Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CJ Chavda: લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો, સી.જે ચાવડાએ આપ્યું રાજીનામું

CJ Chavda: આગામી ટૂંક સમયમાં હવે લોકસભા 2024 ની ચૂંટણી યોજાવાની છે. થોડા સમયમાં ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ શકે છે. ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો ચૂંટણીલક્ષી કાર્યોમાં જોડાઈ ગયા છે. ચૂંટણીની તૈયારીઓ વચ્ચે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના...
cj chavda  લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો  સી જે ચાવડાએ આપ્યું રાજીનામું
Advertisement

CJ Chavda: આગામી ટૂંક સમયમાં હવે લોકસભા 2024 ની ચૂંટણી યોજાવાની છે. થોડા સમયમાં ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ શકે છે. ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો ચૂંટણીલક્ષી કાર્યોમાં જોડાઈ ગયા છે. ચૂંટણીની તૈયારીઓ વચ્ચે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા એવા સી.જે ચાવડાએ રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે, સી.જે ચાવડા વિજાપુર વિધાનસભા સીટના ધારાસભ્ય હતા.

કોંગ્રેસને ચૂંટણી પૂર્વે મોટો ફટકો પડ્યો

સુત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે રાજીનામું આપ્યા બાદ ચાવડા ભાજપમાં જોડાઈ શકે છે. સી.જે ચાવડાના રાજીનામાથી કોંગ્રેસે ચૂંટણી પૂર્વે મોટો ફટકો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના 17 ધારાસભ્યો જીત્યા હતાં. તેમાંથી સી.જે ચાવડા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાંના એક કહેવાતા હતા. સી.જે ચાવડા વિપક્ષ તરીકે સરકાર સામે મક્કમતાથી પોતાની વાત મુકતા આવ્યા છે. જો કે, હવે તેઓએ કોગ્રેસમાંથી રાજીનામું આપતા કોંગ્રેસ માટે ચિંતાનો વિષય છે.

Advertisement

Advertisement

ચૂંટણી પૂર્વે ગુજરાતના રાજકારણમાં ઉથલ પાથલ

ચૂંટણી પહેલા જ અત્યારે વિપક્ષોમાં ભંગાણ સર્જાઈ રહ્યું છે. અત્યારે ગુજરાતમાં પણ ચૂંટણી પૂર્વે રાજકારણમાં ઉથલ પાથલ થવા લાગી છે. આ પહેલા કોંગ્રેસના એક ધારાસભ્યે રાજીનામું આપ્યું હતું. હવે ફરી એક રાજીનામું પડતા કોંગ્રેસ માટે સંકટનો વિષય છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું અને કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે પણ થોડા સમય અગાઉ રાજીનામું આપ્યું હતું.

દેશમાં અત્યારે રામ મંદિરની તૈયારીઓ ચાલી રહીં છે. ભાજપ દ્વારા 2024ની લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર પણ શરૂ કરી દેવા આવ્યો છે. જોકે, કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણીલક્ષી પ્રચાર થઈ રહ્યો છે, પરંતુ કોંગ્રેસમાંથી એક બાદ એક દિગ્ગજ નેતાઓના રાજીનામા પડી રહ્યા છે. તે કોંગ્રેસ માટે ભારે ચિંતાનો વિષય છે.

આ પણ વાંચો: બેદરકારીએ હદ વટાવી! સેવઉસળવાળો બોટનો અનુભવી કઈ રીતે હોઈ શકે?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×