સંત શિરોમણી પુ.હરદ્ત પુરી બાવાજી બાપુ ની 374મી તિથિની ઉજવણી કરાઇ, મોવિયામાં ભવ્ય શોભાયાત્રા નીકળી
- સંત શિરોમણી પુ.હરદ્ત પુરી બાવાજી બાપુ ની 374મી તિથિ ની કરાઇ ઉજવણી
- મોવિયા ખાતે ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી
- આ શોભાયાત્રામાં હજારો શ્રદ્વાળુઓ જોડાયા હતા
ગોંડલમાં સંત શિરોમણી પુ.હરદ્ત પુરી બાવાજી બાપુ ની 374મી તિથિની ઉજવણી કરવામાં આવી હતી. જેમની ખ્યાતિ વિશ્વ વિખ્યાત છે.અને જેમના પરચાનો એક અનેરો ઇતિહાસ છે તેવા મોવિયા નાં સંત શિરોમણિ પુ.હરદ્તપુરી બાવાજી બાપુ ની ૩૭૪ મી પુણ્યતિથિ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
સંત શિરોમણી પુ.હરદ્ત પુરી બાવાજી બાપુ ની 374મી તિથિની કરાઇ ઉજવણી
ગોંડલના મોવિયા ખાતે આવેલ ચૈતન્ય સમાધિ ધામ સંતશ્રી હરદ્દતપુરી બાવાજી બાપુની 374મી પુણ્યતિથિ ધામધૂમ પૂર્વક ઉજવાય રહી છે. સમગ્ર મોવિયા ગામ માં જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો છે ઠેરઠેર રોશની, ધજા પતાકા ના શણગાર અને અલગ અલગ સ્થળે વિવિધ ધાર્મિક ફ્લોટ્સ પણ તૈયાર કરાયા છે.
આજે પણ પુ.હરદ્ત પુરી બાવાજી બાપુ ના ખોટા સોગંદ કોઈ ખાઈ શકતુ નથી
ઇતિહાસ તરફ નજર નાંખીએ તો શિવજી નાં અનન્ય ભક્ત સંતશ્રી હરદ્દતપરી બાવાજી બાપુએ આશરે ૩૭૪ વર્ષ પહેલા મોવિયા આવી જુદા જુદા બાર નેસ ને એક કરી મોવિયા નુ તોરણ બાંધી લોકોને અભય વચન આપ્યુ હતુ. તપ અને સાધના થી શિવજી ને પ્રસન્ન કરી વચન માંગ્યુ કે કોઈ મારી માનતા કરશે તો તેનુ કામ આપે કરવુ પડશે. ત્યારથી લઈ આજ સુધી હજારો લોકોએ બાવાજી બાપુની માનતા રાખી ઉચીત ફળ મેળવ્યુ છે.સવંત ૧૭૦૭ પુ. બાવાજી બાપુએ ચૈતન્ય સમાધિ લીધી હતી. ત્યારથી લઈ ને આજ સુધી સાચા ખોટા નાં પારખા માટે કોઈ બાવાજી બાપુ નાં ખોટા સોગંદ ખાઇ શકતા નથી. દર સોમવારે દુર દુર થી હજારો શ્રધ્ધાળુઓ પદયાત્રા કરી મોવિયા પૂ. બાવાજી બાપુ ના સમાધી મંદિરે માનતા ઉતારવા આવેછે.
સંતશ્રી પુ.હરદ્ત પુરી બાવાજી બાપુની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી
મોવિયા ગામમાં આજરોજ સંતશ્રી હરદ્દતપુરી બાપુની 374મી પુણ્યતિથિ નિમિતે મોવિયા ગામના રાજમાર્ગો પર ઢોલ નગારા અને ડી.જે. સંગ સમસ્ત ગ્રામજનો શોભાયાત્રા માં હર્ષભેર જોડાયા હતા. બટુક ભોજન, મહાપ્રસાદ અને રાત્રીના ભજન સહિત અનેક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના પૂજારી પરિવારના મનસુખપરી સોનપરી ગૌસ્વામી તથા પૂજારી પરિવાર તથા કાર્યકર ભાઈઓએ ભારે જહેમત ઉઠાવેલ હતી.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી
આ પણ વાંચો : પાનલપુરથી અમદાવાદ જતા Praveen Togadia ની ગાડીનું ટાયર ફાટ્યું : તોગડિયા સુરક્ષિત


