Botad : લાઠીદડ ગામે નદીમાં કાર તણાયાનો મામલો, લાપતા 5 નાં મૃતદેહ મળ્યા
- Botad નાં લાઠીદડ ખાતે નદીમાં કાર તણાયા મામલે 7 લોકોનાં મોત
- ત્રણ દિવસ પછી તમામ 7 લાપતા વ્યક્તિઓનાં મૃતદેહો મળ્યા
- કારમાં સવાર 9 લોકો પૈકી બે વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો
- આજે સવારથી NDRF ની ટીમે લાપતા લોકોની શોધખોળ આદરી હતી
બોટાદનાં (Botad) લાઠીદડ ગામ ખાતે નદીમાં કાર તણાયા મામલે દુ:ખદ સમાચાર આવ્યા છે. આ દુર્ઘટનામાં લાપતા 7 લોકોનાં મોત નીપજ્યા હોવાની માહિતી સામે આવી છે. ધટનાનાં ત્રણ દિવસ પછી તમામ 7 લાપતા વ્યક્તિઓનાં મૃતદેહો મળી આવ્યા છે. આજે સવારથી જ NDRF ની ટીમે લાપતા લોકોની શોધખોળ આદરી હતી. ઘટના સમયે કારમાં 9 લોકો સવાર હતા જે પૈકી 2 નો આબાદ બચાવ થયો હતો.
આ પણ વાંચો - Ahmedabad : ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય ઉદેપુરથી ઝડપાયો
ઇકો કાર નદીમાં તણાઈ હતી, 9 પૈકી 7 નાં મોત
બોટાદ શહેર-જિલ્લામાં (Botad ) ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાએ મુશળધાર બેટિંગ કરી છે. મોટાભાગનાં નદી, નાળા, તળાવ પાણીથી છલોછલ ભરાઈ ગયા છે. ત્યારે 3 દિવસ પહેલા લાઠીદડ ગામ (Lathidar) નજીક આવેલ નદીમાં એક ઇકો કાર પાણીનાં વહેણમાં તણાઈ ગઈ હતી. જે તે સમયે કારમાં 9 જેટલા લોકો સવાર હતા. ઘટનાને પગલે સ્થાનિક ફાયર ટીમ દ્વારા કારમાં સવાર લોકોનું રેસ્ક્યૂ કરવા કામગીરી હાથ ધરાઈ હતી. જો કે, કારમાં સવાર 9 લોકો પૈકી 2 વ્યક્તિનો બચાવ થયો હતો જ્યારે 7 લોકો લાપતા હતા.
આ પણ વાંચો - Rain in Gujarat: ભારે વરસાદ બાદ રાજ્યના 11 જળાશયો હાઈ એલર્ટ પર, 10 વોર્નિંગ લેવલ પર
ગઈકાલે 2 જ્યારે આજે 5 લોકોના મૃતદેહ મળી આવ્યા
માહિતી અનુસાર, ગઈકાલ સાંજ સુધીમાં બે મહિલાઓનાં મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે આ ઘટનામાં લાપતા લોકોની શોધ કરવા માટે NDRF ની ટીમની પણ મદદ લેવામાં આવી. આજે સવારથી એનડીઆરએફની ટીમે લાપતા લોકોની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે હવે લાપતા 7 લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે. NDRF ની ટીમ દ્વારા મહામહેનતે 5 મૃતદેહોને નદીમાંથી બહાર કઢાવામાં આવ્યા છે. તમામ મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે સ્થાનિક પોલીસની ટીમે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Ahmedabad Plane Crash : કેટલા DNA મેચ થયા? ગૃહ રાજ્યમંત્રીએ આપી માહિતી, NFSU લેબ પહોંચ્યું Gujarat First