ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પરશોત્તમ રૂપાલાના વિવાદને લઇને ભાજપનું ડેમેજ કન્ટ્રોલ, રોષને શાંત કરવા જયરાજસિહ સક્રિય

કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર (BJP Candidate) પરશોતમ રુપાલા (Parshottam Rupala) એ રાજા રજવાડા અંગે કરેલી ટીપ્પણી બાદ ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજ (Kshatriya community) લાલઘુમ બન્યો છે. ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનોએ પરશોતમ રુપાલા (Parshottam Rupala) નો વિરોધ કરતા વિરોધની...
11:18 AM Mar 29, 2024 IST | Hardik Shah
કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર (BJP Candidate) પરશોતમ રુપાલા (Parshottam Rupala) એ રાજા રજવાડા અંગે કરેલી ટીપ્પણી બાદ ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજ (Kshatriya community) લાલઘુમ બન્યો છે. ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનોએ પરશોતમ રુપાલા (Parshottam Rupala) નો વિરોધ કરતા વિરોધની...
Parshottam Rupala Controversy

કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર (BJP Candidate) પરશોતમ રુપાલા (Parshottam Rupala) એ રાજા રજવાડા અંગે કરેલી ટીપ્પણી બાદ ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજ (Kshatriya community) લાલઘુમ બન્યો છે. ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનોએ પરશોતમ રુપાલા (Parshottam Rupala) નો વિરોધ કરતા વિરોધની આગ ભાજપ (BJP) ને દજાડી રહી છે. પરશોતમ રુપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી હોવા છતા પણ ક્ષત્રિય સમાજનો રોષ યથાવત રહેતા ભાજપ મોવડીઓ માટે પણ મુંઝવણ શરુ થઈ છે.

પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્રારા ડેમેજ કન્ટ્રોલના પ્રયત્નો

દરમિયાન વિવાદને પુરો કરવા સ્થાનીક અને પ્રદેશ ભાજપનું ડેમેજ કંટ્રોલ નિષ્ફળ ગયુ છે. ત્યારે હવે ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજમાં પ્રભુત્વ ધરાવતા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાને ડેમેજ કંટ્રોલનું સુકાન સોંપાયુ છે. આવતીકાલ શુક્રવાર સાંજે જયરાજસિહના સેમળા સ્થિત ગણેશગઢ ફાર્મ હાઉસ ખાતે ક્ષત્રિય સમાજના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, વિવિધ સંગઠનોના આગેવાનો સહિતની બેઠકનું આયોજન કરાયું છે. પરશોતમ રુપાલા (Parshottam Rupala) સામે ક્ષત્રિય સમાજનો વિરોધ શાંત બને અને "ઘીના ઠામ માં ઘી" પડી જાય તેવા પ્રયત્નો જયરાજસિહ કરવાના છે. લોકસભાની ચૂંટણી વચ્ચે જ વિવાદી વિધાન દ્વારા પરશોતમ રુપાલા ખરેખરના ફસાયા હોય તેમનો બચાવ કરવા ભાજપ દ્વારા હવે જયરાજસિહ જાડેજાને સુકાન અપાયુ છે.

શું છે સમગ્ર મામલો ?

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી પુરુશોત્તમ રૂપાલા (Parshottam Rupala) એ થોડા દિવસ પહેલા દલિત સમાજ દ્વારા કરવામાં આવેલા એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યા તેમણે કહ્યું હતું કે, માહારાજાઓ અંગ્રેજો સામે નમ્યા હતા. મહારાજાઓ દ્વારા રોટી-બેટીનો વ્યવહાર કરવામાં આવ્યો હતો. ત્યારે તેમના આ નિવેદનનો એક વીડિયો વાયરલ થયો હતો. આ નિવેદન બાદથી જ ક્ષત્રિય સમાજ ગુસ્સે ભરાયો છે. ક્ષત્રિય સમાજ દ્વારા તેમના નિવેદનને અપમાન જનક ગણવામાં આવ્યું હતું.

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો - Controversy: પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવા રાજપૂત સમાજની માગ

આ પણ વાંચો - Parasottam Rupala : મંત્રી પરશોત્તમ રૂપાલાને લાગી તલવાર, મ્યાનમાંથી કાઢતી વેળાએ થઈ ઇજા

Tags :
BJPBJP's damage controlcontroversydamage controlGujaratGujarat FirstGujarat NewsGujarati NewsJayarajsih JadejaLok Sabha Election 2024Lok Sabha ElectionsLok Sabha elections 2024Lok-Sabha-electionParshottam RupalaParshottam Rupala controversy
Next Article