પ્રજાહિતમાં Gujarat First નો મોટો અહેવાલ! તમારા ઘરે આવતી વસ્તુઓ અસલી છે કે નકલી?
- શું તમારે નકલી વસ્તુઓ તો નથી ખાઈ રહ્યાં ને?
- વેપારીઓ દૂધના નામે વેચી રહ્યાં છે માત્ર પાણી
- નકલીનો ખેલ પાડવા Gujarat First દ્વારા કરવામાં આવ્યું મેગા ઓપરેશન
Gujarat First mega operation: દિવાલીનો તહેવાર ચાલી રહ્યો છે. લોકો અત્યારે બજારમાં જઈને ખરીદી પણ કરતા હોય છે. આ સાથે લોકો મીઠાઈ પણ આ દિવસોમાં ખુબ જ ખાતા હોય છે. પરંતુ શું તમને ખબર છે આ બધી વસ્તુઓ બનાવવા માટે વપરાતી વસ્તુ અસલી છે કે, નકલી? ગુજરાત ફર્સ્ટ દ્વારા એક મેગા ઓપરેશન કરવામાં આવ્યું છે. દિવાળીના તહેવાર આવી રહ્યા છે ત્યારે માર્કેટમાં દૂધની ખૂબ મોટી ડિમાન્ડ ઊભી થઈ છે અને પરિણામે દૂધનું પ્રોડક્શન કઈ રીતે વધે તેવા અલગ અલગ કીમિયા વેપારીઓએ અપનાવ્યા છે. ગુજરાત ફર્સ્ટ જન હિતમાં લોકોને જાગૃત કરવાનો એક પ્રયાસ હાથ ધર્યો અને અમે નકલી દૂધ જે માર્કેટમાં વેચાય છે તે કઈ રીતે બને અને કઈ રીતે આપના ઘર સુધી પહોંચે છે તેના ઉપર એક રિપોર્ટ તૈયાર કર્યો છે. ચાલો જોઈએ ગુજરાત ફર્સ્ટનો આ ખાસ રિપોર્ટ
આરોગ્ય વિભાગ કેમ છે મૌન મોટો સવાલ?
ગુજરાત ફર્સ્ટના મેગા ઓપરેશનમાં અમારી સાથે ફૂડ એક્સપર્ટ પણ જોડાયા હતાં. માર્કેટમાં અત્યારે નકલી દૂધનો વેપલો ચાલી રહ્યો છે. જેટલી દૂધની જરૂરિયાત છે તેની સામે તેટલું ઉત્પાદન પણ નથી. મહત્વની વાત એ છે કે, ઝીરો ફેટ દૂધ કે જેનું કોઈ મૂલ્ય નથી તેની અંદર શેમ્પુ જેવી વસ્તુ ઉમેરી અને તેની ફેટ વધારતા હોય છે. ઝીરો ફેટ દૂધનું ફેટ વધી જાય તો તેની કિંમત પણ અનેક ગણી વધી જતી હોય છે. વેપારીઓ દૂધના ફેટ વધારી અંદર મન ફાવે તેટલું પાણી નાખે છે. ઝેરી કેમિકલ વાળા દૂધથી ફેટ વધારવામાં આવે છે. વેપારીઓ દૂધના નામે પાણી વેચીને રૂપિયા કમાઈ રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ આવી રીતે લોકોના આરોગ્ય સાથે કરી ખીલવાડ પણ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, દૂધને સંપૂર્ણ ખોરાક મનાવામાં આવે છે, પરંતુ આ નકલી દૂધ આરોગ્ય માટે હાનિકારક છે.
લોકો જાગૃત બનશે તો આપોઆપ ભેળસેળિયા ભાગી જશે
દિવાળીની સિઝનમાં મીઠાઈઓ પુષ્કળ પ્રમાણમાં બને અને તેમાં ઘીનો વપરાશ પણ વધે છે. એક તરફ માર્કેટમાં ઘીનું એટલું ઉત્પાદન નથી કે જેટલી તેની જરૂરિયાત છે ત્યારે આ ઘી કેવી રીતે બનાવવામાં આવે છે અને નકલી ઘી આપના ઘર સુધી આપના સુધી કઈ રીતે પહોંચે છે તેના ઉપર ગુજરાત ફર્સ્ટે રિપોર્ટ તૈયાર કર્યો છે. નકલી ઘીનો મોટો કારોબાર અને આ નકલી ઘી કઈ રીતે બને છે તેને લઈને અમે એક ડેમોસ્ટ્રેશન હાથ ધર્યું. અને તેના થકી આપને સજાગ કરવાનો આ અમારો એક પ્રયાસ છે.
આ પણ વાંચો: Surat: દિવાળી પહેલા ઉધના રેલવે સ્ટેશનમાં ઉભરાયું કિડિયારું, પરપ્રાંતિયો વતન જવા માટે આતુર
કઈ રીતે નકલી ઘી અસલી તરીકે આપણા ઘર સુધી પહોંચે છે?
અત્યારે અવાર નવાર નકલીની વસ્તુઓ ઝડપાઈ રહી છે. ડાલડા ઘી, સનફ્લાવર ઓઇલ અને એસેન્સ થકી નકલી ઘી બની રહ્યું છે. કોઈપણ પ્રકારનું નિમ્ન કક્ષાનું ઓઇલ તેમાં ડાલડા ઘી નાખો અને માર્કેટમાં મળતું એસેન્સ નાખો એટલે તે અસલી ઘી બની જતું હોય છે. અસલી ઘી જેવા સ્વાદ અને સુગંધ તમને નકલીનો અહેસાસ પણ ન થવા દે.પરંતુ તે ખુબ જ હાનિકારક છે. તમે અસલીની કિંમત ચૂકવો છો છતાં પણ તમને નકલી ઘી મળે છે, જે તમારા આરોગ્ય માટે પણ હાનિકારક સાબિત થઈ શકે છે. વેપારીઓને બખ્ખા સો રૂપિયા કિલોએ બનતું ઘી માર્કેટમાં અસલીના નામે 800 થી 1000 રૂપિયા કિલો વેચાય અને વેપારી માલામાલ થઈ જાય છે.
નકલી તેલનો કારોબાર સતત ફુલ્યો ફાલ્યો, પણ કાર્યવાહી ક્યારે?
દિવાળીના તહેવારો છે ત્યારે મોટે ભાઈ નકલી તેલનો પણ ઉપયોગ થઈ રહ્યો છે એક તરફ આરોગ્ય વિભાગ ના દરોડામાં ઠેર ઠેર નકલી ઘી, દૂધ તેલ વિગેરે ઝડપાય છે પરંતુ તે કાર્યવાહી માત્ર નામ પૂરતી હોય તેવું જણાઈ આવે છે. કેમ કે નકલી તેલનો કારોબાર સતત ફુલ્યો ફાલ્યો છે ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગ પ્રોપર એક્શનમાં નથી પરિણામે વેપારીઓ કમાઈ લેવાના મૂડમાં છે અને લોકોના આરોગ્યની સાથે રીતસરનો અખતરો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે લોકોના જીવ માટે મોટું જોખમ ઊભું થયું છે. ખાદ્ય તેલ એક એવી પ્રોડક્ટ છે કે જે દરેકના ઘરમાં વપરાય છે. ઘરમાં મોટાભાગની કોઈપણ ખાદ્ય પદાર્થ બને તો તેમાં તેલનો ઉપયોગ થાય. દિવાળીની સિઝન છે મોટા પાયે ફરસાણ બનાવવામાં આવે છે લોકો એવું ઈચ્છે છે કે તેમને સારું અને આરોગ્યપ્રદ તેલ મળી રહે પરંતુ માત્ર કમાઈ લેવામાં માનતા વેપારીઓ તેમને હલકી કક્ષાનું પામોલીન ઓઇલ પધરાવી રહ્યા છે.
આ પણ વાંચો: Kheda: લ્યો બોલો! પોલીસ જ ઉડાવ્યા દારૂબંધીના લીરેલીરા, DYSP કચેરીમાં જ ASI દારૂ પીને પહોંચ્યા
સસ્તું તેલ મોંઘા ભાવે વેચી વેપારીઓ ધીકતો ધંધો કરી રહ્યા છે
માર્કેટમાં નકલી તેલનો મોટો કારોબાર લોકોના આરોગ્યને જોખમમાં મુકે છે. સીંગતેલ, કપાસિયા તેલ કે સનફ્લાવર તેલ કોઈ પણ તેલ હોય તેનું મૂળ પામોલીન તેલ હોવાનું સામે આવ્યું છે. માર્કેટમાં વિવિધ ફ્લેવરના કેમિકલ ઉપલબ્ધ છે જે પામોલીન તેલમાં નાખતા જ તે તેલ સીંગતેલ બની જાય અને કપાસીયા તેલ પણ બની જાય છે. જે તમને એકદમ અસલી જ લાગે છે. એસેન્સના બે ટીપા નાખો અને ધારો તે ક્વોલિટીનું તેલ તૈયાર થાય છે. સસ્તું તેલ મોંઘા ભાવે વેચી વેપારીઓ ધીકતો ધંધો કરી રહ્યા છે. ગ્રાહકો તે માટે ખુબ જ પૈસા આપે છે પરેતું તમને કેમિકલ વાળું પામોલીન તેલ મળી રહ્યું છે.
મીઠાઈ પણ નકલી હોવાનું સામે આવ્યું
દિવાળીના તહેવારમાં દરેકના ઘરમાં મીઠાઈ આવે છે અને મીઠાઈ બને છે પરંતુ તે મીઠાઈ પણ નકલી હોવાનું સામે આવ્યું છે. માર્કેટમાં વેપારીઓ કમાઈ લેવાના મૂડમાં છે અને પરિણામે બરફી નામની પ્રોડક્ટ નો મીઠાઈના પ્રોડક્શનમાં વપરાશ થઈ રહ્યો છે. મીઠી બરફી વનસ્પતિ પ્રોડક્ટ માંથી બનાવવામાં આવે છે અને તેમાં ગળપણ ઉમેરવાની પણ જરૂર પડતી નથી. આ બરફી માર્કેટમાં 100 થી 150 રૂપિયા કિલો આસાનીથી મળી જાય છે અને તે બરફી નો સીધો જ ઉપયોગ મીઠાઈમાં કરવામાં આવે છે. માવો વેપારીઓને મોંઘો પડે છે અને પરિણામે વેપારીઓ મીઠાઈ માટે બરફી નો ઉપયોગ કરે છે. જે આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક છે માત્ર 100 રૂપિયે કિલોમાં મળતી બરફી જેની મીઠાઈ બનતા તે 500 થી હજાર રૂપિયા કિલો આસાનીથી વેચાઈ જાય છે જેના કારણે વેપારીઓને મોટો નફો તો સામે ગ્રાહકોના આરોગ્યને મોટું નુકસાન પણ થઈ રહ્યું છે.
ગ્રાહકોને બરફીના નામે નકલી માવો પીરસાય છે
અત્યારે નકલી માવાની નકલી મીઠાઈ અનેક બીમારીઓને આમંત્રણ આપી રહીં છે. વેપારીઓ અત્યારે માર્કેટમાં બરફીના નામે નકલી માવો ગ્રાહકોને પીરસી રહ્યા છે. પેંડા હોય, ગુલાબજાંબુ હોય કે માવાની હોય કોઈ પણ મીઠાઈ તેમાં મોટેભાગે મીઠાઈની બનાવટમાં વેપારીઓ બરફીનો ઉપયોગ કરી રહ્યાં છે. વિવિધ વનસ્પતિ પ્રોડક્ટમાંથી બનતી આ બરફી સસ્તા ભાવે મળે છે અને વેપારીઓ તેની વિવિધ મીઠાઈઓ બનાવી મોંઘા ભાવે વેચે છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, અમદાવાદમાં પણ મોટેપાયે બરફી પ્રોડક્શનનું થઈ રહ્યું છે જે આખા દેશમાં સપ્લાય કરવામાં આવે છે.


