Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhota Udepur : આચાર્ય, ન.પા. પ્રમુખ-ઉપપ્રમુખ તથા અધિકારીઓ સામે શિક્ષકોના ગંભીર આરોપ

શિક્ષકોએ સરકાર પાસે તાત્કાલિક પોલીસ રક્ષણ આપવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માગ કરી છે.
chhota udepur   આચાર્ય  ન પા  પ્રમુખ ઉપપ્રમુખ તથા અધિકારીઓ સામે શિક્ષકોના ગંભીર આરોપ
Advertisement
  1. Chhota Udepur ની શાળામાં શિક્ષકો પાસે લાંચ માગવાનો આક્ષેપ
  2. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને શાળાનાં શિક્ષકોનો આરોપ
  3. છોટાઉદેપુરમાં નગરપાલિકા સંચાલિત એસ.એફ. હાઇસ્કૂલની ઘટના
  4. શાળા શિક્ષકો પાસે ધમકી આપીને લાખો રૂપિયાની માગ કરી હોવાનો આરોપ
  5. આચાર્ય, નપા પ્રમુખ-ઉપપ્રમુખ તથા અધિકારીઓની સંડોવણીનો આક્ષેપ

Chhota Udepur : છોટાઉદેપુરની શાળામાં શિક્ષકો પાસે લાખો રૂપિયાની લાંચ માગવાનો ગંભીર આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja) અને શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યો છે. નગરપાલિકા સંચાલિત એસ.એફ. હાઇસ્કૂલનાં (S.F. High School) આચાર્ય, નપા પ્રમુખ-ઉપપ્રમુખ તથા અધિકારીઓએ શિક્ષકોને નોકરીની ધમકી આપી લાંચ મંગાયાનો ગંભીર આરોપ થયો છે. આ મામલે શિક્ષકોએ સરકાર પાસે તાત્કાલિક પોલીસ રક્ષણ આપવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માગ કરી છે.

આ પણ વાંચો - જેલમાં કેદ પત્રકાર મહેશ લાંગા સાથે સંકળાયેલા ચર્ચાસ્પદ Gujarat Maritime Board ના દસ્તાવેજો ચોરી કરવાના કેસમાં કર્મચારીની ધરપકડ

Advertisement

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને શાળાનાં શિક્ષકોનો આરોપ

છોટાઉદેપુરમાં (Chhota Udepur) નગરપાલિકા સંચાલિત એસ.એફ. હાઇસ્કૂલ વિવાદમાં સપડાઈ છે. શાળાનાં શિક્ષકો અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા શાળાનાં આચાર્ય, નગરપાલિકાનાં પ્રમુખ, ઉપપ્રમુખ અને અધિકારીઓ સામે ધોરણ 9 થી 12 ના નવા નિમાયેલા શિક્ષકો પાસે પૈસાની માગણી કરાય રહી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ સાથે શિક્ષકોને નોકરીની ધમકી અપાઈ લાંચ માગી હોવાનો અને ફિક્સ પે માંથી કાયમી થવાની ફાઈલ અટકાવવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

Advertisement

આ પણ વાંચો - Jamnagar : ધ્રોલ-જાલીયા-માનસર રોડ પર અકસ્માત, બાઇકચાલકનું મોત!

Chhota Udepur ની શાળાનાં આચાર્ય, નપા. પ્રમુખ-ઉપપ્રમુખ, અધિકારી સામે આરોપ

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja) અને શિક્ષકોએ આરોપ લગાવ્યો કે, નાણાં ન આપ્યા તો ગંભીર આક્ષેપ લગાવી સસ્પેન્ડ કરવાની અને અપડાઉનની છૂટ તેમ જ હક રજા પણ વાપરવા નહીં દેવાય તેવી ધમકી આપવામાં આવી રહી છે. તેમનો એવો પણ આરોપ છે કે, આ મામલે અગાઉ શિક્ષકોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી પરંતુ તેમ છતાં પગલાં લેવામાં આવ્યા નથી. પુરાવા તરીકે તેમની સાથે થયેલી વાતચીતનો 45 મિનિટનો ઓડિયો હોવાનું પણ શિક્ષકોએ જણાવ્યું છે. ષડયંત્રમાં સંડોવાયેલા આચાર્ય, નપા પ્રમુખ-ઉપપ્રમુખ અને અધિકારીઓ સામે તપાસની માગ કરાઈ છે. સાથે જ શિક્ષકોએ સરકાર પાસે તાત્કાલિક પોલીસ રક્ષણ આપવામાં આવે તેવી પણ માગ કરાઈ છે.

આ પણ વાંચો - Ghed Bachavo Padyatra : AAP ના નેતા પ્રવીણ રામ ઘેડ બચાવો પદયાત્રામાં થયા બેભાન

Tags :
Advertisement

.

×