Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતમાં કેસરિયો ધ્વજ મજબૂતાઈથી લહેરાવનાર અને ભાજપના ચાણક્ય Amit Shah નો આજે જન્મદિવસ

અમિત શાહે જીવનની સૌ પહેલી ચૂંટણી ધોરણ 7માં મોનિટર પદે જીતેલી અમિત શાહ વર્ષ 1987માં ગુજરાત ભાજપ યુવા મોરચામાં જોડાયા હતાં વર્ષ 2002માં ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન બન્યા હતા અમિત શાહ Union Home Minister Amit Shah: ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી...
ભારતમાં કેસરિયો ધ્વજ મજબૂતાઈથી લહેરાવનાર અને ભાજપના ચાણક્ય amit shah નો આજે જન્મદિવસ
Advertisement
  1. અમિત શાહે જીવનની સૌ પહેલી ચૂંટણી ધોરણ 7માં મોનિટર પદે જીતેલી
  2. અમિત શાહ વર્ષ 1987માં ગુજરાત ભાજપ યુવા મોરચામાં જોડાયા હતાં
  3. વર્ષ 2002માં ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન બન્યા હતા અમિત શાહ

Union Home Minister Amit Shah: ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)નો આજે જન્મદિવસ છે. હિન્દુસ્તાનની રાજનીતિનો સૌથી ચમકતો અને દમદાર ચહેરો જેમણે ઘડેલી રણનીતિના કૌશલ્ય થકી જ વર્ષ 2014માં ભાજપે રેકોર્ડબ્રેક બેઠકો જીતી. ભાજપ ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર સંપૂર્ણ બહુમતિ સાથે સત્તાના સિંહાસન સુધી પહોંચવામાં સફળ રહ્યો. પેજ પ્રમુખની આગવી રણનીતિ થકી ઉત્તરપ્રદેશમાં જાતિ અને જ્ઞાતિના તમામ સમીકરણોને ધ્વસ્ત કરીને 80માંથી 73 બેઠકો પર NDAને ભવ્ય વિજય અપાવ્યો. જેમણે ગુજરાતના માનીતા મુખ્યમંત્રી પદેથી નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચાડવામાં સિંહફાળો આપ્યો છે. ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહના કાર્યકાળમાં જ ભાજપે દેશભરમાં કેસરિયો ધ્વજ મજબૂતાઈથી લહેરાવ્યો છે.

Advertisement

અમિત શાહ એટલે હિન્દુસ્તાનના મોટા હિસ્સામાંથી નકસલવાદને નાબૂદ

અમિત શાહ (Amit Shah)ની સીધી નજર હેઠળ ઉત્તરપ્રદેશ અને બિહારની સાથે ઉત્તર ભારતના મોટા હિસ્સામાં સતત સફળતા મેળવીને પાર્ટી આજે લગભગ અજેય બની ચૂકી છે. પૂર્વ ભારતના ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભાજપને શાનદાર સફળતા મળી એ યશના હકદાર પણ અમિત શાહ જ છે. સંસદથી લઈ રસ્તા સુધી તમામ મોરચે વિરોધી પક્ષોના નેતાઓઓેને આકરી ભાષામાં વળતો જવાબ આપે છે. જે કાશ્મીરમાંથી એકઝાટકે કલમ 370 દૂર કર્યા બાદ શાંતિ અને સલામતિ સ્થપાય, જમ્મુ-કાશ્મીરમાં વિકાસકાર્યો અને રોજગારીની નવી તકોના સર્જન થકી જનતાની સુખ-સુવિધા અને પ્રગતિ વધે તે માટે સતત પ્રયાસરત રહે છે. હિન્દુસ્તાનના મોટા હિસ્સામાંથી નકસલવાદને નાબૂદ કર્યા બાદ પણ વિરામ લેવાના મૂડમાં નથી. એવા બાહોશ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો આજે જન્મદિવસ છે.

Advertisement

આ પણ વાંચો: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો 60મો જન્મદિવસ : PM મોદી સહિત રાજકીય નેતાઓએ પાઠવી શુભકામનાઓ

જીવનની સૌ પહેલી ચૂંટણી ધોરણ 7માં મોનિટર પદે જીતી

અમિત શાહનો જન્મ પણ 22 ઓક્ટોબર 1964ના દિવસે મુંબઈમાં થયો હતો. પૂર્ણિમાના દિવસે જન્મેલા અમિત શાહ અભ્યાસમાં હોંશિયાર હતા, તો નેતૃત્વના ગુણો પણ પહેલાથી જ હતા. અમિત શાહે ચડેલી રાજકીય સફળતાની સીડીઓથી તો હાલ દરેક લોકો પરીચિત છે. પરંતુ બહુ ઓછો લોકોને જાણ હશે કે તેમણે જીવનની સૌ પહેલી ચૂંટણી ધોરણ 7માં મોનિટર પદે જીતી હતી. આ સમયે ક્લાસના 75 ટકા બાળકોએ સર્વાનુમતે અમિત શાહને પસંદ કર્યા હતા. માણસામાં બાળપણ દરમિયાન ક્રિકેટ અને ગિલ્લી-દંડો રમવાના શોખીન અમિત શાહની પહેલી પસંદ હંમેશાથી શતરંજ હતી. મૂળ ગુજરાતી અમિત શાહના પિતા મુંબઈમાં વસતા હતા. જે બાદ વતન માણસાની સ્કૂલમાં ધોરણ નવ સુધીનો પ્રાથમિક અભ્યાસ કરીને અમદાવાદમાં કોલેજમાં અભ્યાસ કરવા પહોંચ્યા હતાં.

આ પણ વાંચો: 16th BRICS Summit : PM મોદી રશિયાની બે દિવસીય મુલાકાતે, ચીન સાથે થઇ શકે છે દ્વિપક્ષીય વાર્તાલાપ

કોલેજમાં અભ્યાસ દરમિયાન જ ABVPમાં સક્રિય થઈ ગયા હતા

અમિત શાહ અમદાવાદની કોલેજમાં અભ્યાસ દરમિયાન જ ABVPમાં સક્રિય થઈ ગયા હતા. વર્ષ 1987માં ગુજરાત ભાજપ યુવા મોરચામાં જોડાયા હતાં. પીએમ નરેન્દ્ર મોદી સાથે રહીને રાજકીય સફળતાની સીડીઓ અત્યંત ઝડપથી ચડયા. ગુજરાતમાં ભાજપના વિસ્તારમાં ફાળો આપનારા શાહને જીવનનું પહેલું ઈનામ 1997માં મળ્યું હતું. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તો અમિત શાહ અમદાવાદની સરખેજ બેઠકથી ધારાસભ્ય બન્યા હતાં અને પછી વર્ષ 2002માં ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન બન્યા હતા. એટલું જ નહીં પરંતુ અનેક જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવ્યા બાદ વર્ષ 2014માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બન્યા અને કેન્દ્રમાં ભાજપની સરકાર અને અનેક રાજ્યોમાં ભાજપને જીતાડવાની સાથે જ ભાજપને દુનિયાનો સૌથી મોટો પક્ષ બનાવ્યો. વર્ષ 2019માં બીજી વાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા. ત્યારે આ સમયે સંગઠનમાં માહેર અમિત શાહને સરકારમાં નંબર 2નું પદ એટલે કે ગૃહ પ્રધાન બનાવવામાં આવ્યા હતાં.

આ પણ વાંચો: કેનેડા સાથેનાં તણાવ વચ્ચે PM મોદીનું મોટું નિવેદન! કહ્યું- ભારત હળવા સંબંધોમાં..!

Tags :
Advertisement

.

×