ChhotaUdepur: નગરપાલિકાની ચૂંટણીમાં 99 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ, સરેરાશ 72.65 ટકા મતદાન થયું
- મતદાતાઓ એ પોતાનો ચુકાદો EVM ને સુપ્રત કર્યો
- મંગળવાર સુધી ઉમેદવારોના જીવ અધ્ધર રહેશે
- 70.55 ટકા મહિલાઓ અને 74.78 ટકા પુરુષોએ મતદાન કર્યું
ChhotaUdepur: છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર 99 ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થઈ ગયા છે. મતદાતાઓ એ પોતાનો ચુકાદો EVM ને સુપ્રત કર્યો છે. મંગળવાર સુધી ઉમેદવારોના જીવ અધ્ધર રહેશે. સરેરાશ 72.65 ટકા મતદાન નોંધાયું છે. જેમાં મહિલા મતદારોની ટકાવારી 70.55 તો પુરુષ મતદારોની ટકાવારી 74.78 નોંધાવવા પામી છે.
મતદાન કરી નગરજનોએ પોતાનો ચુકાદો EVMને સુપ્રત કર્યો
છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી ભારે રસપ્રદ અને ચર્ચાસ્પદ બનવા પામી હતી. જેનો આજે મતદાન કરી નગરજનોએ પોતાનો ચુકાદો EVMને સુપ્રત કર્યો છે. હવે મંગળવાર સુધી ઇવીએમ મશીનના સીલ ખુલે અને પરિણામ આવે ત્યાં સુધી નગરજનો ના કયાસો ટોપ ઓફ ધ ટાઉન બનવા પામેલ છે. આ વખતની નગરપાલિકા ચૂંટણીમાં સાત બોર્ડની 28 બેઠકો માટે 99 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી અત્રે મહત્વની વાત એ છે કે સાત જેટલી રાજકીય પાર્ટી એ પણ મેદાન મારવા કમર કસી હતી.
અલગ અલગ રાજકીય વિશ્લેષકો પોતાના અંદાજ સેવી રહ્યાં છે
છેલ્લા એક અઠવાડિયાથી નગર સંધ્યાકાળથી મોડી રાતમાં દિવસની ઉગી નીકળતો જોવા મળી રહ્યો હતો અને જેમ જેમ મતદાન ની તારીખ નજીક આવતી હતી. તેમ તેમ ઉમેદવારો પોતાના કાર્યકરો સમર્થકો અને મતદારો વચ્ચે મશગુલ થયા હતા. ત્યારે હવે ક્યાંકને ક્યાંક તેમાં રાહત જોવા મળી રહી છે. અલગ અલગ રાજકીય વિશ્લેષકો પોતાના અંદાજ સેવી રહ્યા છે. આજે વહેલી સવારથી એક બે મતદાન મથકને બાદ કરતાં બપોર સુધી મતદારો મતદાન મથક સુઘી પહોંચવામાં નિરસતા જોવા મળી રહી હતી. પરંતુ બપોર બાદ દરેક મતદાન મથકો ઉપર મતદાતાઓની કતારો લાગેલી જોવા મળી હતી.
આ પણ વાંચો: Bhavnagar: લીમડા નજીક ખાનગી બસ પલ્ટી, 10 થી 15 મુસાફરો ઇજાગ્રસ્ત
સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2025 સમગ્ર રાજયમાં મતદાન પૂર્ણ
છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણીના મતદાન મથકોની મુલાકાત જિલ્લા કલેકટર ગાર્ગી જૈન દ્વારા કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2025 સમગ્ર રાજયમાં મતદાન થઈ રહ્યું હતું. ત્યારે આ મતદાન પ્રક્રિયાનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ગાર્ગી જૈન દ્વારા મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લઈ મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મતદાન મથકો પર ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ પાસે મતદાનની માહિતી મેળવી હતી.
આ પણ વાંચો: VADODARA : ઋષિકેશ સ્થિત ગંગા નદીમાં પગ લપસ્ચા બાદથી જાણીતા બિલ્ડર લાપતા
વરરાજા પણ લગ્ન પહેલ મતદાન કરવા માટે આવ્યાં હતાં
છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં સામાન્ય ઉમેદવારોના ઉત્સાહની સાથે ક્યાંક ન ક્યાંક એવા કિસ્સા પણ સામે આવ્યા હતાં. જેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દરેક મતદાતાને મતદાન કરવાની અપીલ કરતાં હતા. જેમાં એક કિસ્સાની વાત કરીએ તો એક વરરાજા પોતાની જાન કન્યાને ઘરે લઈ જતા પહેલા એટલે કે દાંપત્ય જીવનમાં ડગ માંડતા પહેલા મતદાન મથકે પહોંચી પોતાના અમૂલ્ય મતનો દાન કરી જાન લઈ અને પરણવા માટે જતા જોવા મળી આવ્યા હતાં. જ્યારે અનેક શરીરથી અશક્ત વયવૃદ્ધ લાકડી ના ટેકે તો ક્યાંકને ક્યાંક પરિવારજનોના ખભાના ટેકે મતદાન મથકે પહોંચી અને પોતાની મત આપવાની ફરજદા કરી લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી.


