Sabarkantha: પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા છોડ્યા ટીયર ગેસના સેલ
- સાબરડેરી ખાતે ભાવ ફેર ઓછો ચુકવાયો હોવાથી વિરોધ થઇ રહ્યો છે
- આ વર્ષે ઓછો ભાવ આપતા પશુપાલકોમાં રોષ ફેલાયો
- પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા
Sabarkantha: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોનો વિરોધ સામે આવ્યો છે. જેમાં સાબરડેરી ખાતે ભાવ ફેર ઓછો ચુકવાયો હોવાથી વિરોધ થઇ રહ્યો છે. પશુપાલકોને સાબરડેરીના કંપાઉન્ડમાં જતા અટકાવવામાં આવ્યા છે. તેમજ પોલીસ અને બાઉન્સરો દ્વારા બેરિકેડ લગાવી પશુપાલકોને અટકાવવામાં આવ્યા છે. તેમાં પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા છે.
સાબરકાંઠા-અરવલ્લીમાં પશુપાલકોનો વિરોધ
સાબરડેરી ખાતે ભાવ ફેર ઓછો ચુકવાયો હોવાથી વિરોધ
પશુપાલકોને ડેરીના કંપાઉન્ડમાં જતા અટકાવાયા
પશુપાલકો, પોલીસ વચ્ચે ઘર્ષણ થતા છોડ્યા ટીયરગેસ
ગત વર્ષની સરખામણીએ ઓછો ભાવ આપતા પશુપાલકોમાં રોષ
ખેડૂતો અને પશુપાલકો સાબરડેરી ખાતે વિરોધ નોંધાવ્યો
1 DySP,… pic.twitter.com/zL9lthgi86— Gujarat First (@GujaratFirst) July 14, 2025
આ વર્ષે ઓછો ભાવ આપતા પશુપાલકોમાં રોષ ફેલાયો
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઓછો ભાવ આપતા પશુપાલકોમાં રોષ ફેલાયો છે. ખેડૂતો અને પશુપાલકો સાબરડેરી ખાતે વિરોધ નોંધાવ્યો છે. જેમાં 1 DySP, 4 PI, 8 PSI સહિત 80 પોલીસનો બંદોબસ્ત છે. ત્યારે સાબર ડેરી આગળ ખેડૂતો અને પશુપાલકોએ સૂત્રોચ્ચાર કર્યા છે.
આ ઘટના સમયે સાબર ડેરીના ગેટને પણ નુકસાન પહોંચાડાયું
પશુપાલકો બેકાબૂ થતાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી દેવામાં આવ્યો હતો. આ ઘટના સમયે સાબર ડેરીના ગેટને પણ નુકસાન પહોંચાડાયું હતું. પોલીસ દ્વારા 20થી વધુ ટીયરગેસનો મારો ચલાવાયો હતો. સાબર ડેરી ખાતે પશુપાલકો ભાવ ફેર ઓછો ચૂકવાયાનો વિરોધ કરવા એકઠા થયા હતા. આ દરમિયાન પશુપાલકોને તેમની માગણીઓ રજૂ કરવા માટે ડેરીના કમ્પાઉન્ડમાં જતા અટકાવાયા હતા. જેના પગલે પોલીસ અને પશુપાલકો વચ્ચે માથાકૂટ વધી ગઈ હતી. પશુપાલકોની એવી ફરિયાદ હતી કે અમને ગયા વર્ષ કરતાં પણ ઓછા પૈસા ચૂકવાયા છે. પશુપાલકોની સાથે ખેડૂતો પણ આ દેખાવોમાં જોડાયા હતા.
આ પણ વાંચો: Gujarat Politics: ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા, ચેલેન્જ સાથે આવેલા અમૃતિયા રાજીનામુ આપ્યા વગર રવાના


