ખેડાના Bogus CCC Certi. Scam માં કસૂરવાર શિક્ષકોને બચાવવા ઢાંકપીછોડા
- Bogus CCC Certi. Scam,
- Kheda જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગની ખુલી પોલ
- શિક્ષક સંઘના કેટલાક હોદ્દેદારો-અધિકારીઓ ભીનું સંકેલવા સક્રિય
- ડમી સર્ટિઓ અંગે સામાન્ય દંડ, રિકવરી કરાવી ક્લિન ચિટ આપવા પ્રયાસ
- નાણાં વિભાગે આવા તત્વો સામે પોલીસ ફરિયાદ કરવા કર્યો હતો પરિપત્ર
Bogus CCC Certi. Scam : ખેડા (Kheda) જિલ્લામાં CCC ના ડમી સર્ટિ રજૂ કરી ઉચ્ચત્તરનો લાભ લેવાના પ્રયાસ મામલે ચોંકાવનારી વિગત સામે આવી છે. ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ જ કસૂરવાર શિક્ષકોને બચાવવા ઢાંકપીછોડા કરી રહ્યો છે. સૂત્રો જણાવી રહ્યા છે કે, શિક્ષક સંઘના કેટલાક હોદ્દેદારો-અધિકારીઓ ભીનું સંકેલવા સક્રિય બન્યા છે. આ અધિકારીઓ CCC ના ડમી સર્ટિફિકેટ્સ અંગે સામાન્ય દંડ, રિકવરી કરાવી ક્લિન ચિટ આપવા પ્રયાસ કરી રહ્યા છે.
શું છે Bogus CCC Certi. Scam ?
ખેડા જિલ્લામાં જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળામા ફરજ બજાવતા કેટલાક શિક્ષકોએ CCC ના ખોટા સર્ટિફિકેટ રજૂ કર્યા હોવાનું બહાર આવતા ચકચાર મચી ગઈ છે. જે શિક્ષકોએ વિદ્યા સહાયક તરીકેની નિમણૂક મેળવી છે. આવા શિક્ષકોએ ફૂલ પગારમાં આવતા પહેલા CCC નું પ્રમાણપત્ર જોડવાનું ફરજિયાત બને છે. આ કિસ્સામાં 150 થી વધુ શિક્ષકોએ CCC ના ખોટા સર્ટિફિકેટ રજૂ કર્યા હતા. હવે, શિક્ષક સંઘના કેટલાક હોદ્દેદારો-અધિકારીઓ ભીનું સંકેલવા સક્રિય બન્યા છે. આ અધિકારીઓ CCC ના ડમી સર્ટિફિકેટ્સ અંગે સામાન્ય દંડ, રિકવરી કરાવી ક્લિન ચિટ આપવા પ્રયાસ કરી રહ્યા છે.
Bogus CCC Certi. Scam Gujarat First-23-08-2025-
આ પણ વાંચોઃ Vadodara : પોદાર ઇન્ટરનેશનલ સ્કુલમાં હુમલાની ઘટના અંગે પોલીસ તપાસ હાથ ધરાઇ
મહેમદાવાદના શિક્ષકો સૌથી વધુ
Bogus CCC Certi. Scam માં મહેમદાવાદના સૌથી વધુ શિક્ષકોએ ડમી સર્ટિ.થી ઉચ્ચતર લાભ લેવાનો પ્રયાસ કર્યો છે. કસૂરવાર રિટાયર્ડ થયેલ શિક્ષકોના પેન્શન કેસો તૈયાર કરવામાં આવ્યા છે. દાખલારૂપ તમામ શિક્ષકો સામે પોલીસ કાર્યવાહી થાય તે જરૂરી છે. જો કે નાણાં વિભાગે આવા તત્વો સામે પોલીસ ફરિયાદ કરવા પરિપત્ર કર્યો હતો. જો કે પોલીસ ફરિયાદ નહિ કરીને કસૂરવાર શિક્ષકોને બચાવવા પ્રયાસ થઈ રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. કસૂરવાર રિટાયર્ડ થયેલ શિક્ષકોના પેન્શન કેસો તૈયાર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Ahmedabad : સેવન્થ ડે સ્કૂલની સામે જ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન, સ્વર્ગસ્થના પિતાએ કરી આ માગ


