ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Chhota Udepur : ઉનાળાની શરૂઆતમાં જ પાણી માટે વલખા મારી રહ્યા છે લોકો

છોટાઉદેપુર (Chota udepur) જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આવેલ કુંડા ગામ (Kunda village) ના નોલિયાબારી ફળિયામાં પાણી માટે ગામની મહિલાઓ વલખા મારી રહી છે. આ ફળિયાની મહિલાઓ દૂર કોતરમાં આવેલા એક વર્ષ જૂના કૂવામાંથી ગંદુ પાણી પીવા માટે...
07:12 PM Apr 08, 2024 IST | Hardik Shah
છોટાઉદેપુર (Chota udepur) જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આવેલ કુંડા ગામ (Kunda village) ના નોલિયાબારી ફળિયામાં પાણી માટે ગામની મહિલાઓ વલખા મારી રહી છે. આ ફળિયાની મહિલાઓ દૂર કોતરમાં આવેલા એક વર્ષ જૂના કૂવામાંથી ગંદુ પાણી પીવા માટે...
Chhota Udepur Water Crisis

છોટાઉદેપુર (Chota udepur) જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આવેલ કુંડા ગામ (Kunda village) ના નોલિયાબારી ફળિયામાં પાણી માટે ગામની મહિલાઓ વલખા મારી રહી છે. આ ફળિયાની મહિલાઓ દૂર કોતરમાં આવેલા એક વર્ષ જૂના કૂવામાંથી ગંદુ પાણી પીવા માટે મજબૂર બની છે.

Chota udepur

છોટાઉદેપુર (Chota udepur) જિલ્લામાં ઘણા એવા ગામડાઓ છે, જે પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. નસવાડી તાલુકાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આવેલું આ કુંડા ગામનું નોલીયાબારી ફળીયુ છે. આ ફળિયામાં 30 જેટલા ઘરો આવેલા છે અને 250 જેટલા વસ્તી ધરાવતું આ ફળીયુ છે. આ ફળિયામાં પીવાના પાણી માટે સરકાર દ્વારા માત્ર 1 મીની ટાંકી બનાવવામાં આવી છે. પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીના સ્તર નીચા જતા રહે છે. ત્યારે ગામના લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. આ ફળિયાની મહિલાઓ પાણી માટે એક કોતરમાં વર્ષો જૂનો કૂવો આવેલો છે. ત્યાં પાણી ભરવા માટે જવું પડે છે. આ કૂવામાં વહેલી સવારથી મહિલાઓને લાઈનમાં ઊભા રહેવું પડે છે. ટેકરા પર રહેતા આદિવાસીઓ નીચે કોતરમાં ઉતરે છે અને પાણી ભરે છે. આ કૂવામાં પાણી ગંદુ હોય છે. પરંતુ ગામના લોકોને પાણીનો બીજો કોઈ સ્ત્રોત છે જ નથી. ડુંગર વિસ્તારમાં લોકોને પાણી માટે એક મુસીબત છે. ઢોર ઢાંકર માટે પણ પાણી અહીયાંથી જ ભરવું પડે છે.

Chhota Udepur

આ કુંડા ગામના નોલિયાબારી ફળિયાની અંદાજિત 12 કિ.મી. દૂર જ નર્મદા નદી પસાર થાય છે. આ નર્મદા નદીનું પાણી છેક કચ્છ સૌરાષ્ટ્ર સુધી નર્મદા નદીનું પાણી પહોંચે છે અને નર્મદાના નીરના વધામણા કરવામાં આવે છે. પરંતુ જે વિસ્તારમાંથી નર્મદા નદી પસાર થાય છે તે વિસ્તારના લોકો જ પાણી માટે વલખાં મારી રહ્યા છે. સરકાર લોકોની સુખાકારી માટે કરોડ રૂપિયાના આયોજનો કરે છે, અનેક યોજનાઓ બનાવવામાં આવી છે, અને તેની અમલવારી કરાવવા માટે અલયદા વિભાગોની રચના પણ કરવામાં આવી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક બાબુઓના યોગ્ય આયોજન, સર્વે, દેખરેખ, નિગરાણીના દેખીતા અભાવને કારણે સરકારનો છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાનો સંકલ્પમાં 100 ટકા સિદ્ધ થઈ શકતો નથી. તેવામાં ગામ લોકોએ પાણી માટે સરકાર પાસે માંગ કરી છે કે વહેલી તકે પાણીની સુવિધા કરવામાં આવે.

અહેવાલ - તૌફિક શેખ

આ પણ વાંચો - VADODARA : અકોટા વિસ્તારની હકીકત, નલ સે દુષિત જલ

આ પણ વાંચો - VADODARA : કમાટીબાગના પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવશે, “ફળાહાર, સેન્ડવીચ પફ પેનલ અને પાણીનો છંટકાવ”

Tags :
beginning of summerChhota UdepurChhota Udepur NewsChotaudepurChotaudepur NewsGujaratGujarat FirstGujarat NewsGujarati Newssmall villagestruggling for waterWater crisisWater Crisis news
Next Article