Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhotaudepur : અઠવાડિક હાટબજારનાં દિવસે ભંગૂરિયાનો મેળો ભરાયો, રંગબેરંગી પરિધાનમાં ટુકડીઓ આવી

હોળી પૂર્વે અને હોળી બાદ વિવિધ વિસ્તારોમાં વિવિધ મેળાઓ થાય છે એ તમામ મેળાઓની અલગ-અલગ ખાસ વિશેષતાઓ રહેલી છે.
chhotaudepur   અઠવાડિક હાટબજારનાં દિવસે ભંગૂરિયાનો મેળો ભરાયો  રંગબેરંગી પરિધાનમાં ટુકડીઓ આવી
Advertisement
  1. છોટાઉદેપુર (Chhotaudepur) ખાતે આજે ભંગૂરિયાનો મેળો ભરાયો
  2. મેળામાં વિશાળ જનમેદની ઉમટી પડી
  3. ઢોલ-તાસા અને વાંસળી વાંદનનાં સૂરો વચ્ચે હોળીનો બિગુલ ફૂંકાયું હતું.

છોટાઉદેપુર પંથક્માં (Chhotaudepur) આદીવાસીઓનાં સૌથી મોટા અને પારંપરિક ગણાતા હોળીનાં તહેવાર પૂર્વે ભંગૂરિયાનાં મેળા (Bhanguriya Fair) યોજાઈ રહ્યા છે. છોટાઉદેપુર પંથક્માં દરેક ગામમાં જુદા-જુદા દિવસે ભરાતાં અઠવાડિક હાટબજારનાં દિવસે ભંગૂરિયાનો મેળો ભરાય છે, જેમાં આદીવાસીઓ મોટી સંખ્યામાં રંગબેરંગી પરિધાનમાં જુદા-જુદા ગામની અલગ-અલગ ટુકડીઓ બનાવી આદીવાસી પરંપરા મુજબ ઢોલ નગારા–ત્રાસા અને પાવા લઈને ટીમલી નાચતા જોવા મળે છે.

આ પણ વાંચો - Amit Shah in Gujarat : ભારતની સેના જોડે મજાક ન કરાય તેવો સંદેશ વિશ્વમાં આપ્યો : અમિત શાહટ

Advertisement

Advertisement

અઠવાડિક હાટ બજારનાં દિવસે ભંગૂરિયાનો મેળો ભરાયો

છોટાઉદેપુર જિલ્લો (Chhotaudepur) એ આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે, જ્યાં હોળીનાં પર્વનું ખાસ મહત્ત્વ રહેલું છે. હોળી પૂર્વે અને હોળી બાદ વિવિધ વિસ્તારોમાં વિવિધ મેળાઓ થાય છે એ તમામ મેળાઓની અલગ-અલગ ખાસ વિશેષતાઓ રહેલી છે. હોળીનાં પૂર્વે અલગ-અલગ વિસ્તારમાં ભરાતા અઠવાડિક હાટ બજારનાં દિવસે ભંગૂરિયાનો મેળો (Bhanguriya Fair) ભરાય છે, જેમાં આદીવાસીઓ મોટી સંખ્યામાં પરંપરાગત રંગબેરંગી પરિધાનમાં જુદાં-જુદાં ગામની અલગ-અલગ ટુકડીઓ બનાવી આદીવાસી પરંપરા મુજબ ઢોલ નગારા–ત્રાસા અને પાવા લઈને ટીમલી નાચતા-કુદતા જોવા મળે છે.

આ પણ વાંચો - રાહુલ ગાંધી ગુજરાતમાં ટુંક સમયમાં મોટી સર્જિકલ સ્ટ્રાઈક કરશે : મુમતાઝ પટેલ

લોકો ઢોલ-તાંસાઓ, વાંસળી વાંદનનાં તાલે ઝૂમી ઉઠ્યા

આજે છોટાઉદેપુર ખાતે શનિવારનો અઠવાડિક હાટ બજાર (Haat Bazaar) ભરાયો હતો, જેમાં મોટી સંખ્યામાં જનમેદની હોળીની ખરીદી માટે ઉમટી પડી હતી. ત્યારબાદ છોટાઉદેપુર મહિલા પોલીસ મથક ખાતે આવેલ ચોકમાં બપોરનાં ત્રણ વાગ્યા બાદ વિવિધ વિસ્તારોમાંથી આવેલી ટુકડીઓ પરંપરાગત પહેરવેશમાં સજજ થઈ ઢોલ-તાંસાઓ, વાંસળી વાંદનનાં તાલે ઝૂમી ઉઠ્યા હતા. આ મેળામાં ખાસ કરીને વિવિધ ગામોમાંથી આવતી ટુકડીઓ એકસરખા પહેરવેશમાં આવતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ નજારાને જોવા માટે છોટાઉદેપુર નગર સહિત આજુંબાજુંનાં વિસ્તારની પ્રજા મોટી સંખ્યામાં એકત્રિત થઈ હતી અને આદિવાસી નૃત્ય જોવાનો લ્હાવો લીધો હતો. ઢોલ-તાશા અને વાંસળી વાદનના સૂરોએ સમગ્ર વાતાવરણને મનમોહક બનાવી દીધું હતું.

અહેવાલ : તૌફિક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો - Gujarat Congress : રાહુલ ગાંધીનાં નિવેદન બાદ પ્રદેશ કોંગ્રેસમાં ઘમાસાણ! એક બાદ એક નેતાની પ્રતિક્રિયા

Tags :
Advertisement

.

×