ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Unjha APMCની ચૂંટણી બાદ હવે નકલી મુદ્દે રાજનીતિ! રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પર ગંભીર આક્ષેપો

Unjha: મહેસાણા ઊંઝાના પૂર્વ ધારાસભ્ય અને સરકારના પૂર્વ મંત્રી નારાયણ પટેલે ગંભીર આક્ષેપો લગાવ્યાં. નકલી અને ભેળસેળીયા જીરા અને વરિયાણી મુદ્દે ગંભીર આક્ષેપો
10:47 AM Dec 21, 2024 IST | VIMAL PRAJAPATI
Unjha: મહેસાણા ઊંઝાના પૂર્વ ધારાસભ્ય અને સરકારના પૂર્વ મંત્રી નારાયણ પટેલે ગંભીર આક્ષેપો લગાવ્યાં. નકલી અને ભેળસેળીયા જીરા અને વરિયાણી મુદ્દે ગંભીર આક્ષેપો
BJP leader Narayan Patel, Unjha
  1. મહેસાણાથી લઈને ગાંધીનગર સુધી ભ્રષ્ટાચારઃ નારાયણ પટેલ
  2. ખાલી મોટા ભા થવા ફૂડ વિભાગ દરોડા પાડે છેઃ નારાયણ પટેલ
  3. 'નકલી માલનો નાશ, આરોપીને સજા થઈ હોય તો બતાવો'

Unjha: ઊંજામાં નકલી જીરૂ અને વરીયાળી ઉત્પાદન મામલે અત્યારે મોટા સમાચાર સામે આવ્યાં છે. તેવામાં હવે ઊંઝાના વરિષ્ઠ ભાજપના આગેવાન નારણકાકાએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે. મળતી જાણકારી પ્રમાણે મહેસાણા ઊંઝાના પૂર્વ ધારાસભ્ય અને સરકારના પૂર્વ મંત્રી નારાયણ પટેલે ગંભીર આક્ષેપો લગાવ્યાં છે. નોંધનીય છે કે, નારાયણ પટેલ ભાજપના વરિષ્ઠ અને પીઢ નેતા છે. અત્યારે નારાયણ પટેલે નકલી અને ભેળસેળીયા જીરા અને વરિયાણી મુદ્દે ગંભીર આક્ષેપો કર્યાં હોવાનું સામે આવ્યું છે. નારાયણ પટલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આડે હાળ લીધું છે.

ભેળસેળનો કાળો કારોબાર બહુ વધ્યો છેઃ નારાયણ પટેલ

નારાયણ પટેલે કહ્યું કે, ફૂડ વિભાગ ખાલી મોટા થવા માટે જ રેડ પાડે છે પરંતુ કોઈ કાર્યવાહી કરતા નથી. અત્યાર સુધીમાં લાખો કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો હશે. પરંતુ આ મામલે કોને સજા થઈ નથી તેનો નારાયણ પટેલે આક્ષેપ લાગાવ્યો છે. નારાયણ પટેલે કહ્યું કે, 'નકલી માલનો નાશ અને આરોપીને સજા થઈ હોય તો બતાવો?' આના કારણ માત્ર પ્રામાણિક વ્યાપારીઓને નુકસાન થઈ રહ્યું છે. અત્યારે ભ્રષ્ટાચારના કારણે ભેળસેળીયા બેફામ બન્યા છે અને મહેસાણાથી લઈને ગાંધીનગર સુધી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. પરંતુ કોઈના પર કોઈ કાર્યવાહી થઈ નથી.

આ પણ વાંચો: Gujarat First Reality Check: બોપલ શીલજ ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટ શોભાના ગાંઠીયા સમાન

ભેળસેળનો કાળો કારોબાર બહુ વધ્યો છેઃ નારાયણ પટેલ

વધુમાં નારાયણ પટેલે કહ્યું કે, ઊંઝામાં અમુક વ્યાપારીઓ પ્રામાણિક છે અને આવા ભ્રષ્ટાચારના કારણે તેમને નુકસાન થઈ રહ્યું છે. કારણ કે, ભેળસેળ કરનાર સસ્તા ભાવે જીરું -વરિયાળી આપી શકે છે પરંતુ જે ભેળસેળ વિનાનો શુદ્ધ માલ છે તેઓ વેપાર કરી શકતા નથી. એટલું જ નહીં પરંતુ ઊંઝા માર્કેટ કમિટીના આંખ આડા કાનથી ભેળસેળ થાય છે જેવા ગંભીર આક્ષેપો લગાવ્યા છે. ઊંઝા વિસ્તારના નકલી અને ભેળસેળનો કાળો કારોબાર છેલ્લા વર્ષોમાં બહુ વધ્યો છે. જેને લઈને અત્યારે નારાયણ પટેલે ગંભીર આક્ષેપો લગાવ્યો છે. એટલું જ નહીં પરંતુ કોંગ્રેસને આવેદન આપ્યું એટલે નારાયણ પટેલે કોંગ્રેસનો પણ આભાર માન્યો હતો.

આ પણ વાંચો: Ahmedabad : હાઇબ્રિડ ગાંજાનાં જથ્થા સાથે એકની ધરપકડ, કરોડોમાં છે કિંમત

કલી જીરાની પ્રવૃત્તિ માટે આખો સમાજ જવાબદારઃ MLA કિરીટ પટેલ

નકલી જીરાનો કાળો કારોબાર સામે ઊંઝા MLA કિરીટ પટેલે આખા સમાજને જવાબદાર ઠેરવ્યો છે. નકલી જીરાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે તેમાં ઊંઝાના MLA કિરીટ પટેલનું નિવેદન સામે આવ્યું છે. MLA કિરીટ પટેલે કહ્યું કે, ‘નકલી જીરાની પ્રવૃત્તિ ઊંઝામાં વિકસી રહી છે. તેના માટે આખો સમાજ જવાબદાર છે. નકલી જીરાની પ્રવૃત્તિ કરવા વાળા પોતાના નજીવા સ્વાર્થ માટે આવું કરી રહ્યા છે. આ પ્રવૃત્તિને ચલાવી ના લેવી જોઈએ. આરોગ્ય સાથે ચેડાં કરનારા સામે કડકમાં કડક સજા થવી જોઈએ.’

આ પણ વાંચો: Ahmedabad : 'Celebrity Super Six' નાં Celebrity એ વિદ્યાર્થીઓ સાથે રમી ક્વિઝ, જુઓ Video

Tags :
BJP leader Narayan Patelduplicate cuminduplicate fennelfake cuminFake FennelGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsNarayan PatelState Food and Drugs DepartmentTop Gujarati NewsUnjha
Next Article