Bhavnagar: હોસ્પિટલમાં આગની ઘટના બાદ મનપા અને ફાયર વિભાગ એક્શનમાં, હોસ્પિટલોનું ફાયર સેફ્ટી ચેકિંગ
- ભાવનગરની (Bhavnagar) હોસ્પિટલમાં આગની ઘટના બાદ મનપા એક્શનમાં
- ભાવનગરમાં 10 થી વધુ હોસ્પિટલોનું ફાયર સેફ્ટી ચેકિંગ કર્યું
- ફાયર વિભાગની બે ટીમોએ શહેરની તમામ મોટી હોસ્પિટલો તપાસી
- સોલ, બિમ્સ, આયુષ પ્લાઝા સહિતની હોસ્પિટલોને નોટિસ આપી
- ફાયર સેફ્ટીમાં ખામી જોવા મળતા 5 કોમ્પ્લેક્સને નોટિસ ફટકારાઈ
- 8 થી 10 દિવસમાં ખામી દૂર કર કરવા આદેશ કરવામાં આવ્યાં
- દર્દીઓનો જીવ જોખમમાં નહીં મુકાવીએ: ફાયર ઓફિસર
Bhavnagar: ભાવનગર (Bhavnagar) શહેરના કાળુભા રોડ પર આવેલા સમીપ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં તાજેતરમાં લાગેલી આગની ઘટનાએ ખળભળાટ મચાવ્યો હતો. આ ઘટનામાં બાળકો સહિત19 થી વધુ દર્દીઓને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ ઘટનાએ શહેરની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના મુદ્દે ગંભીર ચિંતા ઊભી કરી છે, જેના પગલે ભાવનગર મહાનગરપાલિકા અને ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.
ફાયર વિભાગે હોસ્પિટલોમાં વ્યાપક ચેકિંગ અભિયાન શરૂ કર્યું
આગની ઘટના બાદ ફાયર વિભાગે શહેરની તમામ મોટી અને મધ્યમ કદની હોસ્પિટલોમાં વ્યાપક ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે. બે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે, જેમાં બે સબ ફાયર ઓફિસર અને ચાર સ્ટાફ સભ્યોનો સમાવેશ થાય છે. આ ટીમોએ એક જ દિવસમાં10 થી વધુ હોસ્પિટલો અને મેડિકલ કોમ્પ્લેક્સનું ઊંડાણપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.
ચેકિંગ દરમિયાન નીચેની હોસ્પિટલો તપાસવામાં આવી હતી
સોલ હોસ્પિટલ
બિમ્સ હોસ્પિટલ
કાર્ટન સ્ક્વેર કોમ્પ્લેક્સની તમામ હોસ્પિટલો
સુર્યદીપ કોમ્પ્લેક્સની તમામ હોસ્પિટલો
આયુષ પ્લાઝા કોમ્પ્લેક્સની તમામ હોસ્પિટલો
અંજનેય આર્કેડની તમામ હોસ્પિટલો
અક્ષરદીપ હોસ્પિટલ
કે.પી. હોસ્પિટલ
બૈજુ ચિલ્ડ્રન હોસ્પિટલ
મહેતા મેટર્નિટી હોસ્પિટલ
પાંચ મોટા કોમ્પ્લેક્સ તથા હોસ્પિટલોને ફટકારી નોટિસ
આ ચેકિંગમાં ફાયર સેફ્ટી સંબંધિત ગંભીર ખામીઓ જોવા મળી હોવાથી પાંચ મોટા કોમ્પ્લેક્સ તથા હોસ્પિટલોને તાત્કાલિક નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં સોલ હોસ્પિટલ, બિમ્સ હોસ્પિટલ, કાર્ટન સ્ક્વેર કોમ્પ્લેક્સ, આયુષ પ્લાઝા કોમ્પ્લેક્સ અને અંજનેય આર્કેડ કોમ્પ્લેક્સનો સમાવેશ થાય છે.ફાયર વિભાગે આ તમામ સંસ્થાઓને 8 થી 10 દિવસની સખત મુદત આપી છે કે તમામ જરૂરી ફાયર સેફ્ટી સુવિધાઓ (જેમ કે ફાયર એક્સ્ટિંગ્વિશર, સ્પ્રિંકલર સિસ્ટમ, ઇમરજન્સી એક્ઝિટ, હાઇડ્રન્ટ વગેરે) પૂર્ણ કરી લેખિતમાં રિપોર્ટ સબમિટ કરવો. આ મુદત પૂરી ન થાય તો કડક કાર્યવાહીની ચીમકી આપવામાં આવી છે.
આ પણ વાંચો: Ahmedabad:ઈન્ડિગો ફ્લાઈટની અનિયમિતતાના કારણે યાત્રિકો ત્રસ્ત, જાણો મુસાફરોએ આક્રોશ ઠાલવતા શું કહ્યું?


