ભાવનગરમાં નગ્ન અવસ્થામાં મહિલા તબીબ: લોકો જોઇને ચોંકી ઉઠ્યા તાબડતોબ પોલીસ બોલાવી
- ઘોઘા ગામે મહિલા તબીબનો શંકાસ્પદ હાલત મૃતદેહ મળી આવ્યો
- ઘરમાંથી દુર્ગંધ આવતા લોકોએ પોલીસને જાણ કરી હતી
- પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી
Bhavnagar: ગુજરાતમાં અત્યારે ક્રાઈમની ઘટનાઓ ખુબ જ વધી રહીં છે, ભાવનગરના ઘોઘા ગામમાં એક મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. નોંધનીય છે કે, મહિલા તબીબનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતાં અનેક પ્રકારની શંકાઓ થઈ રહીં છે. આ સમગ્ર ઘટનાને લઈને અત્યારે પોલીસે તપાસ હાથ ધરી છે. ઘરમાંથી દુર્ગંધ આવતા લોકોએ પોલીસને જાણ કરી અને પોલીસે ઘટના સ્થળ પર આવીને તપાસ હાથ ધરી દીધી છે.
આ પણ વાંચો: Ahmedabad: નશાકારક દવાના કારણે 18 વર્ષીય યુવકનું મોત, મિત્રે આપ્યું હતું નશાનું ઇન્જેક્શન
ઘોઘા પોલીસે અત્યારે સમગ્ર ઘટનામાં આગળની તપાસ હાથ ધરી
ભાવનગરના ઘોઘા ગામે મહિલા તબીબની શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. શીતલ પટેલ નામની મહિલા તબીબની નગ્ન અવસ્થામાં કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. મૃતક મહિલા ઘોઘાના સોનીવાડામાં રહેતી હોવાનું જાણવા મળ્યું છે. મહિલા તબીબનું એક મકાન ભાવનગરના અકવાડા વિસ્તારમાં છે. મહિલાની નગ્ન અવસ્થામાં લાશ મળી આવી છે, જેથી આ હત્યા છે કે આત્મહત્યા તે એક મોટું રહસ્ય છે. ઘોઘા પોલીસે અત્યારે મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ડમ માટે મોકલીને આગળની તપાસ હાથ ધરી દીધી છે.
આ પણ વાંચો: Jamnagar: લાખો પડાવ્યાં બાદ પણ પઠાણી ઉઘરાણી! વ્યાજખોરના ત્રાસથી કંટાળી દવા...
મહિલાએ આત્મહત્યા કરી કે પછી કોઈએ કરી હત્યા?
શું આ મહિલાની કોઈએ હત્યા કરી હશે? હત્યાની શંકા એટલા માટે થઈ રહીં છે કે મહિલા તબીબની લાશ નગ્ન અવસ્થામાં મળી આવી છે. જો આત્મહત્યા હોય તો લાશ નગ્ન અવસ્થામાં કેવી રીતે મળી આવી? આ તો આજુબાજુના લોકોને દુર્ગંધ આવવા લાગી એટલે ઘોઘા પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે ઘટના સ્થળ પર આવીને આ સમગ્ર માટે તપાસ હાથ ધરી દીધી છે. પરંતુ આ મહિલાની હત્યા થઈ છે કે, તેણે આત્મહત્યા કરી છે? તે એક મોટું રહસ્ય છે. આ સમગ્ર ઘટનાનો પોલીસ તપાસ થયા બાદ જ પર્દાફાશ થશે.
આ પણ વાંચો: GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર, 9 પરીક્ષાની પ્રાથમિક કસોટીની તારીખો જાહેર