Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chaitar Vasava : MLA ચૈતર વસાવાને ફરી જવું પડશે જેલમાં! જાણો શું છે કારણ ?

'લાફાકાંડ'માં જેલમાં કેદ ચૈતર વસાવાને અગાઉ કોર્ટે વિધાનસભા સત્ર માટે 3 દિવસનાં પેરોલ આપ્યા હતા.
chaitar vasava   mla ચૈતર વસાવાને ફરી જવું પડશે જેલમાં  જાણો શું છે કારણ
Advertisement
  1. Chaitar Vasava ની મુશ્કેલીમાં વધારો થયો!
  2. ચૈતર વસાવાને 3 દિવસનાં વિધાનસભા સત્ર માટે પેરોલ આપ્યા હતા
  3. આજે 3 દિવસનાં પેરોલ પૂર્ણ થયા, વડોદરા સેન્ટ્રલ જેલમાં ફરી જવું પડશે!
  4. લાફાકાંડમાં ચાર્જશીટ દાખલ થતા રાજપીપલા જિલ્લા કોર્ટમાં જામીન અરજી કરી હતી

Narmada : આમ આદમી પાર્ટીનાં (AAP) નેતા અને ડેડિયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) અંગે મોટા સમાચાર આવ્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. વિધાનસભા સત્ર માટે ચૈતર વસાવાને કોર્ટે 3 દિવસનાં પેરોલ આપ્યા હતા. જો કે, હવે આજે આ 3 દિવસનાં પેરોલ પૂર્ણ થઈ રહ્યા છે, જેથી ચૈતર વસાવાને ફરી એકવાર વડોદરા સેન્ટ્રલ જેલમાં (Vadodara Central Jail) જવું પડશે.

આ પણ વાંચો - Gandhinagar : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રૂ.78.15 કરોડના વિકાસકાર્યોનું ઇ લોકાપર્ણ-ખાતમુહૂર્ત કર્યું

Advertisement

જેલમાં કેદ Chaitar Vasava ને વિ.સા. સત્ર માટે 3 દિવસનાં પેરોલ મળ્યા હતા

આપ નેતા ચૈતર વસાવાને (Chaitar Vasava) ફરી એકવાર જેલમાં જવું પડશે. 'લાફાકાંડ'માં જેલમાં કેદ ચૈતર વસાવાને અગાઉ કોર્ટે વિધાનસભા સત્ર માટે 3 દિવસનાં પેરોલ આપ્યા હતા. જો કે, આ મુદ્દત આજે પૂર્ણ થઈ રહી છે. આજે 3 દિવસનાં પેરોલ પૂર્ણ થતા ચૈતર વસાવાને ફરી એકવાર વડોદરા સેન્ટ્રલ જેલમાં જવું પડશે. જણાવી દઈએ કે, લાફાકાંડ બાબતે ચાર્જશીટ દાખલ થતા રાજપીપલા ખાતે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જામીન માટે અરજી કરી હતી. જો કે, ચાર્જશીટ દાખલ થતા HC માંથી જામીન માટેની અરજી પરત ખેંચી હતી.

Advertisement

આ પણ વાંચો - Nepal Protests : '200 પ્રવાસીઓને બહાર કાઢી પ્રદર્શનકારીઓએ ગૌશાળાને આગચંપી'!

આજે 3 દિવસના પેરોલ પૂર્ણ થતા ફરી વડોદરા સેન્ટ્રલ જેલમાં જવું પડશે!

અગાઉ નર્મદા જિલ્લા કોર્ટે (Narmada Court) ચૈતર વસાવાની જામીન અરજી રદ કરી હતી. હવે, ધારાસભ્ય ચૈતર વસાવાને ફરીથી હાઇકોર્ટમાં (Gujarat High Court) જામીન માટે અરજી કરવી પડશે. નોંધનીય છે કે, ડેડીયાપાડા તાલુકા પંચાયતના ભાજપ શાસિત પ્રમુખ સંજય વસાવાએ ચૈતર વસાવા સામે હત્યાની કોશિશ, મહિલા નેતા સામે અપશબ્દોનો ઉપયોગ અને મારામારી સહિતનાં ગંભીર આરોપો લગાવી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદનાં આધારે પોલીસે 5 જુલાઈ, 2025 ના રોજ ધરપકડ કરી હતી.

આ પણ વાંચો - Vadodara : ક્રિકેટર યુસુફ પઠાણના જમીન વિવાદમાં હાઇકોર્ટનો પાલિકાની તરફેણમાં નિર્ણય

Tags :
Advertisement

.

×