Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhotaudepur: ખેડૂતો તંત્રની ઘોર ઉપેક્ષાનો ભોગ બન્યા

અહેવાલ - તૌફીક શેખ, છોટાઉદેપુર બોડેલીના તોતરમાતા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા સિંચાઇ વિભાગની પાઇપ લાઈનમાં ત્રણ જગ્યાએથી ભંગાણ થતા ખેડુતો શ્રમદાન તેમજ આર્થિક ભોગે કામ કરવા મજબૂર બનતા ગુજરાત ફર્સ્ટ છોટા ઉદેપુરની ટીમ તેમની વ્હારે જઈ તેઓની સમસ્યાને વાચા...
chhotaudepur  ખેડૂતો તંત્રની ઘોર ઉપેક્ષાનો ભોગ બન્યા
Advertisement

અહેવાલ - તૌફીક શેખ, છોટાઉદેપુર

બોડેલીના તોતરમાતા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા સિંચાઇ વિભાગની પાઇપ લાઈનમાં ત્રણ જગ્યાએથી ભંગાણ થતા ખેડુતો શ્રમદાન તેમજ આર્થિક ભોગે કામ કરવા મજબૂર બનતા ગુજરાત ફર્સ્ટ છોટા ઉદેપુરની ટીમ તેમની વ્હારે જઈ તેઓની સમસ્યાને વાચા આપવા પ્રયત્નો કરાયા હતા.

Advertisement

બોડેલી તાલુકાના તોતર માતા ગામની સીમાના ખેડૂતોની રજૂઆત સિંચાઈ વિભાગના બહેરા કાનેના અથડાતા ખેડૂતો જાત મહેનત જિંદાબાદના સૂત્રને સાર્થક કરતા જાતે કેનાલના પાઇપ લાઇનનું મરામત કરવા મજબૂર બન્યા છે....!

Advertisement

છોટાઉદેપુર જિલ્લાના તોતરમાતા ગામની ગુજરાત ફર્સ્ટ છોટા ઉદેપુરની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવતા વરવી વાસ્તવિકતા સામે આવી હતી. જેવા જેમાં જોવા મળી આવ્યું હતું કે સીમમાંથી પસાર થતી નર્મદા સિંચાઈ વિભાગની પાઈપ લાઈનમાં અનેક જગ્યા ભંગાણ સર્જાતા ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતું હોવાથી સ્વ-ખર્ચે સમારકામ કરવા તેઓ મજબૂર બન્યા છે.

બોડેલી અને કુંડી ઉચાકલમ વસાહતની સીમમાંથી પસાર થતી નર્મદા સિંચાઈની કડીલા માઈનોર કેનાલની પાઈપ લાઈન ગુણવત્તાવિહીન બનાવી દીધી હોવાનો આક્ષેપ ખેડુતો દ્રારા કરવામાં આવી રહ્યો છે.

કુંડી ઉચાકલમ વસાહતના ખેડૂતો દ્વારા જણાવેલ કે ૩૦ વર્ષની રજૂઆત પછી લાઈન આવેલા તે પણ હલકી કક્ષાની બનાવી આપી છે. જેના કારણે વારંવાર લિકેઝ થાય છે. સરકારી તંત્ર ને રજુઆત કરીએ છે. પણ તેના પરીણામ લક્ષી નિરાકરણ તરફ જાણે દુર્લક્ષ સેવાઈ રહ્યો હોવાનુ તેમ લાગી રહ્યું છે.

કુંડી ઉચાકલમ વસાહતની સીમમાથી પસાર થતી નર્મદા સિંચાઇ લાઈન એટલી તકલાદી હોવાને લઈ તાલુકાના તોતરમાતા લાઈનમાં દરવર્ષે નુકશાન થતા પાઈપ લાઈન પાણી ખેડૂતો ખેતરમાં ફરી વળતા ખેતીને ભારે નુકસાન થયું છે. પાઈપ તૂટી જતા પાણી વારંવાર લિકેજ થાય છે.

વધુમાં જાણવા મળ્યું હતું કે ૪ વર્ષ પહેલાં લાઈન ટેસ્ટીંગ કરી ત્યારે જે લીકેજ હતા, તે રીપેરીંગ થયા નથી. અધિકારીઓ ખેડૂતો પર છોડી દે છે. અધિકારીઓ ખેડૂતો કહે છે કે તમે જાતે રીપેરીંગ કરી લો ૧૦ ફૂટ ખોદી પડે છે. ખેડૂતો ઘરનો ખર્ચ ઉપાડી નથી શકતા ત્યારે આ પાઇપ લાઈન રીપેરીંગ કરવાનો પણ ખર્ચ ઉપાડવા હાલ તો મજબૂર બન્યા છે.

પાઈપ લાઈનમાં નજીક નજીકના અંતરે અનેક જગ્યાએ ભંગાણ સર્જાતા ખેતરોમાં પાણી ફરી વળવાનું ચાલુ થતા ઉનાળા પાકની વાવણી પહેલા ખેડૂતો પોતાના ખર્ચે પાઇપ લાઈન રીપેરીંગ કરવા કામે લાગી ગયા હતા.

આ પણ વાંચો - Ahmedabad : વર્ષ 2024થી Kaushal University ડ્રોન એપ્લીકેશનમાં 9 નવા કોર્સ શરૂ કરશે

Tags :
Advertisement

.

×