ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhavnagar: માનવ ગરિમા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર, 5 હજારની કીટનું બિલ 12 હજાર રૂપિયા

Bhavnagar: માનવ ગરીમા યોજનામાં આપવામાં આવતી ટૂલ કીટ બજારમાં માત્ર 5000 ની મળી રહે છે અને એજન્સી દ્વારા 12000 નું બિલ પકડાવી દેવાતા લાભાર્થીમાં રોષ
03:19 PM Nov 19, 2024 IST | VIMAL PRAJAPATI
Bhavnagar: માનવ ગરીમા યોજનામાં આપવામાં આવતી ટૂલ કીટ બજારમાં માત્ર 5000 ની મળી રહે છે અને એજન્સી દ્વારા 12000 નું બિલ પકડાવી દેવાતા લાભાર્થીમાં રોષ
Bhavnagar
  1. ભાવનગરમાં પણ ફરી એક ભ્રષ્ટાચારના સમાચાર સામે આવ્યાં
  2. ભાવનગરમાં માનવ ગરિમા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર
  3. બજારમાં માત્ર 5000 માં મળતી ટૂલ કીટનું બિલ 12 હજાર રૂપિયા

Bhavnagar: ગુજરાતમાં ભ્રષ્ટાચારના કેસો સતત વધતા હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભાવનગરમાં પણ ફરી એક ભ્રષ્ટાચારના સમાચાર સામે આવ્યાં છે. ભાવનગર માનવ ગરિમા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર આવ્યો સામે છે. આ સમગ્ર ઘટના ભાવનગરના સિહોરના ગઢુલા ગામની હોવાનું સામે આવ્યું છે. આ ગામના એક લાભાર્થીએ દ્વારા સરકારની માનવ ગરિમા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના આક્ષેપો લગાવ્યો છે.

આ પણ વાંચો: Exclusive: ગુજરાતમાં હત્યાના કેસ વધ્યા તેનું કારણ શું? જાણો શું કહ્યું જાણીતા સાયકોલોજિસ્ટે...

5 હજારની કીટનું બિલ 12 હજારનું બનાવ્યું

ચોંકાવનારી વાત એ છે કે, માનવ ગરીમા યોજનામાં આપવામાં આવતી ટૂલ કીટ બજારમાં માત્ર 5000 ની મળી રહે છે અને એજન્સી દ્વારા 12000 નું બિલ પકડાવી દેવાતા લાભાર્થીમાં રોષ જોવા મળ્યો છે. અહીં પ્રશ્ન એ થાય છે કે, જો આ કીટ બજારમાં માત્ર 5000 ની મળી રહે છે તો સરકારમાં મોંઘી કેવી રીતે? આ તો સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચાર હોત તેવું જ લાગી રહ્યું છે. 5000 હજારની કીટ આ લોકો 12000 નું બિલ બનાવે છે, તેનો અર્થ એવો કે આમાં એક કીટ પાછળ 7000 નો ભ્રષ્ટાચાર થતો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Rajkot મનપાની જનરલ બોર્ડની બેઠકમાં જામ્યું શાબ્દિક યુદ્ધ, જુઓ આ Video

ગઢુલા ગામે 300 થી વધુ કીટ વિતરણ કરવામાં આવી

મહત્વની વાત એ પણ છે કે, લાભાર્થીને આ યોજનામાં આપવામાં આવતી ટૂલ કીટ પર કોઈ પણ પ્રાઇઝ લખેલી હોતી નથી. સિહોર તાલુકાના ગઢુલા ગામે 300 થી વધુ કીટ વિતરણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સરકારની માનવ ગરિમા યોજના હેઠળ લાભ લેતા લાભાર્થીને આપવામાં આવતી ટૂલ કીટમાં મોટામાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અહીં તો લાભાર્થી દ્વારા આ કીટના બિલ મામલે સામેથી ફોન કરીને વિગતો માંગી ત્યારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે. શું હવે આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવશે? તે તો હવે સમય આવે જ ખબર પડશે.

આ પણ વાંચો: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી, PM-JAY યોજનામાં આવતી 7 હોસ્પિટલને કરી સસ્પેન્ડ

Tags :
Bhavnagar Manav Garima Yojanacorruption NewsGujarati NewsLatest Gujarati NewsManav Garima YojanaManav Garima Yojana corruptionManav Garima Yojana Tool KitTool KitTool Kit PriceVimal Prajapati
Next Article