Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat-“હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિન-૨૦૨૪”ની ઉજવણી

`Gujarat Home Guard-કુદરતી તેમજ માનવ સર્જિત આપત્તિના સમયે હોમગાર્ડ - સિવિલ ડિફેન્સના જવાનો ખડે પગે રહીને નાગરીકોની સેવા માટે તત્પર :- અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ આજનો દિન સમાજની સુરક્ષા-કલ્યાણ માટે કામ કરનારા વીર પુરુષો, નારીના શૌર્ય, નિસ્વાર્થ સેવાભાવ...
gujarat “હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિન ૨૦૨૪”ની ઉજવણી
Advertisement
  • `Gujarat Home Guard-કુદરતી તેમજ માનવ સર્જિત આપત્તિના સમયે હોમગાર્ડ - સિવિલ ડિફેન્સના જવાનો ખડે પગે રહીને નાગરીકોની સેવા માટે તત્પર :- અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ
  • આજનો દિન સમાજની સુરક્ષા-કલ્યાણ માટે કામ કરનારા વીર પુરુષો, નારીના શૌર્ય, નિસ્વાર્થ સેવાભાવ - સહનશીલતાનો દિવસ ;- નાગરીક સંરક્ષણ - કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડઝ નિયામક શ્રી મનોજ અગ્રવાલ
  • “હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિન-૨૦૨૪ની ઉજવણી અમદાવાદ ખાતે”
  • ગૃહ‌ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસની અધ્યક્ષતામાં કરવામાં આવી 
Gujarat રાજ્યના ગૃહ‌ વિભાગના અધિક મુખ્ય સચિવએમ.કે.દાસની અધ્યક્ષતામાં તા.૦૬ ડિસેમ્બરના રોજ “હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિન-૨૦૨૪”ની રાજ્યકક્ષાની ઉજવણી હોમગાર્ડઝ ભવન, લાલદરવાજા ખાતે કરવામાં આવી હતી.
અધિક મુખ્ય સચિવ  એમ.કે.દાસે તમામ હોમગાર્ડસને ૬૨માં હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિનની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણના સભ્યો કુદરતી તેમજ માનવ સર્જિત આપત્તિના સમયે પોતાના જીવની પરવાહ કર્યા વિના પ્રજાજનોના જીવ બચાવવાની કામગીરી હરહમેશ કરતા આવ્યા છે. 
Gujarat “હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિન-૨૦૨૪”ની ઉજવણી નાગરીક સંરક્ષણ અને કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડઝના નિયામક મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, આજે સમાજની સુરક્ષા અને કલ્યાણ માટે કામ કરનારા વીર પુરુષો અને નારીઓના શૌર્ય, નિસ્વાર્થ સેવાભાવ અને સહનશીલતાનો ઉજવણી કરવાનો દિવસ છે. હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ માત્ર એક સંગઠન નથી; તે એકતા અને સ્વૈચ્છિક સેવાનો પ્રતિક છે. કુદરતી આફતો, તાત્કાલિક પરિસ્થિતિઓ દરમિયાન નાગરિકોની મદદ કરવી હોય કે સાવધાની અને શાંતિ જાળવવી હોય, તમે જે સમર્પણ બતાવ્યું છે તે અમૂલ્ય છે.
આ પ્રસંગે રાજ્યકક્ષા રમતોત્સવમાં ૧૦૦ મીટર, ૨૦૦ મીટર, ૪૦૦ મીટર દોડ, કબડ્ડી, વોલીબોલ, તેમજ  રસ્સાખેંચના વિજેતા રમતવીરોને મહાનુભાવોના હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી, તેમજ વર્ષ -૨૦૨૪ના કુલ-૨૦ DG Discના મેડલ હોમગાર્ડઝ દળ-નાગરિક સંરક્ષણ તંત્રના અધિકારી-કર્મચારીશ્રીઓ તેમજ માનદ્ અધિકારીશ્રી/સભ્યોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. 
આ કાર્યક્રમ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેમાં બનાસકાંઠાની  હોમગાર્ડઝ મહિલા  દ્વારા ગરબા, નર્મદા હોમગાર્ડઝ મહિલા તથા નાગરીક સંરક્ષણ દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. નાગરીક સંરક્ષણ ટીમ દ્વારા રેસક્યુ ઓપરેશનું ડેમોસ્ટેશન પણ કરવામાં આવ્યું હતું. 
આ પ્રસંગે નાગરીક સંરક્ષણ કચેરી અમદાવાદના કમાન્ડન્ટ કુમાર પટેલ સહિત  હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણના અધિકારીશ્રી – કર્મચારીશ્રીઓ, જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
Advertisement

.

×