Botad : નગરપાલિકાની ચૂંટણીમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાનો ડોર ટુ ડોર પ્રચાર
- Botad નગરપાલિકાની ચૂંટણીને લઈને પ્રચારના શ્રી ગણેશ
- બોટાદમાં ભાજપ માટે દિગ્ગજ નેતાઓ પ્રચાર મેદાને ઉતર્યા
- કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો
- વોર્ડ નંબર 8 માં વાજતે-ગાજતે ભાજપે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો
બોટાદ નગરપાલિકાની ચૂંટણીને (Botad Municipality Elections) લઈને પ્રચારના શ્રી ગણેશ થયા છે. બોટાદમાં ભાજપનાં ઉમેદવારોને જીતાડવા માટે દિગ્ગજ નેતાઓ પ્રચાર મેદાનમાં ઉતર્યા છે. કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ (Bhanuben Babariya) ડોર ટુ ડોર પ્રચાર કરી ભાજપનાં (BJP) ઉમેદવારોને વોટ આપવા મતદારોને અપીલ કરી છે. વોર્ડ નંબર 8 માં વાજતે-ગાજતે ભાજપે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. બોટાદની 44 પૈકી 10 બેઠક પર BJP નાં ઉમેદવાર બિનહરીફ છે.
આ પણ વાંચો - Ahmedabad : AMC એ રજૂ કર્યું 14 હજાર કરોડનું બજેટ, શહેરીજનોને મળશે આ ખાસ સુવિધાઓ!
કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો
બોટાદમાં (Botad) નગરપાલિકાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષ મતદારોને રીઝાવવા માટે પૂરજોશ કોશિશ કરી રહ્યા છે. ત્યારે સત્તારૂઢ ભાજપે પણ બોટાદમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો ભાજપને વોટ કરે તે માટે પક્ષે દિગ્ગજ નેતાઓને પ્રચારની જવાબદારી સોંપી છે. દરમિયાન, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ બોટાદનાં વોર્ડ નંબર 8 માં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો અને મતદારોને BJP નાં ઉમેદવારોને વોટ આપવા અપીલ કરી હતી. ભાનુબેન સાથે પ્રચારમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.
આ પણ વાંચો - Rajkot : સિવિલ હોસ્પિટલમાં ઉંદરના ત્રાસનો Video વાઇરલ, Gujarat First નાં અહેવાલની અસર
બોટાદની 44 પૈકી 10 બેઠક પર BJP નાં ઉમેદવાર છે બિનહરીફ
બોટાદમાં ભાજપ (Botad BJP) દ્વારા વાજતે-ગાજતે ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે, બોટાદની 44 પૈકી 10 બેઠક પર BJP ના ઉમેદવાર મતદાન પહેલા જ બિનહરીફ જાહેર થયા છે. આથી, હવે બોટાદમાં 34 બેઠકો પર જ મતદાન થશે. આ બેઠકો પર 69 ઉમેદવારો વચ્ચે ટક્કર જોવા મળશે. ભાજપે બોટાદ નગરપાલિકામાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભાજપ જિલ્લા મયુર પટેલે કહ્યું કે, બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપની જ જીત થશે.
આ પણ વાંચો - Surat : હજીરામાં ડમ્પર અને બસ વચ્ચે ગોઝારો અકસ્માત, 1 વ્યક્તિનું મોત


