Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhotaudepur: સ્થાનિક પરંપરા અને સંસ્કૃતિને યથાવત રાખી ગેર મેળાને રાષ્ટ્રીય કક્ષાએ ઉજાગર કરવાનો પ્રયાસ, સ્પર્ધાનું પણ આયોજન

Chhotaudepur: છોટાઉદેપુર જિલ્લાના હોળીના મેળાઓમાં હોળીના ત્રીજા દિવસે તારીખ 16/03/2025 ના રોજ કવાંટ ખાતે વિશ્વવિખ્યાત ભાતીગળ ‘ગેર’નો લોકમેળો યોજાય છે.
chhotaudepur  સ્થાનિક પરંપરા અને સંસ્કૃતિને યથાવત રાખી ગેર મેળાને રાષ્ટ્રીય કક્ષાએ ઉજાગર કરવાનો પ્રયાસ  સ્પર્ધાનું પણ આયોજન
Advertisement
  1. ઇચ્છુક સ્પર્ધકોએ chhotaudepur.nic.in પરથી રજીસ્ટ્રેશન થશે
  2. ટ્રાયફેડ, ગુર્જરી અને ટીસીજીએલના સહયોગથી અનેખો પ્રયાસ
  3. સ્થાનિક કલાકારોની કલાકૃતિઓને પ્રોસાહન આપવાનો નવતર પ્રયાસ

Chhotaudepur: છોટાઉદેપુર જિલ્લાના હોળીના મેળાઓમાં હોળીના ત્રીજા દિવસે તારીખ 16/03/2025 ના રોજ કવાંટ ખાતે વિશ્વવિખ્યાત ભાતીગળ ‘ગેર’નો લોકમેળો યોજાય છે. આ મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના સરહદિ વિસ્તારના આદિવાસી ‘ઘેરૈયા’ પાંચ દિવસ આકરા ઉપવાસ કરી ગેર ઉઘરાવે છે. ગેરમેળાનું મુખ્ય આકર્ષણ લોકવાદ્યોના તાલ પર તાલબદ્ધ ‘ઘેરૈયા નૃત્ય’ કરતા ઘેરૈયા છે. જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષતમાં ગેર મેળા- 2025ની પ્રેસ કોન્ફરન્સ કલેક્ટર કચેરીના વિ.સી. હોલ ખાતે યોજાઈ હતી.

‘ઘેરૈયા’ પાંચ દિવસ આકરા ઉપવાસ કરી ગેર ઉઘરાવે છે

આદિવાસી પરંપરા અને સંસ્કૃતિની ઝાખી કરાવતા ‘ગેરમેળા’ને રાષ્ટ્રીય કક્ષાના મેળાઓની શૃખલામાં મુકવાનો જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સ્થાનિક પરંપરા અને સંસ્કૃતિને યથાવત રાખી નવતર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ નવતર પ્રયાસની માહિતી આપતા જિલ્લા કલેકટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે, સ્થાનિક સંસ્કૃતિને ઉજાગર કરવા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ‘ગેરમેળા’ દરમિયાન ઘેરૈયા ટીમ હરિફાઇ,પરંપરાગત તિરંદાજી રમત સ્પર્ધા, ગિલોલ રમત સ્પર્ધા, પિઠોરા ચિત્ર હરિફાઇ, સંગીતવાદ્ય હરિફાઇ, લોકવાદ્યો, લોકગીતો અને નૃત્ય હરિફાઇ, ફોટોગ્રાફી હરિફાઇ, મીડિયા કવરેજ હરિફાઇનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો: VADODARA : ગેસ બિલના બાકી નાણાંની વસુલાત તેજ, 115 કનેક્શન કપાયા

આ મેળામાં અનેક સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે

ગેરમેળામાં યોજાના સ્પર્ધાઓ જાણકારી આપતા કલકેટરએ કહ્યું કે, આ સ્પર્ધા ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોએ chhotaudepur.nic.in પરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 28/02/2025 છે. તારીખ 10/03/2025ના રોજ રામ ઢોલ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધાના વિજેતાઓને તારીખ 16/03/2025 ના રોજ પ્રોત્સહાક ઇનામ આપવામાં આવશે. જ્યારે આદિવાસી પરંપરાગત તિરંદાજી અને ગિલોલની રમત હરિફાઇ તારીખ 15/03/2025 અને તારીખ 16/03/2025ના રોજ થશે. ઘેરૈયા ટીમ હરિફાઇ,પિઠોરા ચિત્ર હરિફાઇ,સંગીતવાદ્ય હરિફાઇ, લોકવાદ્યો,લોકગીતો અને નૃત્ય હરિફાઇ તારીખ 16/03/2025ના રોજ થશે. ફોટોગ્રાફી હરિફાઇ તારીખ 16/03/2025ના રોજ યોજાશે.મીડિયા કવરેજ હરિફાઇ તારીખ 11/03/2025 થી શરૂ થશે અને તારીખ 20/03/2025ના રોજ પૂર્ણ થશે. પ્રિન્ટ મીડિયામાં સમાચારપત્રમાં આવેલા સમાચાર, લેખ, ખાસલેખ, ફોટોસ્ટોરી, લેખનશૈલી અને મૌલિકતા પર ધ્યાન આપવામાં આવશે. ઇલેકટ્રોનિક મીડિયામાં ગેરમેળાના કવરેજને કેટલુ ફુટેજ મળે છે તે ધ્યાને લેવાશે.સોશિયલ મીડિયા પર લાઇક, ફોલો, રીચ જોવામાં આવશે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી વખતે #Germela2025, #GujaratTourism અને #garvigujarat લખવાનું રહેશે. ઘેરૈયા ટીમ હરિફાઇમાં સ્થાનિક 26 ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

આ પણ વાંચો: Gujarat રાજ્યના પોલીસ બેડામાં 159 PSIને પ્રમોશન આપવામાં આવ્યું, જાણો કોના છે નામ

આદિવાસી સમુદાયની ઝાખી કરાવતા ભીતચિત્રો દોરવામાં આવશે

જિલ્લા કલેક્ટર ગેરમેળામાં આવનાર સહેલાણીઓને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા નવતર પ્રસાયથી મળવાની સુવિધાઓ વિશે જણાવતા કહ્યું કે કવાંટના મુખ્ય બજારમાં 28 જગ્યાઓ પર આદિવાસી સમુદાયની ઝાખી કરાવતા ભીતચિત્રો દોરવામાં આવશે. આ ભીતચિત્રો દ્વારા કવાંટમાં આવનાર સહેલાણીઓને સ્થાનિક સંસ્કૃતિને જાણી શકશે. ટ્રાયફેડ,ગુર્જરી અને ટીસીજીએલના સહયોગથી સ્થાનિક કલાકારોને પ્રોસાહન મળે તે માટે સ્થાનિક બનાવટની વિવિધ કલાકૃતિઓના વેચાણ માટે સ્ટોલ બનાવી વેચાણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, સ્થાનિક વાનગીનો સ્વાદ માણી શકા તે માટે અલગ અલગ જગ્યા પર સ્ટોલ રાખવામાં આવશે. સહેલાણીઓને સ્થાનિક પરંપરાગત સંગીત વાદ્યોનું જીવંત પ્રસારણ માણી શકશે. સમગ્ર ગેર મેળા દરમિયાન સ્વચ્છતા, પીવાનું પાણી, સહેલાનીઓની બેઠક વ્યવસ્થા તેમજ પ્રાથમિક સુવિધાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવશે.

આ પણ વાંચો: Rajkotમાં પાયલ હોસ્પિટલ CCTV કાંડનો મામલો, આરોગ્ય તંત્રએ માત્ર નોટિસ જ ફટકારી

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×