Chhotaudepur : એકનું મોત, 2 ને ઈજા, 5 પશુ મૃત્યુ, 631 મકાનોને નુકસાન, ખેડૂતો-ઇંટ ઉત્પાદકોમાં ચિંતા
- Chhotaudepur માં વાવાઝોડા અને કમોસમી વરસાદની અસરે જનજીવન પ્રભાવિત
- એકનું મોત, 2 ને ઈજા, 5 પશુનાં મૃત્યુ, 631 કાચા-પાકા મકાનોને નુકસાન
- કેળ અને કેરીનાં ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો
- ઈંટ ઉત્પાદકોની કાચી ઈંટો ખેદાન મેદાન થતાં લાખોનું નુકસાન થવાની ભીતિ
છોટાઉદેપુર જિલ્લામાં (Chhotaudepur) ફૂંકાયેલા વાવાઝોડા અને ધોધમાર કમોસમી વરસાદમાં જનજીવન પ્રભાવિત થયું છે. જિલ્લામાં એકનું મોત, 2 ને ઈજા, 5 પશુનાં મૃત્યુ, 631 કાચા-પાકા મકાનોને નુકસાન થયા હોવાનાં અહેવાલ છે. બીજી તરફ કેળ અને કેરીનાં ખેડૂતોને (Farmer) રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે તો ઈંટ ઉત્પાદકોની પણ કાચી ઈંટો ખેદાન મેદાન થઈ છે.
આ પણ વાંચો - Chhotaudepur : જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક, અધિકારીઓને આપ્યા આ નિર્દેશ
વાવાઝોડા અને કમોસમી વરસાદની અસરે જનજીવન પ્રભાવિત
છોટાઉદેપુર જિલ્લામાં (Chhotaudepur) સોમવારે ફૂંકાયેલા વાવાઝોડા અને કમોસમી વરસાદની અસર મંગળવારે પણ દેખાઈ હતી. જ્યારે, બુધવારે છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. પરંતુ, આ અરસામાં જિલ્લામાં અનેક તારાજીનાં દ્રશ્યો સામે આવ્યા છે. કેરી-કેળા જેવા પાકોને ગંભીર નુકસાનની સાથે ઈંટ ઉત્પાદકોને (Brick Manufacturers) પણ મોટા પાયે નુકસાન થયા હોવાનું નોંધાયું છે.
આ પણ વાંચો - Chhotaudepur : વાવાઝોડામાં 798 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો, કેરીનાં પાકને અસર, તલનાં છોડ નમી પડ્યા
માનવ મૃત્યુ 1, પશુ મૃત્યુ 5, 631 મકાનોને નુકસાન, ખેડૂત-ઇંટ ઉત્પાદકોમાં ચિંતા
છોટાઉદેપુર જિલ્લામાં સોમવારે સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ ફૂકાયેલા વાવાઝોડાનાં કારણે અનેક જગ્યાઓ પર 27 જેટલા વૃક્ષ ધરાશયી થવાની ઘટનાઓ સામે આવી હતી, જેને લઇ 700 થી વધુ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. આધારભૂત સૂત્રો પાસેથી મળેલી વિગતો પ્રમાણે આ અરસામાં માનવ મૃત્યુ 1, પશુ મૃત્યુ 5, માનવ ઈજા 2 તેમ જ કુલ કાચા મકાન 429, પાકા મકાન 202 ને આંશિક કે સંપૂર્ણ નુકસાન નોંધાયું છે. જ્યારે વાવાઝોડા અને કમોસમી વરસાદનાં કહેરથી જિલ્લામાં ઈંટ ઉત્પાદકોને લાખોનું નુકસાન થવાની ભીતિ સેવાઈ છે. જો કે, હાલ આ સમાચાર લખાય છે ત્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય બનવા પામેલ છે.
અહેવાલ : તૌફિક શેખ, છોટાઉદેપુર
આ પણ વાંચો - Operation Sindoor : દ્વારકા શંકરાચાર્યજી, મેશભાઈ ઓઝા, રાજભા ગઢવીએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?


