Botad : સાળંગપુર હનુમાનજી મંદિરમાં રથયાત્રાની આબેહૂબ ઝાંખી સાથે વિશેષ શણગાર, જુઓ Photos
- સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં રથયાત્રા નિમિત્તે ઉજવણી (Botad)
- રથયાત્રાની આબેહૂબ ઝાંખી સાથે દાદાનો ભવ્ય શણગાર
- દાદાની મૂર્તિ પાસે જગન્નાથજી રથયાત્રાની વિશિષ્ટ ઝાંખી
- અન્નકૂટમાં 300 કિલો જાંબુ અને 200 કિલો મગ-ચણાનો સમાવેશ
Botad : આજે અષાઢ સુદ બીજના પાવન દિવસે બોટાદ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર (Salangpur Hanumanji Temple) પણ 'જય જગન્નાથ અને જય રણછોડ' નાં નાદથી ગુંજી ઉઠ્યું છે. આજે મંદિરમાં જગન્નાથજી રથયાત્રાની આબેહૂબ ઝાંખી સાથે દાદાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. ભક્તો મોટી સંખ્યામાં આ દિવ્ય દર્શનનો લહાવો લેવા ઉમટી પડ્યા છે.
આ પણ વાંચો - Ahmedabad Rath Yatra : અમદાવાદની રથયાત્રામાં 22 કરોડનો ખર્ચ, સૌથી મોટી રકમ ક્યાં ખર્ચાય છે ?
ભગવાનને રથયાત્રાની વિશિષ્ટ ઝાંખીનો શણગાર, ખાસ અન્નકૂટ ધરાવાયો
અષાઢ સુદ બીજ નિમિત્તે આજે સાળંગપુર હનુમાનજી મંદિરનાં (Salangpur Hanumanji Temple) ગર્ભગૃહમાં અને કષ્ટભંજન હનુમાનજી દાદાની મૂર્તિ પાસે જગન્નાથજી રથયાત્રાની (Jagannathji Rath Yatra) વિશિષ્ટ ઝાંખી તૈયાર કરવામાં આવી છે. સાથે ભગવાનને વિશેષ અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો છે. આ અન્નકૂટમાં 300 કિલો જાંબુ અને 200 કિલો મગ-ચણાનો સમાવેશ કરાયો છે. આ અન્નકૂટ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. "જય જગન્નાથ" તથા "જય રણછોડ" ના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઊઠ્યું છે, જે આજના દિવસને વધુ ભક્તિમય અને યાદગાર બનાવે છે.
આ પણ વાંચો - VADODARA : સંસ્કારી નગરીમાં ભગવાન જગન્નાથજી 'રોબોરથ' માં સવાર થઇને નગરચર્યાએ નીકળ્યા
દાદાને 500 કિલોનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો
Darshan 27-06-2025
ભગવાન શ્રીજગન્નાથજીની રથયાત્રા નિમિત્તે ઓર્કિડના ફૂલનો સાથે શ્રી કષ્ટભંનજનદેવને રથયાત્રાના દિવ્ય શણગાર એવં 300 કિલો જાંબુ અને 200 કિલો મગ તથા ચણાનો અન્નકૂટ ધરાવાયોhttps://t.co/tteV5KhUvC#RathYatra2025 #JayJagannath #ShriJagannathji #DivineFestival pic.twitter.com/jnXnWNwWl1— Shri Hanuman Temple - Salangpur (@kashtbhanjandev) June 27, 2025
મંદિરનાં ગર્ભગૃહમાં અને કષ્ટભંજન હનુમાનજી દાદાની મૂર્તિ પાસે જગન્નાથજી રથયાત્રાની વિશિષ્ટ ઝાંખી તૈયાર કરવામાં આવી છે. આ શણગાર એટલો અદ્ભુત હતો કે ભક્તોને જાણે સાક્ષાત રથયાત્રાનાં દર્શન થઈ રહ્યા હોય તેવો અનુભવ થયો છે. આ દિવ્ય અવસરે, સાળંગપુર હનુમાનજી દાદાને 500 કિલોનો ભવ્ય અન્નકૂટ (Annakut) ધરાવવામાં આવ્યો હતો. આ અન્નકૂટમાં 300 કિલો જાંબુ અને 200 કિલો મગ-ચણાનો સમાવેશ કરાયો છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દાદાના આ દિવ્ય શણગાર અને અન્નકૂટનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે.
આ પણ વાંચો - Rathyatra 2025: ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાનો આરંભ, CM Bhupendra Patel એ કરી પહિંદવિધિ


