BZ Group Scam : આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના મળતિયાઓનો વધુ એક પેંતરો!
- કૌભાંડી ભૂપેન્દ્રસિંહનાં મળતિયાઓનો વધુ એક પેંતરો! (BZ Group Scam)
- અરવલ્લી બાદ હવે સાબરકાંઠામાં સમર્થનમાં લગાવાયા હોર્ડિંગ્સ
- હિંમતનગરનાં ગ્રામ્ય વિસ્તારમાં આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં સમર્થનમાં હોર્ડિંગ્સ લાગ્યા
- ગાંભોઈ, ભાવપુર, જાંબુડી સહિતનાં ગ્રામ્ય વિસ્તારમાં હોર્ડિંગ્સ લાગ્યા
રાજ્યનાં બહુચર્ચિત BZ ગ્રૂપ (BZ Group Scam) કૌભાંડમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના મળતિયાઓએ વધુ એક પેંતરો અજમાવ્યો છે. અરવલ્લી બાદ હવે સાબરકાંઠા જિલ્લામાં (Sabarkantha) વિવિધ સ્થળે ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં સમર્થનમાં મસમોટા હોર્ડિંગ્સ (‘WE SUPPORT BZ’) લાગ્યા છે. મળતિયાઓએ CID ની તપાસ સામે ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં સમર્થનનો મોરચો માંડ્યો હોય તેમ ઠેર ઠેર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ મામલે હવે CID ક્રાઇમ હોર્ડિંગ લગાવનારાઓ સામે કાર્યવાહી કરી શકે છે.
આ પણ વાંચો - BZ Group Scam : ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં અરવલ્લીમાં ઠેર ઠેર લાગ્યા મસમોટા હોર્ડિંગ્સ
હિંમ્મતનગરનાં ગ્રામ્ય વિસ્તારોમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં સમર્થનમાં પોસ્ટર
રાજ્યભરમાં લોકો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવી કૌભાંડ આચરવાનાં કેસમાં જેલમાં બંધ BZ ગ્રૂપનાં (BZ Group Scam) માલિક અને મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં (Bhupendrasinh Zala) મળતિયાઓએ વધુ એક પેંતરો અજમાવ્યો છે. અરવલ્લી (Aravalli) બાદ હવે આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં મળતિયાઓએ સાબરકાંઠા જિલ્લાનાં હિંમ્મતનગરનાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં સમર્થનમાં (‘WE SUPPORT BZ’) મસમોટા હોર્ડિંગ લગાવ્યા છે. ગાંભોઈ, ભાવપુર, જાંબુડી સહિતનાં ગ્રામ્ય વિસ્તારમાં આ હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો - Dwarka : નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પહેલા જ BJP માં જશ્ન! 8 બેઠકો બિનહરીફ જીતી
પોસ્ટર લગાવનારાઓ સામે કાર્યવાહી થવાની વકી
આ સાથે બીઝેડ ગ્રૂપનાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને ગામનાં સ્થાનિકોએ પણ સમર્થન આપ્યું હોય તેવો માહોલ ઊભો કરવામાં આવ્યો છે. CID ની તપાસ સામે ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં મળતિયાઓએ મોરચો માંડ્યો હોય તેમ ગામોમાં ઠેર ઠેર સમર્થનનાં પોસ્ટર જોવા મળી રહ્યા છે. જો કે, હવે આ કેસમાં તપાસમાં અવરોધ પેદા કરવાનાં કાવતરાંને પગલે કાર્યવાહીની શક્યતા છે. CID ક્રાઈમ દ્વારા પોસ્ટર લગાવનારાઓ સામે કાર્યવાહી થઈ શકે છે. CID ક્રાઇમના રડારમાં હજું અનેક શખ્સો હોવાના ફફડાટને લઈ મળતિયાઓ હવાતિયાં મારી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
આ પણ વાંચો - Dang : સાપુતારા-માલેગામ ઘાટ માર્ગ પર ગમખ્વાર અકસ્માત, 5 લોકોનાં મોત