ હોસ્પિટલમાં આગ બાદ BMC સફાળુ જાગ્યું
- આગની ઘટના બાદ ભાવનગર મનપા સફાળું જાગ્યું
- સિવિલ હોસ્પિટલની બહારના નાસ્તા-ચાની લારીઓ હટાવી
- ગેસ સિલિન્ડર-લાકડાં સાથે ગેરકાયદે કેબિનો કબજે કર્યા
Bhavnagar: ભાવનગર (Bhavnagar) શહેરના કાળુભા રોડ વિસ્તારમાં આવેલા સમીપ કોમ્પલેક્સમાં ગઈ કાલે ભીષણ આગ લાગી હતી. જે કોમ્પલેક્સમાં આગ લાગી તેમાં 3-4 જેટલી હોસ્પિટલ અને લેબોરેટરી હોવાથી મોટી સંખ્યામાં લોકો ફસાયા હતા. આ ઘટનામા હોસ્પિટલમાં ફસાયેલા બાળકો અને વૃદ્ધો સહિત લોકોને બહાર કાઢી લેવાતા મોટી જાનહાની ટળી હતી. ત્યારે હવે આ ઘટના બાદ ભાવનગરનું તંત્ર સફાળું જાગ્યું છે.
હોસ્પિટલમાં લાગેલી આગને લઈને BMC સફાળુ જાગ્યું
મળતી માહિતી મુજબ ભાવનગર સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના બાદ BMC સફાળુ જાગ્યું છે. મનપા દ્વારા સિવિલ હોસ્પિટલની બહારના નાસ્તા-ચાની લારીઓ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં BMCની દબાણ હટાવ સેલે સિવિલ હોસ્પિટલની દિવાલને અડીને ઉભેલી જમવાની, ચા નાસ્તાની લારીઓ હટાવી ગેસ સિલિન્ડર , લાકડા , કેબિનો કબજે કર્યા હતા. આમ ગેરકાયદેસર પતરા, ઓટલા JCB દ્વારા તોડીને જગ્યા ખૂલી કરવામાં આવી હતી.
19 થી વધુ લોકોને સુરક્ષિત બહાર કઢાયા હતા
ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે ભાવનગર શહેરના કાળુભા રોડ વિસ્તારમાં આવેલા સમીપ કોમ્પલેક્સમાં ભીષણ આગની ઘટના બની હતી. જે કોમ્પલેક્સમાં આગ લાગી તેમાં 3-4 જેટલી હોસ્પિટલ અને લેબોરેટરી પણ ગની ઝપેટમાં આવતા અનેક લોકો તેમાં ફસાયા હતા. જો કે, સ્થાનિકોએ અહીં દોડી આવીને ક્ષણવારનો વિલંબ કર્યા વગર હોસ્પિટલમાં ફસાયેલા બાળકો અને વૃદ્ધો સહિત લોકોને બહાર કાઢી લેવા મોટી જાનહાની ટળી હતી. આમ હોસ્પિટલ અને લેબ સહિત કોમ્પલેક્સમાંથી 19થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
આગની ઘટનામાં તંત્ર સામે ઉઠ્યા હતા સવાલો
આ ઘટનાને પગલે વિરોધ પક્ષના નેતા લાલભા ગોહિલએ પ્રહાર કર્યા હતા. તેમણે તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. લાલભા ગોહિલે આરોપ કર્યો હતો કે, કોમ્પલેક્સના બેઝમેન્ટમાંથી ગેસ સિલિન્ડર પણ મળ્યા છે. જેના લીધે આગ વિકરાળ બની હતી. ત્યારે હવે આ ઘટના બાદ અનાચક મનપા કુભકર્ણની ઉંઘમાંથી જાગ્યું છે.
આ પણ વાંચો: જાસૂસી કાંડ મામલે Gujarat ATS એ બે આરોપીઓને ઝડપ્યા, જાણો શું થયો ખુલાસો?


