Chhotaudepur : 35 કરોડમાં તૈયાર થશે ભારજ નદીનો પુલ, સાંસદ જશુભાઈ રાઠવાએ કર્યું ખાતમુહૂર્ત
- છોટાઉદેપુર જિલ્લાનો ભારજ નદી પરનાં પુલ નિર્માણ માટે ખાતમુહૂર્ત કરાયું
- 35 કરોડનાં ખર્ચે તૈયાર થશે પુલ, સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે ખાતમૂહુર્ત
- MLA જેન્તીભાઈ રાઠવા, રાજ્યસભા સાંસદ નારણભાઈ રાઠવા, જિ. ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા હાજર રહ્યા
છોટાઉદેપુર જિલ્લાનો ભારજ નદી પરનો પુલ રૂપિયા 35 કરોડના ખર્ચે 18 માસમાં તૈયાર કરવાના લક્ષ્યાંક સાથે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે આ ખાતમૂહુર્ત કરાયું છે. પુલનું સત્વરે કામ ચાલુ થાય તે માટે સાંસદ જશુભાઈ રાઠવાએ લેખિત રજૂઆત કરી હતી.
ભારજ નદી પરના પુલ નિર્માણનું લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત
છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન એવો સિહોદ પાસે આવેલ ભારજ નદી પરના પુલનું નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત આજે લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે કરાયું હતું. જે પ્રસંગે ધારાસભ્ય જેન્તીભાઈ રાઠવા, અભેસિંહ તડવી, માજી રાજ્યસભા સાંસદ નારણભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ સહિતનાં આગેવાનો હાજર રહ્યા હતા. ત્યારે લોકોને 18 માસ બાદ ફરીથી ભારજ નદી પરના પુલ પરથી જવાનો અવસર પ્રાપ્ત થશે. 28 જુલાઈ 2023 માં ભારજ નદી પરનો પુલ ક્ષતિગ્રસ્ત થયો હોવાનાં કારણે તંત્ર દ્વારા પુલ પરથી સદંતર અવરજવર બંધ કરી હતી, જેથી પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્તો હતો. છોટાઉદેપુરથી બોડેલી તરફ જતી પ્રજાને 25 થી 30 કિમીનો વધારાનો ફેરો થતાં શારીરિક અને આર્થિક ખર્ચ વધુ થતો હતો.
આ પણ વાંચો - Gandhinagar : રાજ્ય સરકારના સચિવોના અતિથીના ભોજન ખર્ચમાં 150 ટકાનો વધારો
લોકોને 25 થી 30 કિમીનો વધુનો ફેરો થતાં શરીરિક-આર્થિક ખર્ચ વધ્યો
તંત્ર દ્વારા નદીમાં બે કરોડ જેટલા માતબર ખર્ચે ડાયવર્ઝન બનાવવાની કવાયત તો હાથ ધરી હતી અને 10-6-2024 ના રોજ નવનિર્માણ પામેલ ડાયવર્ઝનને લઈ પ્રજામાં હાશકારો વર્તાયો હતો. પરંતુ, તે આ રાહતની શ્વાસ લાંબા સમય સુધી ટકી શકી નહીં અને 26-8-2024 જેટલા બે માસના સમયમાં જ છોટાઉદેપુર તેમ જ ઉપરવાસમાં થયેલ ભારે વર્ષા અને સુખી ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવતા માત્ર બે માસ પૂર્વે જ નિર્માણ પામેલ ડાયવર્ઝન સંપૂર્ણ ધોવાઈ જતા લોકોમાં ચિંતા તેમ જ તંત્રની કામગીરી સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ પાણીનાં પ્રવાહમાં ક્ષતિગ્રસ્ત પુલ પણ ધ્વસ્ત થઈ બે ટુકડામાં વહેંચાઈ જવા પામ્યો હતો. લોકો પુનઃ 25, 30 કિલોમીટરના લાંબા ફેરાની દુવિધા સામે ઝઝૂમવા મજબૂર બન્યા હતા.
આ પણ વાંચો - Khyati Hospital Scam : આરોપી કાર્તિક પટેલને ગ્રામ્ય કોર્ટથી રાહત, હંગામી જમીન અરજી મંજૂર
લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા એ લેખિત રજૂઆત કરી હતી
ત્રણ કરોડના ખર્ચે નવો ડાયવર્ઝન બનાવતા આંશિક રાહત થઈ હતી. પ્રથમ બનાવવામાં આવેલ ડાયવર્ઝન ધોવાઈ જતા લોકોમાં તંત્ર સામે નારાજગી વર્તવા પામી હતી. પરંતુ છ માસ જેટલા સમયમાં જ નવું ડાયવર્ઝન અંદાજે 3 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવતા પ્રજાને આંશિક રાહત મળવા પામી હતી. પુલનું સત્વરે કામ ચાલુ થાય તે માટે લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા એ લેખિત રજૂઆત કરી હતી. ભારજ નદી પરનો પુલ ધ્વસ્ત થવાથી છોટાઉદેપુર જિલ્લો જાણે કે બે પાર્ટમાં વહેંચાઈ જવા પામ્યો હતો અને સદર પુલ એ જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વેગ આપતો હોવાથી તેને જિલ્લાની જીવાદોરી સમાન માનવામાં આવે છે. તેનું કામ જલ્દી શરૂ થાય તેમ જ જિલ્લાના અન્ય પુલો કે જે વર્ષો જૂના હોય તેમના પણ નવનિર્માણ તેમ જ તેજગઢ નવીન ફોર ટ્રેક રોડ બનાવવા માટેની એક લેખિત રજૂઆત લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા દ્વારા કેન્દ્રીય મંત્રીને કરવામાં આવી હતી. દિલ્હી ખાતે સાંસદ જસુભાઇ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, અભેસિંહ તડવી, માજી સાંસદ નારણભાઈ રાઠવા સહિતના નેતાગણ દ્વારા રૂબરૂ મળીને પણ જિલ્લાનાં પ્રાણ પ્રશ્નો હલ કરવા રજૂઆત કરવામાં આવી હતી.
અહેવાલ : તૌફિક શેખ, છોટાઉદેપુર
આ પણ વાંચો - Gandhinagar : અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર જિ. પો. ની હદમાં આવતા વિસ્તારમાં મોટો ફેરફાર, વાંચો વિગત


