Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhotaudepur: આકાશી પર્વની મોજમાં બે મોર અને એક બાજ ગંભીર રીતે ઇજાગ્રસ્ત, કરુણા અભિયાને બચાવ્યો જીવ

Chhotaudepur: કરુણા અભિયાન 2025 અંતર્ગત છોટઉદેપુર જિલ્લામાં 10થી 20 જાન્યુઆરી સુધી પક્ષી બચાવો અભિયાન હાથ ધરવામાં આવ્યું
chhotaudepur  આકાશી પર્વની મોજમાં બે મોર અને એક બાજ ગંભીર રીતે ઇજાગ્રસ્ત  કરુણા અભિયાને બચાવ્યો જીવ
Advertisement
  1. કરુણા અભિયાનની ટીમ દ્વારા પક્ષીઓની સારવાર કરવામાં આવી
  2. ત્રણ પક્ષીઓની સારવાર કરી પુનઃ આકાશી ઉડાન ભરાવી હતી
  3. 10થી 20 જાન્યુઆરી સુધી પક્ષી બચાવો અભિયાન હાથ ધરાયું

Chhotaudepur: અત્યારે મકર સંક્રાંતિનો પર્વ ઉજવાઈ રહ્યો છે. આકાશમાં માત્ર પગંતો જ જોવા મળી રહીં છે. જો કે, પતંગોના કારણે અનેક પક્ષીઓને હાનિ પણ થતી હોય છે. આવા પક્ષીઓનો જીવ બચાવવા માટે અનેક અભિયાનો પણ ચાલતા હોય છે. કરુણા અભિયાન 2025 અંતર્ગત છોટઉદેપુર જિલ્લામાં 10થી 20 જાન્યુઆરી સુધી પક્ષી બચાવો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. બે દિવસ પહેલા બાઈક રેલી યોજી લોકોને આકાશી પર્વમાં પશુ ઘવાઈ ના તે માટે જાગૃતિ પણ ફેલાવી હતી,આ સાથે સાથે પેમ્પ્લેટ્સનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Gondal: કોળી સમાજના ઇષ્ટદેવ માંધાતા દેવના પ્રાગટય દિવસે યોજાઈ ભવ્ય શોભાયાત્રા

Advertisement

14મી જાન્યુઆરીના દિવસે સતત ખડેપગ સેવા બજાવી

નોંધનીય છે કે, નગરમાં વિવિધ સ્થળે લગાડવામાં આવેલી પતંગની દુકાનોમાં જઈ અને ચાઈનીઝ દોરી તો નથી વેચવામાં આવી રહી તે બાબતે તપાસનો ધમધમાટ પણ શરૂ કરાયો હતો. અબોલ પશુ અને પક્ષીઓનની માવજત માટે સોશિયલ મીડિયાના માધ્યમથી સતત લોકોને અપીલ કરવામાં આવી હતી. 14મી જાન્યુઆરીના દિવસે સતત ખડેપગ સેવા બજાવી ત્રણ જેટલા ઘવાયેલ પશુઓની તાત્કાલિક સારવાર કરી આકાશમાં ઉડાન ભરાવી હતી.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad: YMCA કલબથી SP રિંગ રોડ તરફ પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો

કરુણા અભિયાનની ટીમે ત્રણ પક્ષીઓનો જીવ બચાવ્યો

ખાસ કરીને વાત કરવામાં આવે તો, પાવીજેતપુરના બરાવાડમાંથી 2 બિમાર મોરની પશુદવખાના પાવીજેતપુર ખાતે સારવાર કરવામાં આવી હતી. નસવાડી તાલુકામાં 1 સકરા બાજ પક્ષીને ઇજાઓ થઈ હતી, જેની ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરી પશુદવખાને લાવવામાં આવ્યું હતું અને સારવાર કરવામાં આવી હતી. આમ આ અભિયાન દ્વારા 02 મોર અને 1 બાજ કુલ મળીને 3 પક્ષીઓને કરુણા અભિયાનની ટીમે સમયસર સારવાર આપી જીવ બચાવી સરાહનીય કામગીરીને કરી હતી.

એહવાલઃ તૌફીક શેખ, છોટા ઉદેપુર

આ પણ વાંચો: Gondal: મકરસંક્રાંતિના દિવસે જ કોલેજ ચોકમાં ગેસવાળા ફુગ્ગા ભરતા અચાનક લાગી આગ

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×