CHHOTA UDEPUR : ST બસ ડેપોનો મહીલા આરામ રૂમ બિસ્માર હાલતમાં હોવાની ફરીયાદ મળતા ગુજરાત ફર્સ્ટ દ્વારા કરાયું રિયાલિટી ચેક
અહેવાલ - તોફીક શેખ છોટા ઉદેપુર જીલ્લા મુખ્ય મથકે આવેલ એસ. ટી બસ ડેપો ઉપર આવેલું મહીલા આરામ રૂમ બિસ્માર હાલતમાં હોવાની લોક ફરીયાદને લઈ ગુજરાત ફર્સ્ટ ની ટીમને મળતા કરાયું હતું રિયાલિટી ચેક. જેમાં જાણવા મળી આવેલ હતુ કે...
Advertisement
અહેવાલ - તોફીક શેખ
છોટા ઉદેપુર જીલ્લા મુખ્ય મથકે આવેલ એસ. ટી બસ ડેપો ઉપર આવેલું મહીલા આરામ રૂમ બિસ્માર હાલતમાં હોવાની લોક ફરીયાદને લઈ ગુજરાત ફર્સ્ટ ની ટીમને મળતા કરાયું હતું રિયાલિટી ચેક. જેમાં જાણવા મળી આવેલ હતુ કે એસ. ટી. ડેપો તંત્ર દ્વારા સ્ટોર રૂમ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યું હતુ.
છોટા ઉદેપુર જીલ્લા મુખ્ય મથકે આવેલ એસ. ટી બસ ડેપો ઉપર આવેલું મહીલા આરામ રૂમ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા હોવાની ફરિયાદ ગુજરાત ફર્સ્ટ છોટા ઉદેપુરની ટીમને મળતા કરાયું હતું રિયાલિટી ચેક. જેમાં ચોકવનારી વિગતો સામે આવી હતી. મહીલા આરામ રૂમનો ઉપયોગ એસ. ટી. ડેપો તંત્ર દ્વારા સ્ટોર રૂમ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યું હોવાનું નોંધાયું હતું.
રાજ્ય સરકાર દ્વારા મહિલા સુરક્ષા અને સલામતી માટે હર હંમેશ ચિંતા વ્યક્ત કરી અનેક ભગીરથ તેમજ પરીણામલક્ષી પ્રયાસો હાથ ધરે છે. અને વખતો વખત જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે.![Image preview]()
દરેક જાહેર ક્ષેત્ર ઉપર મહીલા ઓ માંટે અલાયદી વ્યવસ્થા તરીકે મહીલા કક્ષ ની વ્યવસ્થા હોઈ છે, જેમાં મહીલાને નાની મોટી તકલીફ સમયે ઉપયોગ કરી શકાય તે હેતુ રહેલો છે, પરંતું છોટાઉદેપુર એસટી ડેપો ખાતે આવેલ મહિલા કક્ષ તેનો સદુપયોગ થવાની જગ્યાએ તેમાં તેનો ઉપયોગ ડેપો તંત્ર દ્વારા સ્ટોર રૂમ તરીકે કરવામાં આવી રહ્યો છે.
મહીલાની વ્યવસ્થાના ભોગે ડેપો તંત્ર તેનો સ્ટોર રૂમ તરીકે કામમાં લઇ રહેલ હોવાની ફરીયાદને વાચા આપવા અમારી ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવતા તંત્ર દોડતું થયું હતુ.
રૂપિયા ૨ કરોડના માતબર ખર્ચે વર્ષ ૨૦૧૭ માં નવુ બસ ડેપો આધુનિક સુવિધા સભર બનાવવામાં આવેલ હતુ. જે નિર્માણ પામનાર બસ સ્ટેશનમાં વેઈટીંગ હોલ, રિઝર્વેશન રૂમ, કંટ્રોલરૂમ, સ્ટુડન્ટ પાસ, ડેપો મેનેજર રૂમ, સ્ટેન્ડ ઇન્ચાર્જ રૂમ, એડમિનિસ્ટ્રેશન ઓફિસ, કેન્ટીન, પાર્સલ રૂમ, લેડીઝ રેસ્ટરૂમ, બેબી ફિડીંગ રૂમ, ઈલેક્ટ્રિક રુમ, વોટર રૂમ, સ્ટોલ્સ અને શૌચાલય બનાવવા આવેલું છે.
પરંતુ માત્ર છ વર્ષના સમયગાળામાં જ નવી અધતન ઊભી કરવામાં આવેલ બિલ્ડીંગ કે જે મુસાફરોની સુવિધાસભર હતી, જેમાં યોગ્ય દેખરેખ અને નીગરાણીના દેખીતા અભાવને લઈ બસ ડેપોની બદ થી બદતર હાલત થઈ છે. જો કે અમારી ટીમની મુલાકાત બાદ એસ. ટી ડેપોના તંત્ર દ્વારા
મહિલા આરામ કક્ષના દરવાજા ખોલવાની બાહેધરી આપી હતી. હવે જોવાનું એ રહ્યું કે ક્યારે મહિલાઓ માટેની સગવડ માટે ફાળવેલ રૂમમાં દરવાજા ખુલે છે તે જોવાનું રહ્યું.
આ પણ વાંચો -- Jamnagar: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા રૂ. 4.30 કરોડના ખર્ચે પુનઃનિર્મિત સર પી.એન. રોડનું લોકાર્પણ
Advertisement


