Chhota Udepur : બોડેલી તાલુકાના કોસીન્દ્રાથી ભાખા ગામને જોડતો માર્ગ બિસ્માર, વાહનચાલકોને ભારે હાલાકી
- બોડેલી તાલુકાના કોસીન્દ્રાથી ભાખા ગામને જોડતો માર્ગ બિસ્માર (Chhota Udepur)
- રસ્તો બિસ્માર થતા વાહનચાલકોને ભારે હાલાકી
- ખાડાને ટાળવો જરા ચૂક થાય તો સ્લીપ ખાઇને પડી જવાય
- માવલી ગામને જોડતો રસ્તો પણ અતિ બિસ્માર!
Chhota Udepur : છોટાઉદેપુર જિલ્લાના કેટલાય એવા માર્ગો છે કે જે રાહદારીઓ માટે માથાનાં દુ:ખાવા સમાન બની ગયા છે. પરંતુ, માર્ગ મકાન વિભાગને રાહદારીઓને પડતી મુશ્કેલીઓની જાણે પડી ના હોય તેમ લાગી રહ્યું છે. બોડેલી તાલુકાના (Bodeli) કોસીન્દ્રાથી ભાખા ગામને જોડતા 15 કિમીનો માર્ગ એટલો બિસ્માર બની ગયો છે કે જેની ઉપરથી બાઇક સવારને પસાર થવું જીવને જોખમમાં મૂકવા સમાન બની ગયું છે. આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે આ માર્ગ પર એટલા બધા મસમોટા ખાડા આવે છે કે ક્યાં ખાડાને ટાળવો, જરા ચૂક થાય તો ગાડી સ્લીપ ખાઇને પડી જવાય તેની ભીડ વાહનચાલકોને રહે છે.
બિસ્માર માર્ગનાં લીધે અગાઉ અનેક વખત વાહનચાલકો પડી જતાં ઇજાઓ પહોંચી!
સ્થાનિકોનાં જણાવ્યા મુજબ, બિસ્માર માર્ગનાં કારણે અગાઉ અનેક વખત વાહનચાલકો પડી જતાં ઇજાઓ પહોંચી હોવાની ઘટનાઓ બની ચૂકી છે. કેટલાક રાહદારીઓ તો કહી રહ્યા છે કે આ માર્ગ પરથી વાહન લઈને જવું તેના કરતા તો ચાલીને જવું સારું છે. આવી પરિસ્થિતિ હોવા છતાં રાહદારીને આ જર્જરિત રસ્તા પરથી કાયમ અવર-જવર કરવાની ફરજ પડી રહી છે.
આ પણ વાંચો - Junagadh: 'સત્તામાં હતા ત્યારે રોજગાર અભિયાન યાદ ન આવ્યું?', દિનેશભાઈ ખટારીયાએ વિરોધીઓને આડે હાથ લીધા
Chhota Udepur જિ. માં કોસીન્દ્રાથી ભાખાનો 20 કિમીના માર્ગ બિસ્માર હાલતમાં
કોસીન્દ્રાથી ભાખાનો (Kosindra to Bhakha) 20 કિમીના માર્ગ એટલો બિસ્માર બન્યો છે કે રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. આ જ માર્ગ પરથી નસવાડી તરફ જવું હોય તો બીજો એક રસ્તો આજ માર્ગ પરથી વળાંક લે છે પરંતુ, આ માર્ગ જર્જરિત હોવાથી માવાલીનાં 5 કિમીનો માર્ગ કેવી રીતે પસાર કરવો? તેનો લોકો વિચાર કરે છે. આ માર્ગ પર મસમોટા ખાડા પડ્યા હોવાથી બે માસ પહેલા માર્ગને રિપેર કરાયો હતો. પરંતુ, આરોપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કપચી તો નાખવામાં આવી પરંતુ ડામરનો નામો નિશાન નથી. સ્થાનિકો દ્વારા માર્ગ રિપેરિંગમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ થઈ રહ્યો છે અને ભ્રષ્ટ અધિકારીઓ, કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવા માગ ઊઠી છે. જો કે, હવે આ સમસ્યાનો હલ ક્યારે આવશે તેને લઈને લોકોનાં મનમાં સવાલ છે.
અહેવાલ : સલમાન મેમણ, બોડેલી, છોટાઉદેપુર
આ પણ વાંચો - Rajkot: સૌપ્રથમવાર રાજકોટમાં એર શો યોજાશે, આવતીકાલે હવાઈ કરતબો સાથે મિસાઇલનું પ્રદર્શન કરાશે