Botad : રાણપુર શહેરના મુખ્ય માર્ગ બન્યો બિસમાર, રહીશો પરેશાન
અહેવાલ -ગજેન્દ્ર ખાચર બોટાદ
રાણપુર શહેરના બિસમાર રોડના કારણે વાહન ચાલકો તેમજ રહીશો પરેશાન.સરપંચનો આક્ષેપ 4 કરોડ ના 2.5 વર્ષ પહેલાં રોડના કામમાં થયો હતો ભ્રષ્ટાચાર. અધિકારી ઓને કરાશે રજુવાત જો કામ નહીં થાય તો સરપંચે આપી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે
સામાન્ય વરસાદમાં મુખ્ય માર્ગ ધોવાયો
બોટાદ જિલ્લા આવેલ રાણપુર શહેર આશરે 25 હજાર ની વસ્તી ધરાવતું આ છે રાણપુર શહેર રાણપુર શહેરના મુખ્ય માર્ગ જે ગ્રામ પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય જવા માટે નો મુખ્ય માર્ગ છે. આ મુખ્ય માર્ગ પર શાળા સહિત બેંક તેમજ આરોગ્ય માટે સરકારી હોસ્પિટલ આવેલ છે જે રસ્તા નું સામાન્ય વરસાદમાં ધોવાણ થતા રોડ ખાડા માં છે કે ખાડા માં રોડ છે તે કહેવું મુશ્કેલ બન્યું છે.
સ્થાનિકો માં રોષ
ત્યારે હાલ તો રાણપુર શહેર ને અન્ય જોડતો અણિયાળી કસ્બા ખાતે ના રોડ ના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે કારણ કે આશરે 10 થી વધુ વર્ષ થી આ રોડની આ પરિસ્થિતિ છે કારણ કે આ વિસ્તાર ના રહીશો ગ્રામ પંચાયત માં રજુવાત કરે છે પણ સરપંચ દ્રારા રજુવાત બાદ ખાડા બુરવાની કામગીરી કરવામાં આવે છે પણ રોડ બનાવવાનું કામ થતું નથી જેના કારણે રોડ પર થી પસાર થવા માં ખૂબ હાલાકી નો સામનો કરવો પડે છે અવાર નવાર નાના મોટા અકસ્માત સર્જાય છે પણ પરિસ્થિતિ બદલાતી નથી જેને લઈ સ્થાનિકો માં રોષ જોવા મળી રહ્યો છે.
સરપંચે આપી આંદોલનની ચીમકી
રાણપુર શહેરમાં ગ્રામપંચાયત આવેલ છે સરપંચ ગોસુભા પરમાર દ્રારા જણાવવામાં આવે છે કે પોલીસ સ્ટેશન થી જતો રોડ મનુભાઈ શેઠ શાળા સુધી નો ક્યાં વિભાગ માં આવે છે તે આજદિન સુધી ખબર નથી કારણ કે સ્ટેટ હાઇવે ઓથોરિટી ને કહો કે જિલ્લા પંચાયત હોય કે માર્ગ મકાન વિભાગ હોય તમામ નો એક જ જવાબ મળે છે કે આરોડ અમારા માં આવતો નથી ત્યારે હાલ તો ગ્રામપંચાયત ના ખર્ચે અમે રોડ પર તાસ નાખી ખાડા બુરવાનું કામ કરી એ છી તેમજ રાણપુર શહેર નો અંદર નો રોડ આશરે 2.5 વર્ષ પહેલાં બનેલો છે જેમાં આશરે 4 કરોડ નો ખર્ચ કરવામાં આવેલ છે પણ અધિકારીની મિલિભગત ના કારણે રોડ ના નબળા કામ ને લઈ હાલ તો લોકો હેરાનગતિ નો સામનો કરે છે આગામી દિવસો માં કલેકટર સહિત જિલ્લા વિકાસ અધિકારીને રજુવાત કરવામાં આવશે અને તેમ છતાં જો પ્રસન્ન નું નિરાકરણ નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી હાલ તો સરપંચ દ્રારા ઉચ્ચારવામા આવી છે.
આ પણ વાંચો- GUJARAT RAIN : ધોધમાર વરસાદથી રાજ્યમાં મેઘમહેર, જાણો કેટલી થઇ નવા નીરની આવક


