છોટાઉદેપુર જિલ્લા પુસ્તકાલયને મારવામાં આવ્યા ખંભાતી તાળા
- છોટાઉદેપુર જિલ્લા પુસ્તકાલય ને મારવામાં આવ્યા ખંભાતીતાળા.
- છેલ્લા બે વર્ષથી ભાડું અને લાઈટ બિલ બાકી હોય કરાયું છે સીલ.
- નગર સેવા સદન ને ભાડું ના ચૂકવાતા આપવામાં આવી હતી નોટિસ.
- નોટિસ બાદ પણ ભાડું અને લાઈટ બિલ ના ભરાતા ચીફ ઓફિસરે લીધો આખરી નિર્ણય.
- જિલ્લા પુસ્તકાલયમાં 245 લોકો નું રજીસ્ટ્રેશન છે.
- જિલ્લા પુસ્તકાલયમાં વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા હતા.
- વિદ્યાર્થીઓ માટે પાડા ના વાંકે પખાલીને ડામ જેવો સર્જાયો છે ઘાટ
Chhota Udepur : છોટાઉદેપુર જિલ્લા હેડકોટર ખાતે આવેલ સરકારી જિલ્લા પુસ્તકાલયને છેલ્લા બે વર્ષથી ભાડું અને વીજ બીલ બાકી હોવાના કારણે નગર સેવા સદન દ્વારા સીલ મારી દેવામાં આવતા હાલ લાઇબ્રેરીનો લાભ લેતા 245 જેટલા લાભાર્થીઓ પાડા ના વાગે પખાલી ને ડામ જેવો ઘાટ જેવી પરિસ્થિતિ માંથીપસાર થઈ રહ્યા છે.
છોટાઉદેપુર ખાતે આવેલ જિલ્લા સરકારી પુસ્તકાલયમાં 245 જેટલા લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન ધરાવે છે. જેમાં મહત્વની વાત એ છે કે યુ.પી.એસ.સી અને જી.પી.એસ.સીની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. અને તેઓ રાત દિવસ આ લાઇબ્રેરી નો ઉપયોગ કરતા હતા. જેને લઇ આ લાઇબ્રેરી વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન હતી. પરંતુ લાઇબ્રેરી સંચાલકો દ્વારા નગર સેવા સદન ને બે વર્ષથી ભાડું તેમજ લાઈટ બિલ ના ચૂકવતા નગર સેવા સદન દ્વારા સંચાલકોને નોટિસ પણ પાઠવવામાં આવી હતી. પરંતુ છતાં કોઈ પરિણામ મળી આવેલ ન હોય છેવટે નગરસેવા સદન ચીફ ઓફિસર દ્વારા લાઇબ્રેરીને સીલ મારવાનો અંતિમ નિર્ણય લીધો હતો. જેને લઈ હાલ વિદ્યાર્થીઓ ના ભવિષ્ય સામે સવાલો ઉભા થયા છે તેમ કહીએ તો કંઈ ખોટું નથી. જોકે સરકાર દ્વારા જીલ્લા લાઇબ્રેરી માટે રૂપિયા 8 કરોડના માતબર ખર્ચે અધ્યતન સુવિધાઓથી સભર બિલ્ડીંગ તૈયાર થઈ રહ્યું છે. અને જેની કામગીરી હાલ કાર્યરત છે.
પરંતુ સમગ્ર બિલ્ડીંગ ને તૈયાર થતા આગામી છ માસ જેટલો સમય લાગવાનો અંદાજ છે. ત્યારે આ સમય દરમિયાન પાલિકા અને જિલ્લા પુસ્તકાલય સંચાલકો શું....? રસ્તો કાઢે છે એ તો આગામી સમય બતાવી શકે તેમ છે...! સરકાર દ્વારા વખતોવખત છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે તેવા પ્રયત્નો કરવામાં આવતા હોય છે. અને કરોડો રૂપિયા નું બજેટ ફાળવણી કરી પ્રજા કલ્યાણના કામો કરવામાં આવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક બાબુ ઓ ની ઘોર બેદરકારીના પાપે આપદા વેઠવાના વારા છેવટે તો પ્રજા ના ભાગ્ય માં જ હોય છે....!
અહેવાલ - તૌફિક શેખ


