Chhotaudepur : આતંકી હુમલાના વિરોધમાં મુસ્લિમ સમાજ, ઘટનાને વખોડી
Chhotaudepur : જમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam terror attack) ના વિરોધમાં છોટા ઉદેપુર (Chhotaudepur) ખાતે મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. હાથમાં કાળી પટ્ટી બાંધી નમાઝ અદા કરવામાં આવી હતી. તો પાકિસ્તાની ઝંડાને જાહેરમાં સળગાવી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યુ હતુ. છોટાઉદેપુર નગરમાં પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી પાકિસ્તાની ઝંડાને જાહેરમાં સળગાવી પહેલગામ હુમલો કરનાર આતંકવાદીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ સાથે મુસ્લિમ યુવાઓએ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
શુક્રવારની નમાજ કાળી પટ્ટી બાંધી અદા કરી
છોટાઉદેપુર મુસ્લિમ સમાજ દ્વારા માનવતાને શર્મસાર કરે તેવી ઘટના પહેલગામમાં આતંકી હુમલાના પગલે ઠેર ઠેર રોષ વ્યાપી રહ્યો છે. અને જેના વિરોધમાં આજે મુસ્લિમ સમાજ દ્વારા શુક્રવારની નમાજ કાળી પટ્ટી બાંધી અદા કરી હતી, અને પહેલગામ હુમલા ને સખત શબ્દોમા વખોડી કાઢી આતંકવાદીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા ની ઠેર ઠેર નિંદા કરવામાં આવી રહી છે. આવી રાક્ષસી પ્રવૃત્તિ ને લઈ દેશવાસીઓ માં ભારે રોષનો ચરુ ઉકળી રહ્યો છે.
માણેકચોક વિસ્તારમાં મુસ્લિમ યુવાઓ એકત્ર થયા
તેવામાં આજે શુક્રવારના રોજ છોટાઉદેપુર મુસ્લિમ સમાજે સદર ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી અને વિરોધ દર્શાવવા હાથમાં કાળી પટ્ટી બાંધી અને શુક્રવારની નમાજ અદા કરવામાં આવી હતી. અને ત્યારબાદ નગરના માણેકચોક વિસ્તારમાં મુસ્લિમ યુવાઓ દ્વારા પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી અને પાકિસ્તાનના ઝંડાને જાહેરમાં સળગાવી પોતાનું રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ઘટના માનવતાને શર્મસાર કરનારી
મુસ્લિમ સમાજના યુવા તેમજ આગેવાનોએ આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આતંકવાદીઓએ નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. આ ઘટના માનવતાને શર્મસાર કરનારી છે. યુવા આગેવાનોએ સરકાર પાસે માંગણી કરી હતી કે આતંકવાદીઓ સામે તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે ની માંગ સાથે તેમણે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પણ વાંચો --- પહેલગામ આતંકી હુમલા બાદ ગુજરાતમાં બાંગ્લાદેશી નાગરિકો પર પોલીસની મોટી કાર્યવાહી
અહેવાલ - તૌફિક શેખ


