Bhavnagar અલંગ શિપ બ્રેકીંગ યાર્ડની ખોલીમાંથી પરપ્રાંતિય શ્રમિકની લાશ મળી આવતા ખળભળાટ
- Bhavnagar અલંગ શિપ બ્રેકીંગ યાર્ડની ખોલીમાંથી પરપ્રાંતિય શ્રમિકની લાશ મળી
- સ્થાનિક શ્રમીક લોકો દ્વારા પોલીસને જાણ કરાતા સમગ્ર ઘટનાની જાણ થઇ
- મૃતક શ્રમિક પરપ્રાંતિય UPનો વતની યોગેન્દ્ર હોવાનું જાણવા મળ્યું છે
ભાવનગરના અલંગ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાંથી પરપ્રાંતિય શ્રમિકનું સંદિગ્ધ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. અલંગના પ્લોટ નંબર 24 Rની સામે આવેલી ખોલીમાંથી એક પરપ્રાંતિય શ્રમિકની લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે.
Bhavnagar અલંગ શિપ બ્રેકીંગ યાર્ડની ખોલીમાંથી મૃતદેહ મળી આવ્યો
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પરપ્રાંતિય શ્રમિકનું નામ યોગેન્દ્ર હોવાનું જાણવા મળ્યું છે, અને તે ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. પોલીસને આશંકા છે કે શ્રમિકનું મોત શારીરિક ઈજાઓને કારણે થયું હોઈ શકે છે, જે હત્યાનો મામલો હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે ઘટનાની જાણ સ્થાનિક શ્રમિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી, જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે સત્વરે પહોંચીને સઘન તપાસ હાથ ધરી હતી. પરપ્રાંતિય શ્રમિકનું મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ મોકવામાં આવ્યો છે. પોલીસે સઘન તપાસ હાથ ધરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Bhavnagar અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ વિસ્તારમાં ખળભળાટ
નોંધનીય છે કે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં હજારો પરપ્રાંતિય શ્રમિકો કામ કરે છે, અને આવી ઘટનાઓ વિસ્તારમાં અસુરક્ષાનો માહોલ પેદા કરે છે. પોલીસ હાલમાં ઘટનાના કારણો અને સંજોગોની તપાસ કરી રહી છે. મૃતકના પરિવારને જાણ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચર્ચા ખળભળાટ મચાવ્યો છે.
આ પણ વાંચો: Surat ના સચિન GIDCમાં બની ચોંકાવનારી ઘટના, પૂર્વ પતિએ જ કર્યું પત્નીનું અપહરણ,ઓરોપી પોલીસના સંકજામાં


