ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Chhota Udepur : નિયત સમય મર્યાદામાં CCC પરીક્ષા પાસ નહીં કરનારા 15 આરોગ્યકર્મી છૂટા કરાયાં

નોટિસ આપી પાંચ દિવસમાં ખુલાસો માંગવામાં આદેશ કરાયો છે. હાલ, કર્મચારીઓ ગાંધીનગર ખાતે હડતાળ અને દેખાવ કરી રહ્યા છે.
11:13 PM Mar 26, 2025 IST | Vipul Sen
નોટિસ આપી પાંચ દિવસમાં ખુલાસો માંગવામાં આદેશ કરાયો છે. હાલ, કર્મચારીઓ ગાંધીનગર ખાતે હડતાળ અને દેખાવ કરી રહ્યા છે.
Chhota Udepur_gujarat_first
  1. Chhota Udepur માં જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા મોટો નિર્ણય
  2. CCC પરીક્ષા નિયત સમય મર્યાદામાં પાસ નહીં કરનારા 15 આરોગ્ય કર્મચારી છૂટા કરાયાં
  3. બીજી તરફ હડતાળ પર ઉતરેલા આરોગ્યકર્મીઓ સામે છોટાઉદેપુર તંત્રની લાલ આંખ
  4. તંત્રે નોટિસ આપી 5 દિવસમાં આરોગ્યકર્મીઓ પાસે ખુલાસો માંગ્યો
  5. છોટાઉદેપુરના 431 જેટલા આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગરમાં હડતાળ પર

છોટાઉદેપુર (Chhota Udepur) જિલ્લાનાં CCC પરીક્ષા નિયત સમય મર્યાદામાં પાસ નહીં કરનારા 15 આરોગ્ય કર્મચારીઓને તંત્ર દ્વારા છૂટા કરાયાનાં આદેશથી સમગ્ર આરોગ્ય આલમમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જિલ્લામાં આરોગ્ય વિભાગમાં (Health Department) કામ કરતા એવા 15 આરોગ્ય કર્મચારીઓ કે જેઓએ નિયત સમય મર્યાદામાં પરીક્ષા પાસ કર્યા અંગેનું પ્રમાણપત્ર વિભાગને રજૂ ન કરવામાં આવતા તેઓ સામે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે અને તેમને છૂટા કરવાનો આદેશ કરાયો છે.

આ પણ વાંચો - Surat : RTI કરી ખંડણી માંગતા પૂર્વ કોર્પોરેટરને પકડવા SOG ની ટીમનું 'દિલધડક ઓપરેશન'!

નિયત સમય મર્યાદામાં CCC પરીક્ષા પાસ નહીં કરનારા 15 આરોગ્યકર્મી છૂટા કરાયાં

સૂત્રો પાસેથી મળેલી વિગતો પ્રમાણે, કાયદાની રુએ સામાન્ય વહિવટ વિભાગ દ્વારા કોમ્પ્યૂટર કૌશલ્ય તાલીમ અને પરીક્ષા નિયમો બહાર પાડવામાં આવેલ છે. તેમ જ પરીક્ષા માટેની કાર્યપદ્ધતિ નકકી કરવામાં આવેલ છે. નિમણૂંક મેળવેલ કર્મચારીને કોમ્પ્યુટર કૌશલ્ય જ્ઞાનની લાયકાત જરૂરી છે. જોગવાઈ મુજબ, દરેક કર્મચારીઓએ તેના અજમાયશી સમયગાળા દરમિયાન સી.સી.સી. પરીક્ષા પાસ કરવાની હોઈ છે. અજમાયશી સમયગાળા દરમિયાન પરીક્ષા પાસ ન કરે તો તેઓનો નિયમોનુસાર અજમાયશી સમય લંબાવી શકાશે તે સમય દરમિયાન પણ જો પરીક્ષા પાસ ન કરે તો તેમની સેવા સમાપ્ત કરવાની હોઈ છે. જો કે, સી.સી.સી. પરીક્ષા પાસ કર્યા બાદ તેઓને સેવામાં પરત લઇ શકાય છે.

આ પણ વાંચો - Nadiad : રાજ્યમાં વધુ એક નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ, ફ્રૂડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગે દરોડો પાડી કાર્યવાહી કરી

હડતાળ પર ઉતરેલા આરોગ્યકર્મીઓ તંત્રે નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો

બીજી તરફ છોટાઉદેપુર જિલ્લાનાં હડતાળ પર ગયેલા આરોગ્ય કર્મચારીઓ સામે પણ તંત્રે લાલ આંખ કરી છે. નોટિસ આપી પાંચ દિવસમાં ખુલાસો માંગવામાં આદેશ કરાયો છે. હાલ, કર્મચારીઓ ગાંધીનગર ખાતે હડતાળ અને દેખાવ કરી રહ્યા છે. રાજ્ય સહિત છોટાઉદેપુર જિલ્લાનાં આરોગ્ય વિભાગનાં 431 જેટલા કર્મચારીઓ 17 માર્ચનાં રોજથી જિલ્લા કલેક્ટર અને જિલ્લા આરોગ્ય અધિકારીને તેઓની પડતર માંગણીઓ સંદર્ભે આવેદનપત્ર આપી અચોક્કસ મુદતની હડતાળ પર ગયા છે, જેને લઇ જિલ્લામાં અપાતી આરોગ્ય સેવા પર તેની ગંભીર અસર વર્તાઈ છે. તેવામાં હડતાળ પર ગયેલા 431 જેટલા કર્મચારીઓને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નોટિસ પાઠવી પાંચ દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે.

અહેવાલ : તૌફિક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો - Anand : કથા વચ્ચે જાણીતા કથાકાર જીગ્નેશ દાદાની તબિયત અચાનક લથડી

Tags :
CCC ExaminationChhota UdepurDistrict Health OfficerGandhinagarGUJARAT FIRST NEWSHealth DepartmentHealth workersHealth Workers StrikeTop Gujarati News
Next Article