BOTAD : જુગારના અનેક ગુન્હાઓમાં સંડોવાયેલ ઢસાના શખ્સને ત્રણ જિલ્લામાંથી ત્રણ મહિના માટે કરાયો તડીપાર
અહેવાલ - ગજેન્દ્ર ખાચર, બોટાદ ગઢડા તાલુકાના ઢસા ગામના શખ્સ જે જુગારના અનેક ગુન્હાઓમાં સંડોવાયેલ હતો તેને બોટાદ પોલીસે બોટાદ, અમરેલી, ભાવનગર એમ ત્રણ જિલ્લામાંથી તડીપારનો હુકમ કરવામાં આવતા પોલીસે શખ્સની ધરપકડ કરી તડીપારના હુકમની બજવણી કરી શખ્સને ત્રણેય જિલ્લા...
Advertisement
અહેવાલ - ગજેન્દ્ર ખાચર, બોટાદ
ગઢડા તાલુકાના ઢસા ગામના શખ્સ જે જુગારના અનેક ગુન્હાઓમાં સંડોવાયેલ હતો તેને બોટાદ પોલીસે બોટાદ, અમરેલી, ભાવનગર એમ ત્રણ જિલ્લામાંથી તડીપારનો હુકમ કરવામાં આવતા પોલીસે શખ્સની ધરપકડ કરી તડીપારના હુકમની બજવણી કરી શખ્સને ત્રણેય જિલ્લા બહાર મોકલી આપેલ છે.
ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર દ્વારા પ્રોહીબીશન/જુગારની બદી દુર કરવા તેમજ પ્રોહી/જુગારની પ્રવુતી સાથે સંકળાયેલ શખ્સો વિરૂધ્ધમાં હદપારી/તડીપારની કાર્યવાહી કરવા આપેલ છે. સુચના અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયાએ જિલ્લામાં જુગારની બદી નેસ્તનાબુદ કરવા જાણીતા જુગારી વિરુધ્ધ હદપારી/પાસા કરવા સુચના આપેલ હોય, જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલના માર્ગદર્શન હેઠળ ઢસા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એલ.સાકરીયા તથા ઢસા પોલીસ સ્ટાફ દ્રારા ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારના અનેક કેસોમાં સંડોવાયેલા અને જાણીતા જુગારી ઢસા ગામના રાકેશભાઇ ઉર્ફે પપ્પુ ઉર્ફે પોલાડ જયસુખભાઇ સુવાણ હદપાર કરવા સારૂ દરખાસ્ત કરવામાં આવેલ જે હદપારી દરખાસ્ત અનુસંધાને બોટાદ સબ.ડીવી. મેજીસ્ટ્રેટે જાણીતા જુગારી રાકેશભાઇ ઉર્ફે પપ્પુ ઉર્ફે પોલાડ જયસુખભાઇ સુવાણને ત્રણ માસ માટે બોટાદ જીલ્લા તથા બોટાદ જીલ્લાને અડીને આવેલ ભાવનગર,અમરેલી,જીલ્લામાંથી હદપારીનો હુકમ કરવામાં આવતા આજરોજ તા.5-11-23 ના રોજ જાણીતા જુગારી રાકેશભાઇ ઉર્ફે પપ્પુ ઉર્ફે પોંલાડ જયસુખભાઇ સુવાણને ઢસા પોલીસે હુકમની બજવણી કરીને શખ્સને બોટાદ જીલ્લા તથા બોટાદ જીલ્લાને અડીને આવેલ ભાવનગર, અમરેલી,જીલ્લામાંથી તડીપાર કરવામાં આવેલ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


