ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Chhotaudepur: એડવેન્ચર કોર્ષ અને યુવક-યુવતીઓ માટે 10 દિવસના બેઝિક કોર્ષનો પ્રારંભ, વાંચો આ અહેવાલ

Chhotaudepur: છોટાઉદેપુર જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા દ્વારા આદિવાસી બાળકો માટે એડવેન્ચર કોર્ષ અને યુવક-યુવતીઓ માટે બેઝિક કોર્ષનો પ્રારંભ કરાવ્યો હતો.
07:38 AM Jan 17, 2025 IST | VIMAL PRAJAPATI
Chhotaudepur: છોટાઉદેપુર જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા દ્વારા આદિવાસી બાળકો માટે એડવેન્ચર કોર્ષ અને યુવક-યુવતીઓ માટે બેઝિક કોર્ષનો પ્રારંભ કરાવ્યો હતો.
Adventure Course Basic Course
  1. માખણીયા પર્વત પર ઐતિહાસિક ચિત્રો,સ્થાનિક પરંપરાની ધરોહરને સાચવી
  2. 08 થી 13 વર્ષના બાળકો માટે એડવેન્ચર કોર્ષ 07 દિવસ હોય છે
  3. 14 થી 45 વર્ષના યુવક-યુવતીઓ માટે બેઝિક કોર્ષના 10 દિવસ હોય છે

Chhotaudepur: છોટાઉદેપુર જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા દ્વારા આદિવાસી બાળકો માટે એડવેન્ચર કોર્ષ અને યુવક-યુવતીઓ માટે બેઝિક કોર્ષનો પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, છોટાઉદેપુર અને જિલ્લા વહીવટી તંત્ર, છોટાઉદેપુર દ્વારા આયોજીત 08 થી 13 વર્ષના બાળકો માટે એડવેન્ચર કોર્ષ 07 દિવસ અને 14 થી 45 વર્ષના યુવક-યુવતીઓ માટે બેઝિક કોર્ષના 10 દિવસના કાર્યક્રમ સત કૈવલ આશ્રમ, માખણીયા પર્વતની તળેટીમાં, ડુંગરવાંટ ખાતેથી જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાએ શરૂ કરાવ્યો હતો.

આ પણ વાંચો: Gujarat: હજી પણ ઠંડીમાં ઘટાડો થવાની કોઈ સંભાવનાઓ નથી! જાણો શું કહ્યું હવામાન વિભાગે

એડવાન્સ કોર્ષ અને ફૂલ ટાઈમ કોર્ષ શરૂ થાય તે માટેના પ્રયત્ન કરીશુંઃ કલેકટર

આ પ્રસંગે જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક સંપદા ધરવતા છોટાઉદેપુર જિલ્લાના માખણીયા પર્વત પર ઐતિહાસિક ચિત્રો, સ્થાનિક પરંપરાની ધરોહરને સાચવી છે. લોકગીતોમાં માખણીયાનો ઉલ્લેખ થાય છે. વન્ય પ્રાણીઓની વસાહત પણ અહિયાંથી શરૂ થાય છે. ફિઝિકલ ફિટનેશની આવશ્યકતા વધારે હોય અને બાળકો પ્રકૃતિને માણી શકે સાથે સાથે એડવેન્ચર અને વિવિધ પ્રવૃત્તિઓથી વાકેફ થાયએ હેતુથી આ કોર્ષની શરૂઆત કરવામાં આવી છે. ભવિષ્યમાં આજ જગ્યા એડવાન્સ કોર્ષ અને ફૂલ ટાઈમ કોર્ષ શરૂ થાય તે માટેના પ્રયત્ન કરીશું.’

આ પણ વાંચો: Ahmedabad : Digital Arrest કેસમાં 4 આરોપીની ધરપકડ, પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા!

નવું લર્નિંગ અને અનુભવ લેવો હોય તે એડવેન્ચર કોર્ષ કરવો જોઈએ

નોંધનીય છે કે, Chhotaudepur કલેક્ટર દ્વારા એડવેન્ચર અને બેઝિક કોર્ષના તાલીમાર્થીઓને કોચની સૂચનાઓનું પાલન કરવા, એડવેન્ચર દરમિયાન ડાયટ અને હેલ્થની કાળજી રાખવા, કોચના માર્ગદર્શનમાં પ્રવૃત્તિઓ કરવા તથા તાલીમાર્થીઓ અહીંયાથી નવું લર્નિંગ અને અનુભવ લઈને જાવ એમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક વી.એમ. દેસાઈ, જિલ્લા યુવા વિકાસ અધિકારી દીપિકાબેન રાણા, એડવેન્ચર કોર્ષના ઘનશ્યામ સોલંકી, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, બેઝિક કોર્ષ અને એડવેન્ચર કોર્ષના તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: Rajkot : ઈન્દિરા સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, CCTV ફૂટેજ જોઈ જીવ અધ્ધર થઈ જશે!

અહેવાલ: તૌફિક શેખ, છોટાઉદેપુર

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Adventure Course Basic CourseChhotaUdepurDistrict Collector Anil DhameliaGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsTribal Children
Next Article