Bhavnagar: મદ્રેસાનું જાહેર રસ્તા પરનું ગેરકાયદેસર દબાણ તોડી પાડ્યું
- Bhavnagar મનપા દ્વારા રજાના દિવસે પણ ડિમોલિશન હાથ ધરાયું
- અકવાડા પાસે આવેલી મદ્રેસાનું દબાણ હટાવાયું
- જાહેર રસ્તા ઉપર ગેરકાયદેસર દબાણ તોડી પાડવામાં આવ્યું
- પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયું ડિમોલિશન
Bhavnagar Demolition:આજે 23 નવેમ્બરે ભાવનગર(Bhavnagar) મહાનગર પાલિકાએ આજે રવિવારે રજાના દિવસે પણ મોટા પાયાનું ડિમોલિશન(Demolition)ની કામગીરી કરાઈ છે. શહેરના અકવાડા વિસ્તાર પાસે આવેલી દારૂ એ આલમ મદ્રેસા(madrasa)ના જાહેર રસ્તા ઉપર ગેરકાયદેસર રીતે બાંધેલા દબાણને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યું છે.
રાહદારીઓ અને વાહનચાલકોને પડતી હતી મુશ્કેલીઓ
ભાવનગર મનપા દ્વારા રજાના દિવસે પણ ડિમોલિશન હાથ ધરાયું
અકવાડા પાસે આવેલ દારૂ એ આલમ મદ્રેસાનું દબાણ હટાવાયું
જાહેર રસ્તા ઉપર ગેરકાયદેસર દબાણ તોડી પાડવામાં આવ્યું
પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયું ડિમોલિશન#Bhavnagar #MunicipalCorporation #DemolitionDrive… pic.twitter.com/3Npx4GYLma— Gujarat First (@GujaratFirst) November 23, 2025
Bhavnagar મહાનગરપાલિકાની ટીમોએ સવારથી જ આ કામગીરી શરૂ કરી દીધી હતી અને જાહેર માર્ગને અવરોધતા મદ્રેસાના તે ભાગને પૂર્ણ રીતે દૂર કરી દેવામાં આવ્યો હતો. આ દબાણ લાંબા સમયથી વિવાદમાં હતું અને તેના કારણે વાહનવ્યવહાર તેમજ રાહદારીઓને મુશ્કેલી પડતી હોવાના અનેક રજૂઆતો મળ્યા બાદ આ કડક પગલું લેવામાં આવ્યું છે.
કડક સુરક્ષા સાથે ડિમોલિશન કરાયું
આ સમગ્ર ડિમોલિશન કામગીરી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવી હતી. મોટી સંખ્યામાં પોલીસ જવાનો તથા અધિકારીઓ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા, જેથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને કામગીરી સુચારુ રીતે પૂર્ણ થઈ શકે.આ કામગીરી દરમિયાન ડ્રોન કેમેરા દ્વારા સમગ્ર પ્રક્રિયાના વિડિયો પણ લેવામાં આવ્યા હતા, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ડ્રોન વિડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે કેવી રીતે મદ્રેસાનો જાહેર રસ્તા પર આવેલો ભાગ જેસીબી અને અન્ય મશીનોની મદદથી તોડી પાડવામાં આવ્યો અને રસ્તો મુક્ત કરવામાં આવ્યો. ભાવનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Surat: સચિનમાં રખડતા શ્વાનોએ 5 વર્ષીય બાળકને ફાડી ખાધો, હાલત ગંભીર
આ પણ વાંચોઃ Jamnagar: મુખ્યમંત્રીએ એક પરિવારની દિકરીના લગ્ન માટે પોતાના કાર્યક્રમનું સ્થળ બદલાવ્યું


