Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Panchmahal : અંતરિયાળ વિસ્તારના બસ સ્ટેન્ડના હાલ બેહાલ...

અહેવાલ - નામદેવ પાટિલ, પંચમહાલ મોરવા હડફ તાલુકામાં વર્ષો અગાઉ સરકાર દ્વારા બનાવવામાં આવેલા બસ સ્ટેન્ડ હાલ જીવતું જોખમ બની ઉભા જોવા મળી રહ્યા છે તેમ છતાં આ બાબત સરકારના જવાબદારોના ધ્યાને આવતી નથી.આવા જર્જરિત બસ સ્ટેશનોમાં હાલ ભયની ઓથાર...
panchmahal   અંતરિયાળ વિસ્તારના બસ સ્ટેન્ડના હાલ બેહાલ
Advertisement

અહેવાલ - નામદેવ પાટિલ, પંચમહાલ

મોરવા હડફ તાલુકામાં વર્ષો અગાઉ સરકાર દ્વારા બનાવવામાં આવેલા બસ સ્ટેન્ડ હાલ જીવતું જોખમ બની ઉભા જોવા મળી રહ્યા છે તેમ છતાં આ બાબત સરકારના જવાબદારોના ધ્યાને આવતી નથી.આવા જર્જરિત બસ સ્ટેશનોમાં હાલ ભયની ઓથાર હેઠળ રાહદારીઓ અને મુસાફરો આશ્રય લેતાં જોવા મળી રહ્યા છે ત્યારે આ જર્જરીત થયેલા તમામ બસ સ્ટેન્ડ તોડી નવા બસ સ્ટેશન બનાવવામાં આવે એવી સ્થાનિકોમાં અને જાહેર મુસાફર જનતામાં માંગ ઉઠી છે.

Advertisement

સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ગ્રામ્ય વિસ્તારને જોડતા મુખ્ય માર્ગો ઉપર વર્ષો અગાઉ બસ સ્ટેન્ડ પાસે મુસાફરો અને રાહદારીઓ આશ્રય મેળવી શકે એવી બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી .આ સ્થળને બસ સ્ટેન્ડ તરીકે પણ ઓળખવામાં આવી રહ્યા છે.

Advertisement

સરકાર દ્વારા શુભ આશયથી ઊભી કરેલી આ વ્યવસ્થા હાલ જાણે જીવતું મોત હોય એવી સ્થિતિ મોરવા હડફ તાલુકામાં જોવા મળી રહી છે .મોરવા હડફ તાલુકામાં વર્ષો અગાઉ બનાવવામાં આવેલા તમામ બસ સ્ટેન્ડ હાલ જર્જરીત હાલતમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે સાથે જ છત માંથી સળિયા ડોકીયું કરી પોપડા પણ પડી રહ્યા છે.

ચોમાસા દરમિયાન આ તમામ બસ સ્ટેન્ડની છતમાંથી પાણી ટપકી રહ્યું છે સાથે જ અહીંયા બેસવા માટે બનાવવામાં આવેલા ઓટલા પણ તદ્દન જર્જરીત થઈ તૂટી ગયા છે.ત્યારે આ જર્જરીત તમામ બસ સ્ટેશન તોડી નવા બસ સ્ટેશન બનાવવામાં આવે અને હાલ જાહેર જનતાના હિતમાં જર્જરિત બસ સ્ટેશન ખાતે અંદર પ્રવેશ બંધ અને બેસવું નહીં જે અંગેની સુચના નિર્દેશ કરતાં બોર્ડ પણ મૂકવામાં આવે એવી જાહેર જનતાની માંગ ઉઠી છે.

સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં મુખ્ય માર્ગ ઉપર બનાવવામાં આવેલા બસ સ્ટેશનનો ઉપયોગ શાળામાં રોજીંદુ અપડાઉન કરતાં વિદ્યાર્થીઓ ઉપરાંત માર્ગ ઉપરથી પસાર થતાં રાહદારીઓ આશ્રય મેળવવા માટે કરતાં હોય છે. દરમિયાન કેટલાક બસ સ્ટેન્ડમાં છતમાંથી પોપડા પડવાની ઘટનાને લઇ વિદ્યાર્થીઓ ને ઈજાઓ પણ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ક્યારેક મોટી દુર્ઘટના સર્જાય એ પૂર્વે સરકારના જવાબદાર કુંભકર્ણ નિંદ્રામાંથી જાગી જર્જરિત તમામ બસ સ્ટેન્ડને ડીસ્મેન્ટલ કરી નવી બસ સ્ટેન્ડ બનાવવામાં આવે એ અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે. ત્યારે જોવું રહ્યું કે સંલગ્ન જવાબદારો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે ત્યારબાદ દોડધામ કરી જાગૃત અવસ્થામાં આવશે કે એ પૂર્વે આ જર્જરિત એસટી બસ સ્ટેન્ડ નું નવીનીકરણ કરશે.

મોરવા હડફ તાલુકાના જર્જરિત બસ સ્ટેશન અંગે મોરવા તાલુકા વિકાસ અધિકારીએ તેઓને આ અંગે હજુ સુધી કોઈ રજૂઆત મળી નથી પરંતુ સલગ્ન વિભાગને આ અંગે જાણ કરશે એમ જણાવ્યું હતું. વધુમાં તેઓએ તાલુકા પંચાયતમાં બસ સ્ટેન્ડ રીપેર કરવા કે પછી તેની જાળવણી કરવા અંગેની સરકાર તરફ થી કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ આવતી ના હોવાનું પણ જણાવી રહ્યા છે.

આ પણ વાંચો : ગોધરાના ભગવતનગર, ગણેશનગરમાં દૂષિત પાણી આવતા રોગચાળાની ભીતિ

Tags :
Advertisement

.

×