Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhotaudepur: પીએમ તાલુકા શાળા નંબર 1માં ‘રંગોત્સવ બાળ કુંજન 3’ તૃતીય વાર્ષિકોત્સવ ઉજવાયો

Chhotaudepur: છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકે આવેલ પીએમ તાલુકા શાળા નંબર 1 ની કે જ્યાં ભૌતિક સુવિધાઓ સભરની પ્રીમાઈસીસ, ગુણવત્તા સભર શિક્ષણની
chhotaudepur  પીએમ તાલુકા શાળા નંબર 1માં ‘રંગોત્સવ બાળ કુંજન 3’ તૃતીય વાર્ષિકોત્સવ ઉજવાયો
Advertisement
  1. શાળામાં ઉજવાયો ભવ્યાતિભવ્ય તૃતીય વાર્ષિક ઉત્સવ
  2. મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો
  3. શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર અપાયા

Chhotaudepur: સામાન્ય રીતે સરકારી શાળાની જ્યારે વાત આવે ત્યારે માનવ માનસમાં એક નકારાત્મક છબી અંકિત થાય છે, કે જર્જરીત બિલ્ડીંગ, ગુણવત્તા વિહીન શિક્ષણની ફરિયાદો, અવ્યવસ્થિત હરતા ફરતા બાળકો, પરંતુ આજે વાત કરવી છે. છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકે આવેલ પીએમ તાલુકા શાળા નંબર 1 ની કે જ્યાં ભૌતિક સુવિધાઓ સભરની પ્રીમાઈસીસ, ગુણવત્તા સભર શિક્ષણની સાથે બાળકોમાં રહેલી સુષપ્ત શક્તિઓ બહાર આવે અને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડી શકાય તે માટે અહીંના શિક્ષકો તન મન અને ધન લગાડીને બાળકો માટે ભવ્યથી ભવ્ય સાંસ્કૃતિક કૃતિઓની ભરમાળ સાથે વાર્ષિકોત્સની ઊજવણી લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને રંગોત્સવ બાળ કુંજન 3 કાર્યક્રમ યોજાયો હતો.

આ પણ વાંચો: Jamnagar: કુખ્યાત વિશાલ માડમ સહિતનાઓએ વેપારીનું અપહરણ કરી એક કરોડની ખંડણી માંગી

Advertisement

રંગોત્સવ બાળ કુંજન 3 કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓની મેહનત લગન અને શાળાના શિક્ષકો દ્વારા તન મન અને ધન થકી સહયોગ કરાતા ભવ્યથી ભવ્ય રીતે ઉજવાયો હતો. કાર્યક્રમના સુચારા આયોજનના ભાગરૂપે અપડેટ સાઉન્ડ સિસ્ટમ, વિશાળ લાઈવ રંગમંચ, લાઈવ કેમેરા અને ડ્રોન કેમેરા સાથે શાળા સંકુલને એક દુલ્હનની માફક શણગારી રંગેચંગે ઉજવણી કરવામાં આવતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ઉત્સાહના પ્રાણ વાયુ પુરાયા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો: Rajkot: જેતપુર તાલુકાના જેતલસર ગામે ખેતરમાં ખેડૂત પર સિંહનો હુમલો, ખેડૂત ગંભીર રીતે ઘાયલ

સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા

આ પ્રસંગે શાળાના નાના નાના ભૂલકાઓ દ્વારા સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા,એ.પી.એમ.સી.છોટાઉદેપુરના ચેરમેન મુકેશભાઈ પટેલ, સહિત અનેક પદાધિકારી તેમજ શાળાના બાળકો વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ળકોની મહેનત અને ધગશને જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. હાજર મહાનુભવો શિક્ષકો તેમજ વાલીઓ તરફથી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આર્થિક સહયોગ પણ કરવામાં આવ્યું હતો.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×