Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chaitar Vasava : ભરૂચનાં નેત્રંગમાં લાખોની જનમેદની ઉમટી, ચૈતરભાઈ વસાવાએ કહ્યું- 4 વર્ષ પહેલા..!

ભરૂચના નેત્રંગ ખાતે AAP નેતા અને ડેડીયાપાડાના MLA ચૈતરભાઈ વસાવાની જનસભા યોજાઈ હતી. આ જનસભા ભગવાન બિરસા મુંડાની 150 જન્મજયંતી નિમિત્તે યોજાઈ હતી, જેમાં હજારો-લાખોની જનમેદની ઉમટી પડી હતી. દરમિયાન, ચૈતરભાઈ વસાવાએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, બિરસા મુંડાનો ધ્યેય હતો કે આદિવાસીઓ સ્વમાનથી જીવે. પરંતુ, વર્ષોથી આદિવાસી સમાજનું શોષણ થયું છે.
chaitar vasava   ભરૂચનાં નેત્રંગમાં લાખોની જનમેદની ઉમટી  ચૈતરભાઈ વસાવાએ કહ્યું  4 વર્ષ પહેલા
Advertisement
  1. Bharuch નાં નેત્રંગ ખાતે MLA Chaitar Vasava ની જનસભા
  2. ભગવાન બિરસા મુંડાની 150 જન્મજયંતી નિમિત્તે સભાનું આયોજન
  3. જનસભામાં હજારો-લાખોની જનમેદની ઉમટી પડી
  4. "બિરસા મુંડાનો ધ્યેય હતો કે આદિવાસીઓ સ્વમાનથી જીવે"
  5. વર્ષોથી આદિવાસી સમાજનું શોષણ થયું: ચૈતરભાઈ વસાવા

Bharuch : ભરૂચના નેત્રંગ ખાતે AAP નેતા અને ડેડીયાપાડાના (Dediapada) MLA ચૈતરભાઈ વસાવાની જનસભા યોજાઈ હતી. આ જનસભા ભગવાન બિરસા મુંડાની 150 જન્મજયંતી (Birsa Munda Jayanti 2025) નિમિત્તે યોજાઈ હતી, જેમાં હજારો-લાખોની જનમેદની ઉમટી પડી હતી. દરમિયાન, ચૈતરભાઈ વસાવાએ (Chaitar Vasava) જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, બિરસા મુંડાનો ધ્યેય હતો કે આદિવાસીઓ સ્વમાનથી જીવે. પરંતુ, વર્ષોથી આદિવાસી સમાજનું (Adivasi Samaj) શોષણ થયું છે. આપણું જળ, જંગલ, જમીનો છીનવાઈ રહી છે. તેમણે શાબ્દિક પ્રહાર અને આરોપ લગાવી કહ્યું કે, 4 વર્ષ પહેલા MP મનસુખ વસાવાએ (Mansukh Vasava) સ્થાપના અટકાવી. RSS સાથે મળી બિરસા મુંડાની મૂર્તિની સ્થાપના અટકાવી. 3 જિલ્લાની પોલીસ અને RSS ના લોકો સાથે હતા. આપણી એકતાનાં કારણે મંત્રીઓ ડેડિયાપાડામાં ફરી રહ્યા છે.

આ પણ વાંચો - બિહાર વિજય બાદ સુરતમાં PM મોદીનો વિપક્ષ પર પ્રહાર, 'નીતિશ કુમારનું અપમાન દેશ સ્વીકારશે નહીં'

Advertisement

Advertisement

બિરસા મુંડાનો ધ્યેય હતો કે આદિવાસીઓ સ્વમાનથી જીવે : Chaitar Vasava

ભગવાન બિરસા મુંડાની 150 જન્મજયંતી નિમિત્તે (Birsa Munda Jayanti 2025) રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) પણ ડેડિયાપાડાની મુલાકાતે આવ્યા હતા અને વિશાળ સભાને સંબોધિ હતી. બીજી તરફ AAP નેતા અને ડેડીયાપાડાના MLA ચૈતરભાઈ વસાવાએ પણ ભરૂચનાં નેત્રંગ ખાતે જનસભાનું આયોજન કર્યું હતું. આ જનસભામાં હજારો-લાખોની જનમેદની ઉમટી હતી. જનસભાને સંબોધિત કરતા ચૈતરભાઈ વસાવાએ (Chaitar Vasava) કહ્યું કે, ભગવાન બિરસા મુંડાનો ધ્યેય હતો કે આદિવાસી લોકો સ્વતંત્ર રીતે સ્વમાન સાથે જીવે.

આ પણ વાંચો - વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય યુનિયનનું અમદાવાદમાં વિરોધ પ્રદર્શન, લોકો પાયલટ ની માગણીઓ માટે સૂત્રોચ્ચાર

"આપણી એકતાના કારણે મંત્રીઓ ડેડિયાપાડામાં ફરી રહ્યા છે"

તેમણે આગળ કહ્યું કે, વર્ષોથી આદિવાસી સમાજનું (Tribal Society) શોષણ થયું, આપણું જળ, જંગલ જમીનો છીનવાઈ. આરોપ સાથે કહ્યું કે, ચાર વર્ષ પહેલા ડેડીયાપાડામાં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ત્રણ જિલ્લાની પોલીસ અને RSS નાં લોકો સાથે મળીને ભગવાન બિરસા મુંડાની મૂર્તિની સ્થાપનાને અટકાવી હતી. પરંતુ, આપણી એકતાનાં કારણે આજે ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી અને બીજા મંત્રીઓ ડેડીયાપાડાની ગલીઓમાં ફરી રહ્યા છે.

આ પણ વાંચો - અમદાવાદની Nirma University માં નાણાકીય ગેરરીતિનો આક્ષેપ, કર્મચારી સામે 5 કરોડની ઉચાપતની ફરિયાદ

Tags :
Advertisement

.

×