Chhota Udepur : નગરપાલિકા ચૂંટણીનો ધમધમાટ તેજ, બે દિવસમાં કુલ 131 ઈચ્છુક ઉમેદવારો ફોર્મ લઈ ગયા
- Chhota Udepur માં નગરપાલિકા ચૂંટણીનો ધમધમાટ તેજ
- BJP, કોંગ્રેસ, BSP, આપ સહિત તમામ પક્ષોએ કરમ કસી
- બે દિવસમાં કુલ 131 ચૂંટણી લડવા ઈચ્છુંક ઉમેદવારો ફોર્મ લઈ ગયા
- આ વખતે અપક્ષ બાજી બગાડે તેવા પ્રબળ એંધાણ
છોટાઉદેપુર (Chhota Udepur) નગરપાલિકા ચૂંટણીનો ધમધમાટ તેજ થયો છે. બે દિવસમાં 131 સંભવિત ઉમેદવારો ફોર્મ લઈ ગયા છે. કોંગ્રેસ (Congress), ભાજપ (BJP), આપ (AAP) અને બસપા (BSP) પાલિકાની બાગડોર કબજે કરવા મેદાને ઉતર્યા છે. તો આ વખતે અપક્ષો બાજી બગાડી શકે તેવી હાલનાં તબક્કે સંભાવનાઓ સેવાઈ રહી છે.
આગામી 16 મી ફેબ્રુઆરીએ છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીનું (Sthanik Swaraj Election) મતદાન થવાનું છે. કહીં શકાય 22 માસ જેટલા સમયથી વહીવટદારનાં શાસનથી ચાલતી છોટાઉદેપુર નગરપાલિકાની બાગડોર કબજે કરવા માટે તમામ રાજકીય પાર્ટીઓએ કમરકસી છે અને ભરશિયાળે નગરનું રાજકારણ ગરમી પકડી રહ્યું છે. પરંતુ, હાલ મતદાતાઓ પોતાનાં પત્તાઓ ઓપન કરી રહ્યા ના હોવાથી રાજકીય હલચલ દિન બ દિન તેજ બની રહી છે.
બે દિવસમાં કુલ 131 ઉમેદવારી ફોર્મ લઈ ગયા
છોટાઉદેપુર નગરપાલિકાની (Chhota Udepur) ચૂંટણીનાં જાહેરનામા બાદ બે દિવસમાં કુલ131 ચૂંટણી લડવા ઈચ્છુંક ઉમેદવારો ફોર્મ લઈ ગયા છે. 7 વોર્ડ માટે કુલ 28 બેઠકો માટે હાલ તો 131 ઉમેદવારી ફોર્મ લઈ ગયા છે. પરંતુ, ઉમેદવારી ફોર્મ લઈ જનાર તમામ ઉમેદવાર હોઈ શકે તે માનવાનું કોઈ કારણ નથી. કારણ કે હજી તો આ પ્રારંભ છે અને આ છોટાઉદેપુર નગરપાલિકાનું રાજકારણ છે, જેમાં ગમે ત્યારે ગમે તેવા ફેરફારોને અવકાશ હોય છે, જેનો ઈતિહાસ સાક્ષી પુરે છે.
આ પણ વાંચો - Rajkot : વર્ષ 2024 માં સિવિલની વિક્રમી 10 લાખથી વધુની OPD, 1.22 લાખ લોકોને ઇન્ડોર સારવાર
ભાજપ નેતા ભરતભાઈ ડાંગરનો હુંકાર
છોટાઉદેપૂર નગરપાલિકામાં ભાજપનો (BJP) બોર્ડ બનશે તેવો હુંકાર ભાજપ નેતા ભરતભાઈ ડાંગર દ્વારા ભરવામાં આવ્યો છે. પાલિકા ચૂંટણી માટે ભાજપ તરફથી ઉમેદવાર થવા ઈચ્છુક કાર્યકરો માટે છોટાઉદેપુર એ.પી.એમ.સી ખાતે ત્રણ નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં 50 કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. જે તબક્કે ભાજપા નેતા ભરતભાઈ ડાંગર દ્વારા પાલિકામાં ભાજપનું બોર્ડ બનશે તે હુંકાર ભર્યો હતો. છોટાઉદેપુર કોંગ્રેસ (Congress) દ્વારા પણ મહત્તમ બેઠકો સાથે પાલિકામાં કોંગ્રેસનું શાસન અસ્તિત્વમાં આવશે એવું કોંગ્રેસી નેતા અર્જુનભાઈ રાઠવાએ ભરોસો વ્યક્ત કર્યો છે. છોટાઉદેપુર કોંગ્રેસ દ્વારા પણ 10 જેટલા મુદ્દાઓ સાથે નગરમાં પત્રિકાની વહેંચણી કરી અને પ્રચાર અભિયાન હાથ ધરવામાં આપ્યું છે.
ભાજપા નેતાઓના માથે મોટી જવાબદારી
છોટાઉદેપુર નગરપાલિકામાં બ.સ.પા 15 થી વધુ બેઠકો જીતશે અને બ.સ.પા (BSP) સૌથી મોટી પાર્ટી તરીકે ચૂંટાઈને આવશે. તેવું શહેર પ્રમુખ નરેન જયસવાલ દ્વારા પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અત્રે મહત્ત્વની વાત એ છે કે આ વખતે છોટાઉદેપુર જિલ્લામાં એકલોતી નગરપાલિકામાં ભાજપનું બોર્ડ બેસાડવાની જવાબદારી પણ ભાજપા નેતાઓના માથે છે. છોટાઉદેપુર જિલ્લાની (Chhota Udepur) ત્રણેય વિધાનસભા બેઠક, લોકસભા બેઠક, જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયત તમામ ભાજપનાં કબજામાં છે. ત્યારે છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપનો બોર્ડ બેસી તેવી જવાબદારી ભાજપા નેતાઓના શીરે છે અને જે માટે ભારે કસરત કરવામાં આવી રહી છે. છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણીમાં AAP પણ મેદાને છે. આગામી નગરપાલિકા ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટી તરફથી પણ ઉમેદવારો ઉતરવાની કવાયત તેજ કરાઇ છે અને ચૂંટણીમાં જીત મેળવવા માટે સઘળા પ્રયાસો સાથે મેદાને પડી છે.
આ પણ વાંચો - Surat : MD ડ્રગ્સનાં સેવનથી 32 વર્ષીય રિક્ષાચાલકનું મોત થયું, પરિવારનો દાવો, ન્યાયની માગ
આ વખતે અપક્ષ બાજી બગાડે તેવા પ્રબળ એંધાણ
છોટાઉદેપુર પાલિકાની ચૂંટણીમાં આ વખતે અપક્ષો બાજી બગાડી શકે તેવી પણ લોક ચર્ચા છે. પાલિકાની ગઈ ટર્મમાં કુલ 7 વોર્ડની 28 બેઠકોની વાત કરીએ તો BSP-9, કોંગ્રેસ-8, ભાજપ-4, બી.ટી.પી-2 અને 5 બેઠકો અપક્ષોનાં ફાળે હતી. જેને લઇ સત્તામાં થયેલા અનેક વખતનાં પરિવર્તનનાં કારણે આ વખતે અપક્ષ ઉમેદવારી તરફ ઉમેદવારોનું ઝૂકાવ હોવાનું પણ સાંભળવા મળી રહ્યું છે. આ સાથે જો રાજકીય પક્ષની ટિકિટ ના મળે તો નારાજ થયેલા કાર્યકરો જો અપક્ષ ઉમેદવારી કરે તેવામાં અપક્ષો કદાવર નેતાઓનું પણ ખેલ બગાડી શકે છે. તેવી લોક ચર્ચા છે.
હાઈ પ્રોફાઈલ વોર્ડ નંબર 2 અને 7 પર સૌ કોઈની નજર
જો કે આ વખતે છોટાઉદેપુર (Chhota Udepur) પાલિકાની સમગ્ર ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહેવાની સંભાવનાઓની સાથે હાઇ પ્રોફાઈલ વોર્ડ તરીકે માનવામાં આવતા વોર્ડ નંબર 2 અને 7 પર પણ સૌ કોઈની નજર મંડાઈ રહી છે અને જેને લઇ હાલ મતદાતાઓનાં માન દિન પ્રતિદિન વધતા હોવાનું પણ સાંભળવા મળી રહ્યું છે.
અહેવાલ : તૌફિક શેખ, છોટાઉદેપુર
આ પણ વાંચો - BZ Group Scam : 1300 લોકો જોડે રૂ. 70 કરોડનું રોકાણ કરાવનારા સરકારી શિક્ષક સામે કડક કાર્યવાહી