Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CHHOTA UDEPUR : બોડેલી ખાતે નકલી સિંચાઈ ઉભી કરી કૌભાંડ કર્યા હોવાની ઘટના આવી સામે

અહેવાલ - તોફિક શેખ નકલી કચેરીમાં અગાઉ છોટાઉદેપુર પોલીસ દ્વારા સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.જેમાં ચાર સરકારી કર્મચારીઓ સહિત અન્ય ત્રણની સંડોવણી બહાર આવતાં પોલીસે અટકાયત કરી હતી. હાલ તમામ આરોપીઓ જેલ હવાલે  આ સાથે છોટા ઉદેપુર પોલીસ દ્વારા...
chhota udepur   બોડેલી ખાતે નકલી સિંચાઈ ઉભી કરી કૌભાંડ કર્યા હોવાની ઘટના આવી સામે
Advertisement
અહેવાલ - તોફિક શેખ
નકલી કચેરીમાં અગાઉ છોટાઉદેપુર પોલીસ દ્વારા સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.જેમાં ચાર સરકારી કર્મચારીઓ સહિત અન્ય ત્રણની સંડોવણી બહાર આવતાં પોલીસે અટકાયત કરી હતી.
હાલ તમામ આરોપીઓ જેલ હવાલે 
આ સાથે છોટા ઉદેપુર પોલીસ દ્વારા 70 જેટલા એકાઉન્ટ માં 2.96 લાખ ફ્રીજ કરાવ્યા હતા. જે મામલે આજ રોજ છોટાઉદેપુર જિલ્લા પોલીસવડા આઈ .જી શેખ દ્વારા અખબાર પરિષદ યોજી તપાસમાં બહાર આવેલ ચોકાવનારા ખુલાસાઓ કર્યા હતા. આ સમગ્ર ઘટના ૨૦૧૬ થી ૨૦૨૩ દરમિયાન ચાલતી હોવાનો મોટો ખુલાસો કર્યો હતો, જેમાં 21.15 લાખ નો ગબન થયા હોવાનુ બહાર આવ્યું છે.  છોટાઉદેપુર પોલીસે આ મામલે અન્ય ત્રણ આરોપીઓની અટક કરવામાં આવી છે. જેમાં તત્કાલીન પ્રાયોજના વહીવટદાર વી.સી.ગામીત દ્વારા કોર્ટમાં સરેન્ડર થતા છોટાઉદેપુર પોલીસે કબજો મેળવ્યો છે. અને સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે. કૌભાંડનો ભેજાબાજ અબુબકર સૈયદ નો ભાઈ એજાજ સૈયદ કે જે સમગ્ર એકાઉન્ટનું સંચાલન કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.  તેમજ રિટાયર્ડ સનદી અધિકારી બી.ડી નિનામાનો પણ દાહોદ પોલીસ પાસેથી છોટાઉદેપુર પોલીસે કબજો મેળવ્યો છે.
છોટાઉદેપુર પોલીસે બીજા 24 એકાઉન્ટમાં રૂપિયા 20 લાખ 58 હજાર ફ્રીજ કરાવ્યા છે
છોટાઉદેપુર પોલીસે બીજા 24 એકાઉન્ટમાં રૂપિયા 20 લાખ 58 હજાર ફ્રીજ કરાવ્યા છે.  જે મળીને કુલ 94 ખાતા ની 3 કરોડ 17લાખ ની રકમ ફ્રીઝ કરાવી છે. આ સાથે ચાર લાખ રૂપિયાની ફીઝીકલી રિકવરી પણ કરવામાં આવી છે. આરોપીઓ દ્વારા બેન્કોમાં ગાંધીનગરનો નકલી ઓર્ડર રજૂ કરાયો હોવાનું પણ બહાર આવ્યું છે, જે ઓર્ડર પણ નકલી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. છોટાઉદેપુર પોલીસે વી.સી.ગામીત, બીડી નિનામા એજાજ સૈયદ એમ કુલ ત્રણ નવા આરોપીની અટક કરવામાં આવ્યા છે. વીસી ગામીતના સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે,એજાજ સૈયદના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
તેમજ બીડી નિનામાના રિમાન્ડ મેળવવાની તજવીજ છોટાઉદેપુર પોલીસે હાથ ધરી છે. આમ છોટાઉદેપુર પોલીસ દ્વારા નકલી સિંચાઈ ઓફિસ મામલે આજદિન સુધી કુલ 10 આરોપીઓની અટક કરવામાં આવી છે. હાલ અટક થયેલ 10 આરોપીઓ પૈકી 6 સરકારી કર્મચારી અને અન્ય ચાર મળી કુલ 10 આરોપી ઉપર આંક ગયો છે. તેમજ આવનારા દિવસોમાં નવા ખુલાસાઓ બહાર આવે તેવી હાલના તબક્કે તીવ્ર સંભાવનાઓ સેવાય રહી છે.
Tags :
Advertisement

.

×