ભરૂચ અંકલેશ્વરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં જીવન જરૂરી સામગ્રીઓ પહોંચાડી સેવાભાવી સંસ્થાઓએ માનવતા મહેકાવી
અહેવાલ - દિનેશ મકવાણા
માનવસેવા એ જ પ્રભુ સેવાના સંદેશ સાથે જ્યારે પણ માનવ ઉપર આફત આવતી હોય ત્યારે માનવને પગભર કરવા માનવ જ હંમેશા આગળ આવતો હોય છે. અને તાજેતરમાં જ નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે કેટલાય લોકોના મકાનો સાથે ઘરવખરી નષ્ટ થઈ જતા પૂરગ્રસ્ત માનવોને પગભર કરવા માનવ રુપી સેવાભાવી સંસ્થાઓ આગળ આવી રહી છે. અને જીવન જરૂરી સામગ્રીઓ પોતાનાથી થાય તેટલી મદદ કરી માનવસેવા એ જ પ્રભુ સેવા કરી રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં કાર્યરત સેવા યજ્ઞ સમિતિના સહયોગ અને આત્મીય ગ્રીન સ્કૂલ સાથે હંમેશા સેવાકીય પ્રવૃત્તિ કરતા પ્રવીણ કાછડીયાના પ્રયાસથી જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના નીતિન માને જિજ્ઞાસા ગોસ્વામી માને સહિત તેમની ટીમો દ્વારા પણ જરૂરિયાત મંદ લોકોને બ્લેન્કેટ ચાદર મચ્છરદાની નાના બાળકોને મચ્છર ન કરડે તે માટે મેડિકલની ટ્યુબ સહિત વિવિધ જીવન જરૂરી સામગ્રીઓ અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ સહિત અનેક વિસ્તારોમાં પહોંચાડી માનવતા મહેકાવવામાં આવી રહી છે સાથે જ શક્ય બને તેટલી લોકો પણ આગળ આવે અને ખરેખર જરૂરિયાત મંદ લોકોને મદદરૂપ થાય તેવી આશાઓ પણ જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ વ્યક્ત કરી રહ્યું છે.
આત્મીય ગ્રીન સ્કૂલ દ્વારા આલિયા બેટ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ધાબળા તેમજ બેડશીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લામાં નર્મદા નદી પૂરથી આલિયા બેટના વિસ્તારમાં વસવાટ કરતા લોકોની હાલત કફોડી થઈ છે .આ પૂરગ્રસ્ત વિસ્તારોમાં આજરોજ આત્મીય ગ્રીન સ્કૂલ ઝાડેશ્વરના સંચાલક શ્રી પ્રવીણભાઈ કાછડીયા, શ્રી નિલેશભાઈ શાહ વગેરેની ટીમ દ્વારા ધાબળા અને બેડશીટ નંગ 400 તેમજ શાળાના બાળકો માટે કપડા વિગેરે સામાન ભેગો કરી વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણા તેમજ અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ વિતરણ કરવા કર્યુ હતું. સાથે ભરૂચના પણ અનેક પુર ગ્રસ્ત વિસ્તારોમાં પણ લોકોને મદદરૂપ થયા છે ભરૂચના નર્મદા બંગ્લોઝ સોસાયટી નજીક ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા શ્રમિકોની હાલત પણ પુરના કારણે કફોડી હોય અને તેઓ જ્યાં ડેરા તંબુ બાંધીને રહે છે ત્યાં પણ પાણી પૂર આવ્યા હોવાના કારણે તેવા અસરગ્રસ્તોને પણ જીવન જરૂરી સામગ્રીઓ પ્રવીણ કાછડીયા દ્વારા પૂરી પાડવામાં આવી હતી અસર ગ્રસ્ત વિસ્તારમાં પહોંચેલા પ્રવીણ કાછડીયાને એક મકાનની દિવાલ ઘસેલી જોઈ અને તેમાં પણ એક સગર્ભા મહિલાએ નર્મદા નદીના પૂર ટાણે જ એક બાળકીને દીકરીને જન્મ આપ્યો હતો અને પ્રવીણ કાછડીયા તથા ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ ભાવુક થઈ ગયા અને બાળકીને હાથમાં લઇ ખુશી વ્યક્ત કરતા જોવા મળ્યા અને પ્રવીણ કાછડીયા પણ લક્ષ્મી સ્વરૂપે બાળકીના હાથમાં દક્ષિણા મૂકી લક્ષ્મીનો જન્મ થયો હોવાનું કહી ખુશી વ્યક્ત કરી હતી.
ભરૂચની ઝાડેશ્વર ચોકડી નજીક આવેલા BAPS સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પણ તાજેતરમાં નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે લોકોને મદદરૂપ થઈ રહ્યા છે નર્મદા નદીમાં જ્યારથી પૂર આવ્યું ત્યારથી જ બીએપીએસ સ્વામિનારાયણ દ્વારા પણ ભોજન ની વ્યવસ્થા સહિત જીવન જરૂરી સામગ્રીઓની કીટો તૈયાર કરી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવામાં આવી હતી અને તેઓએ પણ લોકોને સંદેશો આપ્યો હતો કે માનવ જ માનવને પગભર કરી શકે છે અને એટલા માટે જ અને તે હેતુથી દરેક લોકોમાં માનવતાની ભાવના ઉદભવે અને મદદરૂપ થાય તેવી આશાઓ પણ વ્યક્ત કરી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે


