Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદમાં રિક્ષા ચાલકની દાદાગીરી, મુસાફરને માર મારીને બળજબરીથી પૈસા પડાવ્યા

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે અવારનવાર રિક્ષા ચાલકો સામે વધુ ભાડું અને રસ્તામાં વચ્ચે ઉતારવાની ઘટનાઓ સામે આવતી હોય છે.. જેને લઇને શહેરના DCP પૂર્વ દ્વારા પણ અચાનક તપાસ પણ હાથ ધરવામાં આવતી હોય છે ગઈકાલે સોશિયલ મીડિયામાં કાલુપુર...
અમદાવાદમાં રિક્ષા ચાલકની દાદાગીરી  મુસાફરને માર મારીને બળજબરીથી પૈસા પડાવ્યા
Advertisement
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે અવારનવાર રિક્ષા ચાલકો સામે વધુ ભાડું અને રસ્તામાં વચ્ચે ઉતારવાની ઘટનાઓ સામે આવતી હોય છે.. જેને લઇને શહેરના DCP પૂર્વ દ્વારા પણ અચાનક તપાસ પણ હાથ ધરવામાં આવતી હોય છે
ગઈકાલે સોશિયલ મીડિયામાં કાલુપુર રેલ્વે સ્ટેશન પાસે એક રિક્ષા ચાલકનો પેસેન્જર પાસેથી રૂપિયા પડાવીને અને રસ્તામાં વચ્ચે ઉતારી દેવાની ઘટના સામે આવી હતી.જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.જેને લઇને ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી રિક્ષા ચાલકની ધરપકડ કરી હતી
સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થતાની સાથે DCP પૂર્વને જાણ થતાની સાથે એક સ્કોડ બનાવીને તાત્કાલિક રિક્ષા ચાલકની શોધખોળ હાથ ધરી તેની ધરપકડ કરવામાં આવી હતી.. અને રિક્ષા ચાલકનુ લાયસન્સ સાથે પરમીટ રદ કરવા માટે RTO અધિકારીઓને સૂચનો પણ કર્યા છે.. અને સાથે વિડિયોમાં રિક્ષામાં બેઠેલા પેસેન્જરની પણ શોધખોળ હાથ ધરી છે.
અહેવાલ -પ્રદિપ કચિયા,અમદાવાદ
Tags :
Advertisement

.

×