Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kutch : ઇભલા શેઠને માર મારવાનાં કેસમાં 41 વર્ષ બાદ ભુજ અદાલતનો મહત્ત્વનો ચુકાદો 

કોર્ટ દ્વારા તત્કાલીન એસપી કુલદીપ શર્મા સહિત 2 આરોપીને 3 મહિનાની સજા ફટકારવામાં આવી છે.
kutch   ઇભલા શેઠને માર મારવાનાં કેસમાં 41 વર્ષ બાદ ભુજ અદાલતનો મહત્ત્વનો ચુકાદો 
Advertisement
  1. Kutch નાં અબડાસાનાં રાજકીય અગ્રણીને માર મારવાનો કેસ
  2. 41 વર્ષ બાદ ભુજ અદાલતે મહત્ત્વનો ચુકાદો સંભળાવ્યો
  3. એસપી કુલદીપ શર્મા સહિત 2 આરોપીને 3 મહિનાની સજા

Kutch : કચ્છ જિલ્લાનાં અબડાસા તાલુકાનાં રાજકીય અગ્રણી ઇભલા શેઠને માર મારવાનાં કેસમાં 41 વર્ષ બાદ ભુજ અદાલતે મહત્ત્વનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટ દ્વારા તત્કાલીન એસપી કુલદીપ શર્મા સહિત 2 આરોપીને 3 મહિનાની સજા ફટકારવામાં આવી છે. લાંબી કાયદાકીય લડત બાદ ભુજ કોર્ટે ચુકાદો આપતા ઈભલા શેઠના પરિવારજનોએ ચુકાદાને આવકાર્યો હતો.

આ પણ વાંચો - Kheda જિલ્લામાં ઝેરી સિરપકાંડનો તાળો મળ્યો નથી ત્યાં ફરી નવો જીરાકાંડ

Advertisement

41 વર્ષ જૂના આ કેસમાં કુલ 4 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો

જણાવી દઈએ કે, વર્ષ 1984 માં નલિયા પોલીસમાં નોંધાયેલા ગુના કામે પૂછપરછનાં બહાને ખોટી હેરાનગતિ ન કરવા આગેવાનો ભુજમાં તત્કાલીન એસપી કુલદીપ શર્માને મળવા આવ્યા હતા. ત્યારે કુલદીપ શર્માએ ઇભલા શેઠને કચેરીમાં (Ibhala Sheth Case) માર માર્યો હતો. જે બાબતે કોર્ટ મારફતે પ્રાઇવેટ ફોજદારી દાખલ કરાવાઈ હતી. 41 વર્ષ જૂના આ કેસમાં કુલ 4 આરોપીઓ સામે ગુનો દાખલ થયો હતો, જેમાંથી બે આરોપી દુનિયામાં હયાત નથી.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : મેમનગરમાં બેફામ કારચાલકે 6-5 વાહનો અડફેટે લીધા, વૃદ્ધ સહિત 2 ઘવાયા

પોલીસવડા કુલદીપ શર્મા સહિત 2 ને 3 માસની કેદ

અદાલતે આ ગુનામાં તત્કાલીન પોલીસવડા કુલદીપ શર્મા (Kuldeep Sharma) તેમ જ તેમની સાથેના આરોપી ગિરીશ વસાવાડાને દોષી જાહેર કરીને 3 માસની સજા અને દંડ ફટકાર્યો છે. લાંબી કાયદાકીય લડત બાદ ભુજ કોર્ટે (Kutch) ચુકાદો આપતા ઈભલા શેઠનાં પરિવારજનોએ ચુકાદાને આવકાર્યો હતો. ઇભલા શેઠ આ દુનિયામાં હયાત નથી પરંતુ, પરિવારજનોએ 'કુદરતનાં ઘરે દેર છે પણ અંઘેર નહીં' કહીને એકબીજાને મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડી ચુકાદાને આવકાર્યો હતો.

અહેવાલ : કૌશિક છાંયા, કચ્છ

આ પણ વાંચો - Ahmedabad : AMC નાં નવા કમિશનર તરીકે ચાર્જ સંભાળતા જ બંચ્છાનિધી પાની એક્શન મોડમાં!

Tags :
Advertisement

.

×